Abtak Media Google News

એક સમય હતો જ્યારે લોકો બેંક લૂટતા હતા, આજે ઘણા કિસ્સા એવા બને છે જેમાં બેંકો લોકોને લૂટે છે. ખાસ કરીને લિસ્ટેડ થયેલી પ્રાઇવેટ સેક્ટરની બેંકોમાં ભારતીય રોકાણકારોને આવા અનુભવો થયા છે. યસ બેંકના શેર એક જ વર્ષમાં ટોચ ઉપરથી ભોંય ઉપર પછડાયા ત્યારે શેરધારકો તો રોયા સાથે ખાતેદારો પણ કાચી મુદતે તેમની ફિક્સ ડિપોઝીટો તોડાવી ને રૂપિયા ઘરભેગા કરવા લાગ્યા, કારણ કે તેમને ડર હતો કે વ્યાજ તો શું કદાચ મુદલ પણ જશે..! હવે આવી જ સ્થિતી રિઝર્વ બેંકે લક્ષ્મિવિકાસ બેંક ( LVB) ની  કરી છે. ભલે કદાચ સ્થિતી એટલી ગંભીર નથી પણ બેંકના ખાતેદારો અને શેરધારકોની તો દિવાળી બગાડી તે નક્કી છે.  બેંકિગ સેક્ટર સરહદે ઉભેલા સૈન્ય કરતાં પણ વધારે જોખમી છૈ એવું આજથી 225 વર્ષ પહેલા અમેરિકાનાં ત્રીજા પ્રેસિડેન્ટ થોમસ જેફરસન કહી ગયા છે. આ એક એવુ સેક્ટર છે જે બહારથી જુઓ તો એકદમ ચમકદાર લાગે છૈ પરંતુ જો સ્હેજ પણ નજરચુક થાય કે કોઇ કાંકરીચાળો કરી જાય તો કાચના અરિસાની જેમ વેરણછેરણ થઇ શકે છૈ.

લક્ષ્મિ વિકાસ બેંકના શેરનો ભાવ ત્રણ વર્ષ પહેલા એટલે કે 24 મી નવેમ્બર-2017 ના રોજ 167 રૂપિયા હતો. આજે આ બેંકનાં શેરનો ભાવ નવ રૂપિયા થયો છે. બે વર્ષ પહેલા આજ ડેવલપમેન્ટ બેંક ઓફ સિંગાપોર અર્થાત ઉઇજ ઇફક્ષસ દ્વારા 200 રૂપિયાનાં ભાવે શેર ખરિદવાની ઓફર થઇ હતી. ત્યારે રિઝર્વ બેંકે આ ઓફર આગળ વધે તે પહેલા જ વચ્ચે ફાટક મુકીને સોદો અટકાવી દીધો હતો. આજે ફરીવાર DBS Bank જ આ બેંકને કબ્જે કરવાની તૈયારીમાં છે. જો આ સોદો પાર પડે તો DBS Bank 2500 કરોડ રૂપિયા બેંકમાં લિક્વીડીટી માટે રોકશૈ પણ સાથે જ શેરધારકોના શેર જુની 500 કે 1000 ની નોટ જેવા કાગળિયા જેવા થઇ જશે.

હાલમાં 94 વર્ષ જુની લક્ષ્મિવિકાસ બેંકનું બ્રાન્ચ નેટવર્ક 560 શાખાઓથી વધારે છૈ. જેની વેલ્યુ 5600 કરોડ રૂપિયાથી વધારે થાય. આ ઉપરાંત બેંકનો કેપિટલ બેઝ 7500 કરોડ રૂપિયા છે જ્યારે ડિપોઝીટ બુક 20000 કરોડ રૂપિયાની છે. હવે અહીં સૌથી મોટો સવાલ એ છૈ કે આવું નેટવર્ક હોવા છતાં શેરધારકોને કાણો પૈસો એ આપ્યા વિના બેંકનો વહિવટ કઇ રીતે બદલાઇ શકે? શું અહીં લક્ષ્મિવિકાસ બેંકના વહિવટદારો અને ઉઇજ ઇઅગઊં નાં વહિવટદારો વચ્ચે કોઇ બારોબાર નો વહિવટ પણ હોઇ શકે?  રિઝર્વ બેંકે શા માટે આ સોદામાં તાકિદે વચ્ચે ફાટક મુકવું પડ્યું છે..? ચતુર કરે વિચાર..!

એકતરફ રિઝર્વબેંક ઉઇજ અને કટઇ ના સોદાને અટકાવે છે તો બીજીતરફ કાંઇક એવા રિપોર્ટ તૈયાર કરે છે જે આગામી દિવસોમાં, ટાટા, બિરલા કે રિલાયન્સ જેવા મોટા કોર્પોરેટસને બેંક ખોલવાનાં લાયસન્સ આપવાનાં સંકેત આપે છે. રિઝર્વ બેંકની પેનલે ભલામણ કરી છે કે 50000 કરોડ રૂપિયાથી મોટી એસેટ સાઇઝ ધરાવતા અને 10 વર્ષથી આ સેક્ટરમાં કામ કરી રહેલા નોન-બેંકિંગ લેન્ડરોને બેંકનો કારોબાર શરૂ કરવાની પરવાનગી આપવી જોઇએ. જો આ ભલામણનો સ્વિકાર થાય તો આગામી દિવસોમાં ભારતમાં બજાજ, એલ ઐન્ડ ટી, શ્રીરામ ટ્રાન્સ્પોર્ટ, તથા મહિન્દ્રા ગ્રુપની બેંકો તથા તેમના ઐ.ટી.ઐમ આપણને જોવા મળશૈ.  આ ઉપરાંત પેનલે પેમેન્ટ બેંકોને સ્મોલ ફાયનાન્સ બેંકોના ઓપરેશન શરૂ કરવા દેવાની પણ ભલામણ કરી છે.

આ એક એવું સાહસ છે જેના સબળાં અને નબળા એમ બન્ને પાસાં છે. જો આવી મોટી કંપનીઓ બેંકિંગમાં એન્ટ્રી કરે તો હાલમાં ઇકોનોમી જે નાણા ભીડ નો અનુભવ કરી રહી છે તેમાં મોટી રાહત મળી શકે. જ્યારે નબળાં પાસા એ છે કે આવી નવી આવનારી બેંકો યસ બેંક કે કટઇ ના રસ્તે નહીં જાય તેની શું ખાતરી? ખેર બેંકિંગ એ એવું સેક્ટર છે જેમાં અતિ ભારે નિયમોથી વિકાસ રૂંધાય છે. તેથી તેમાં રેગ્યુલેશન કરતા સુપરવિઝનની વધારે જરૂર રહે છે. આપણે ત્યાં રિઝર્વ બેંકને આ બન્ને વચ્ચે પણ સમતોલન સાધવાનું છે..!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.