Abtak Media Google News

ટેકસ કલેકશનમાં ભારત અન્ય નાના દેશો કરતા પણ ક્યાંય પાછળ: કર ઉઘરાણીમાં અનેક પડકારો સામે આવ્યા

આવકવેરા અને જીએસટી સહિતનો ટેકસ પુરતા પ્રમાણમાં વસુલ કરવાની બાબત સરકાર માટે માથાના દુ:ખાવા સમાન બની ચૂકી છે. વર્તમાન સમયે ભારતમાં જેટલા પ્રમાણમાં ટેકસ કલેકટ થવો જોઈએ તેટલો થતો નથી. કેન્દ્ર અને રાજ્ય ભેગા થઈને જીડીપીનો ૧૭ ટકા ટેકસ કલેકટ કરે છે. આ ટેકસથી વધુ રકમ મધ્ય અમેરિકાનો નાનો એવો દેશ હોન્ડુરસ પણ વસુલ કરી શકે છે. ટેકસ ઉઘરાવવામાં ભારતનું કરમાણખુ અડચણરૂપ હોવાનું કહેવાય છે. આ મામલે અનેક પડકારો કેન્દ્ર અને રાજ્યને પાર પાડવાના રહે છે.

થોડા સમયમાં કેન્દ્રીય બજેટની જાહેરાત થવાની છે. આગામી બજેટ અર્થતંત્રના ૧૩ ટકા જેટલું રહેશે. સરકારને ટેકસમાંથી મળતી આવક અધધધ… હોવાનું કહેવાય છે પરંતુ સરકારને નોન ટેકસ રેવન્યુ એટલે કે, લાયસન્સ ફી ડિવિડન્ડ સહિતની વસ્તુઓમાંથી મસમોટુ ભંડોળ મળી રહે છે. જો કે, ટેકસનું કલેકશન વધારવું સૌથી મહત્વનો મુદ્દો છે. સરકારે કર માળખામાં જીએસટીની અમલવારીથી મસમોટા ફેરફાર કર્યા છે. અલગ અલગ ટેકસ ઉઘરાવવાની જગ્યાએ એક જ ટેકસ ઉઘરાવવાનું કામ જીએસટીના માધ્યમથી  થયું છે. માઈક્રો ઈકોનોમીના માધ્યમથી અર્થતંત્રને સ્ટેબલ કરવાનો પ્રયાસ થયો છે. જો કે ટેકસની ઉઘરાણીમાં સરકારને પરસેવો વળી જાય છે.

7537D2F3 10

અહીં નોધનીય છે કે, ભારતીય અર્થતંત્રમાં થો ડા સમય પહેલા વ્યાપક પ્રમાણમાં સુસ્તી જોવા મળી હતી. આ સુસ્તી હટાવવા માટે સરકારે કોર્પોરેટ ટેકસમાં ઘટાડો કરવા સહિતના પગલા લીધા હતા. હજુ આગામી વર્ષમાં કોર્પોરેટ ટેકસમાં ઘટાડો થશે તેવું નિષ્ણાંતો માની રહ્યાં છે. આવી સ્થિતિ વચ્ચે ભારતીય અર્થતંત્રમાં ટેકસનું કલેકશન ખુબજ ઓછું હોવાના કારણે લોકો માટે જરૂરી યોજનાઓ પાછળ પુરતા પ્રમાણમાં નાણા વાપરી શકાતા નથી. વિકાસને લગતા પ્રોજેકટોમાં નાણા ફાળવી શકાતા નથી. આ ઉપરાંત ભારતનું ટેકસ કલેકશન નાના દેશ કરતા પણ ઓછુ હોવાના કારણે તિજોરીને વ્યાપક નુકશાન થવા પામે છે.

અત્યાર સુધી ભારતમાં ટેકસ પ્રત્યે અસમંજસતા હોવાની દલીલ કંપનીઓ દ્વારા થતી હતી. પરંતુ મોદી સરકારે જીએસટીમાં વિવિધ કરવેરાને એક તાંતણે બાંધ્યા છે. પરિણામે ટેકસ કલેકશન વધવું જોઈએ તેવું વારંવાર નિષ્ણાંતો કહી ચૂકયા છે. અલબત ભૂતકાળની સરખામણીએ હજુ સુધી ટેકસ કલેકશન વધવા પામ્યું નથી. જે ઉઘરાણીમાં દર્શાવવામાં આવતી ત્રુટીઓ તરફ ધ્યાન ખેંચી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.