Abtak Media Google News

ફાસ્ટફૂડ હોય કે આપણું દેશી ભોજન હોય દરેક વ્યંજનમાં ચીઝ લોકોને ખૂબ ભાવ્યું છે. એટલેથી તેની પાસન્દગી ન અટકતા લોકો તેને એકલું ખાવાનું પણ પસંદ કરી રહયા છે. આમ જોઈએ તો ચીઝ કેલીરીથી ભરપૂર આહાર છે પરંતુ પુરુષ માટે વધુ પડતું ચીઝ ખતરનાક સાબિત થાય છે તેવું એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે. તો આવો જોઈએ કે કઈ રીતે ચીઝ પુરુષો માટે નુકશાનકર્તા છે…??

જે પુરુષો રોજની ત્રણ સ્લાઈઝ કરતાં વધુ ચીઝ ખાય છે તેની પ્રજનન શક્તિને નકારાત્મક અસરો થાય છે. વધુ પડતી ડેરી પ્રોડક્ટ આહારમાં લેવાથી પુરુષના શુક્રાણુઓને અસર થાય છે અને તેની ગુણવત્તા ઘટે છે.

શંશોધન દ્વારા એ પણ જાણવા મળ્યું છે કે વાસાથી ભરપૂર એવા ચીઝની ત્રણ સ્લાઝથી વધુ માત્ર સ્પર્મની ગુણવત્તા ઘટાડે છે અને એ પણ 25% જેટલી નબળી કરે છે જેના કારણે પ્રજનન શક્તિને ભારે અસર થવાથી બાળક ન થવાની સભાવનાઓ પણ એટલી જ વધી જાય છે.

તો હવેથી ચીઝ ખાવા સમયે થોડી સાવચેતી દાખવી પોતાની પ્રજનન ક્ષમતાને જાળવી રાખો અને ખુશહાલ લગ્નજીવન માણો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.