Abtak Media Google News

વિશ્ર્વના બદલતા જતા વેપાર-વ્યવહારમાં હવે દિવસે-દિવસે ઓનલાઇન વેપારનો વ્યાપ વધવામાં જ છે. ડીજીટલાઇઝેશનની સાથેસાથે ઇ-કોમર્સ સેક્ટરનો વપરાશ અવિરત વધી રહ્યો છે ત્યારે ઓનલાઇન બિઝનેશમાં હવે અસંખ્ય કંપનીઓ બજારમાં આવી છે તેવા સંજોગોમાં ઓનલાઇન શોપિંગમાં વધતાં જતા ક્રેઝ અને વધતી જતી ઇ-કોમર્સ પ્લેટફોર્મમાં પણ હવે લેભાગૂ કંપનીઓનું પ્રમાણ વધવાનું દૂષણ પણ વધી રહ્યું છે ત્યારે જાહેરાતોની ભરમાર અને કં5નીઓના વેલસર્વિસના દાવાઓ વચ્ચે સમગ્ર વિશ્ર્વ અને ખાસ કરીને ભારતના ઓનલાઇન ખરીદી કરવાનો આગ્રહ રાખનાર ઇ-કોમર્સ કસ્ટમર માટે કેવી કંપનીનો વિશ્ર્વાસ કરવો તે એક યક્ષ પ્રશ્ન બની ગયો છે.

અત્યાર સુધી ઇ-કોમર્સ બિઝનેશમાં વિશ્ર્વકક્ષાએ આંગળી વેઢે ગણાય તેટલી જૂજ કંપનીઓ જ બજારમાં હતી હવે ઓનલાઇન બિઝનેશ અને ઇ-કોમર્સ વેપાર કરનારી કં5નીઓના જંગલને જંગલ ઉભા થવા લાગ્યા છે. છેલ્લા કેટલાંક સમયથી ઓનલાઇન ખરીદીના કડવા અનુભવો પણ વધતાં જાય છે. મોંઘાભાવનો સ્ટાડર્ડ કંપનીનો મોબાઇલ મંગાવો તો ન્હાવાનો સાબૂ નીકળે, દવા અને ફાર્માસ્યુટીકલ પ્રોડક્ટમાં નકલી વસ્તુઓ ધાબડી દેવામાં આવે છે.

છેતરાયેલા ગ્રાહકોને ફરિયાદ કરવાનું પણ કોઇ ઠેકાણું ન મળે તેવી આંતરરાષ્ટ્રીય મલ્ટીનેશનલ કંપનીઓની માયાજાળમાં ગ્રાહકોને પોતાના પૈસા અને નકલી માલની જગ્યાએ અસલ વસ્તુ મેળવવા માટે ફોન કોલ કરીને કરીને થાકી જવું પડે છે અને અંતે કંટાળીને ચોરની માં ને કોઠીમાં મોં ઘાલીને રોવા સિવાય કોઇ આરો ન હોય !!! તેમ બજારમાં છૂટથી વેંચાતી અને જાણીતા વેપારીઓ પાસેથી વસ્તુ ખરીદવાના બદલે ઓનલાઇન ખરીદીનો ચસ્કો ગ્રાહકોને ભોગવવો પડે છે.

બે જવાબદાર ઇ-કોમર્સ કંપનીમાંથી એક્સપાયરી ડેટ, ગુણવત્તામાં હલકી, નકલી વસ્તુઓ ધાબડી દેવાવાળી કંપનીઓ એટલે કે આંતરરાષ્ટ્રીય ઠગ ટોળકીઓ દિવસે-દિવસે વધી રહી છે ત્યારે બજારમાં કંઇ કંપની સજ્જન છે તે શોધવામાં ગ્રાહકોને પરશેવો આવી જાય તેવી પરિસ્થિતી ઉભી થાય છે. ઓનલાઇન શોપિંગના વધતાં જતા ક્રેઝ વચ્ચે લેભાગૂ કં5નીઓનું પ્રમાણ વધતું જાય છે.

સરકારે એક વર્ષમાં ઉત્પાદક, દેશનું ખોટુ નામ બતાવનારી કંપનીઓને શોધવાનું કામ શરૂ કર્યું છે અને 200થી વધુને નોટીસ પણ ફટકારવામાં આવી છે. પરંતુ કંપનીઓ જે રીતે ગ્રાહકોને વ્યાપકરીતે છેતરપીંડીની માયાજાળમાં જે ઝડપથી ફસાવવામાં આવી રહ્યાં છે. તેની સામે નકલી અને લોકોને છેતરતી કંપનીઓને શોધવાનું કામ ઘાસના ઢગલામાંથી સોય શોધવા જેટલું કપરૂ કામ બની રહ્યું છે. જો કે, ઇ-કોમર્સના વધતા જતા ક્રેઝ વચ્ચે કાર્યરત તમામ કં5નીઓ ચોર ન હોય પણ, જેન્યુન કંપની શોધવી હવે અઘરી બની ગઇ છે.

અલબત્ત ઓનલાઇન શોપિંગ માટે કેટલીક ઇ-કોમર્સ કં5નીઓ ગ્રાહકોને ઉત્તમ સેવા આપવા માટે રાત-દિવસ એક કરી રહી છે અને વ્યાપક પ્રમાણમાં છેતરપીંડીના માહોલમાં પોતાના ગ્રાહકોનો વિશ્ર્વાસ જાળવી રાખવા માટે ઘણી કંપનીઓ સારી કામગીરી કરીને ગ્રાહકોને વિશ્ર્વાસ જીતી એક અલગ ઓળખ ઉભી કરી રહી છે. ઓનલાઇન શોપિંગના ગ્રાહકોને છેતરપીંડીનો ભોગ પણ બનવો પડે છે.

તેનાથી ઇ-કોમર્સ કંપનીઓ બદનામ થઇ ગઇ છે પરંતુ કેટલીક કંપનીઓ ગ્રાહકોનો વિશ્ર્વાસ જાળવી રાખવા માટે ફીઝીકલ સ્ટોર ઉભા કરવાથી લઇને ફરિયાદોનો તાત્કાલીક નિવારણ લાવવામાં પ્રતિબદ્વતા દર્શાવે છે. અત્યારે ઓનલાઇન ખરીદીના ક્રેઝમાં દરેકે જાગૃત ગ્રાહક બનીને ઓનલાઇન વસ્તુ મંગાવવામાં આંધળુકીયા ન કરી સાવચેતી રાખી જેન્યુન કંપનીનો જ વિશ્ર્વાસ કરવાની કોઠાસુઝ કેળવવાનો સમય ચાલી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.