Abtak Media Google News

5 જૂનના રોજ દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.આ દિવસની ઉજવણી કરવા પાછળ માણસને પર્યાવરણ અને પ્રકૃતિની સંભાળ લેવા માટે જાગૃત કરવાનો ઉદ્દેશ છે. વિશ્વમાં સતત વધતા પ્રદૂષણ અને ગ્લોબલવોર્મિંગની ચિંતાઓના પગલે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો.

જો કે દર વર્ષે આ દિવસ ઉજવવામાં તો આવે છે પરંતુ પર્યાવરણની સ્થિતી હજુ જેમની તેમ જ છે. પર્યાવરણની સતત ખરાબ થતી હાલત પાછળ જવાબદાર માણસોની જ કેટલીક આદતો છે.

એક વ્યક્તિના રોજિંદા જીવનમાં આ સ્થિતી સામાન્ય છે પરંતુ તેનાથી પર્યાવરણને નુકસાન થાય છે. જેમકે અનેક ટૂથપેસ્ટ બ્રાંડમાં પ્લાસ્ટિક માઈક્રોબીડ્સ મળી આવે છે. આ પ્રકારની વસ્તુઓ જે રોજ ઉપયોગમાં લેવાય છે તેનાથી 80 લાખ ટન કચરો દર વર્ષે સમુદ્રમાં જાય છે. આ કચરો સમુદ્રી જીવો અને વાતાવરણને નુકસાન કરે છે.

વિશ્વ પર્યાવરણ દિવસનો ઈતિહાસ

1972માં 5મી જૂને સ્ટોકહોમ ખાતે સમગ્ર વિશ્વના દેશોના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ થવા એકઠા થયા. પર્યાવરણની જાળવણી માટે એક જાહેરનામું પણ બહાર પાડ્યું. એના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા તા. 5મી જૂનનો દિવસ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. 5 જૂન 1974માં પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવામાં આવ્યો હતો.

લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે, લોકો પર્યાવરણ સુરક્ષા કાર્યમાં સહભાગી બને તે હેતુથી પ્રતિવર્ષ તા. 5મી જૂને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે 143થી વધુ દેશો વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં ભાગ લે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.