Abtak Media Google News

લગભગ દરેક બાળક નાની ઉંમરે સ્લેટમાં લખવાની પેન, મોટી વગેરે ખાતુ હોય છે. નાના ભૂલકાંઓ સ્લેટમાં લખવાની સાથો સાથ પેન ક્યારે ખાઇ જાય તેની માતા-પિતા કે શિક્ષકોને પણ ખબર પડતી નથી. તો ઘણા બાળકો રમતાં-રમતાં માટી ખાઇ જતા હોય છે.

બાળકો અન્ન-મિષ્ટાન્નો કોળિયો પડતો મૂકી માટી પેન ખાય છે. ત્યારે આપણને વિચાર આવે કે આવુ કેમ? બાળકો શા માટે આવા તત્વો ખાતાં હોય છે. કદાચ બાળકો પોષકતત્વોની ઉણપ પૂરી કરવા આવુ ખાતા હોય છે. બાળકના શરીરમાં પોષકતત્વની ઉણપ વર્તાય ત્યારે તે પુરી કરવા પેન, માટી ખાય છે. પેનમાં કેલ્શિયમ તેમજ માટી-ધૂળમાં લોહતત્વ, ઝિંક, ફોસ્ફરસ વગેરે કૃમી લોહતત્વની ઉણપ ઉભી કરે છે. જેથી બાળક લોહતત્વની ૫ૂરતી માટે ધૂળ, માટી, પેન, કાંકરા વગેરે ખાવા મજબૂર બને છે. પરંતુ જો ધૂળ ખાતા બાળકને સમતોલ આહાર આપવામાં આવે તો ધૂળ ખાતુ અટકાવી શકાય.

બાળકની આ ટેવ દૂર કરાવવાના ઉપાયો

  • એક કેળામાં થોડું મધ મિક્સ કરી બાળકને ખવડાવો. એનાથી બાળકનું પેટ ભરેલું રહેશે અને માટી ખાવાની તરફ તેનું ધ્યાન પણ નહીં જાય.
  • બાળકને રાત્રે સૂતા પહેલા અજમાનું પાણી પીવડાવો. તેને સતત બે-ત્રણ અઠવાડિયા સુધી આપો. એનાથી માટી ખાવાની ટેવ છૂટી જશે.
  • એકાદ બે લવિંગને પાણીમાં ઉકાળીને બાળકને સવારે-બપોરે અને સાંજે એક-એક ચમચી ભોજન કર્યા પછી આપો.
  • થોડા પાણીમાં કેરીના બીજનું ચૂરણ મિક્સ કરી દિવસમાં બે-ત્રણ વાર આપવાથી પેટના કીડા મરી જાય છે અને માટી ખાવાની ટેવ પણ છૂટી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.