Abtak Media Google News

સુંદર અને લાંબી ગરદન દરેક મહિલાનું સપનુ હોય છે. પ્રાચીન કાળી જ લાંબી ડોક સુંદરતાનું પ્રતિક બન્યું છે. પણ આજે હું તમને કોસ્મેટીક અને સર્જરીની વાત ની કરી રહી. કપાન અને પાદુઆંગની બાળકીઓ અને મહિલાઓ ખૂબ જ પીડાદાયક પધ્ધતિમાંથી પસાર થઇ ડોકમાં રીંગ પહેરે છે.

Befunky Collage 99આ રીંગનો વજન જ કિલોમાં હોય છે. ઘણી વખત તેને કારણે જ મહિલાઓની ડોક લાંબી થાય છે. કેમ કે આ રીંગનો વજન અને દબાણ એટલું હોય છે કે અસહ્ય પિડાદાયક બને છે. આજે પણ મ્યાનમારની મહિલાઓમાં ડોકની રીંગ સુંદરતાનું પ્રતિક છે. હવે તો નાની ઉમ્રથી જ છોકરીઓને આ પરંપરા મુજબ રીંગ પહેરાવવામાં આવે છે.

110625Pandaung3આ પરંપરા મુજબ રીંગ પહેરાવવામાં આવે છે. જે તેને તેના ભાવિ પતિ દ્વારા ભેટમાં આપવામાં આવે છે. આ રીંગ આશાવાદનું પણ પ્રતિક કહેવાય છે, વર્ષોથી રીંગ પહેરેલા વરિષ્ઠ મહિલા જણાવે છે કે આ રિંગ હવે તેની મૃત્યુ બાદ જ કાઢવામાં આવશે. લોકો સિંહના શિકારથી બચાવ માટે પણ રીંગ પહેરે છે. થાઇલેન્ડના પાહાડોમાં રહેતા કબીલાઓએ આજે પણ આ પરંપરાને જીવંત રાખી છે. કોપર અને કાંસાથી બનેલ વજનદાર રિંગોને ઘણી વખત બદલવામાં પણ આવે છે. જેને મહિલાઓ ખૂબ જ ઇન્જોય કરે છે. કારણ કે તેને પોતાની ગરદન જોવાનો, શ્વાસ લેવાની તક મુશ્કેલીથી મળે છે. રિંગ પહેરવી સંસ્કૃતિ અને સુંદરતાનો પ્રતિક છે. તેઓ પોતાની ગરદનને જીરાફ જેવી બનાવે છે. જેને જોવા માટે પર્યટકો દૂર-દૂરથી આવે છે. ગળામાં વજનદાર રિંગ પહેરવી ઘરાપણ સહેલી નથી કારણ કે આ પ્રક્રિયા ખૂબ જ પિડાદાયક હોય છે.

20060108 Burma 2700બે દશકા પહેલા કેરેની અને બર્કોસેમાં યુધ્ધ થતા મ્યાનમારના લોકો થાઇલેન્ડના પહાડો પર વસી ગયા તેને થાઇલેન્ડ સરકારે આશરે આપ્યો હતો. આજે તે હિલ્સ પર્યટન સ્થળ બની ચુકી છે. આ લોકો હાલ તેના પૌરાણીક સમયના હેન્ડીક્રાફ્ટ, વસ્તુઓ વહેંચી ગુજરાન ચલાવે છે. ઘણી મહિલાઓ વર્ષોથી ડોકમાં રિંગ ધારણ કરેલ છે તો આજે પર ૫ વર્ષની બાળકી પણ રિંગ પહેરવા માંગે છે, પરંપરાને તેમણે આજે પણ ઉજાગર રાખી છે. આ રિંગ પહેરવાથી ડોક, પીઠ પર અસહ્ય પિડા થાય છે. પરંતુ તેઓ સુંદરતા માટે સંસ્કૃતિને જીવંત રાખે છે.

Kayan Women Burma 1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.