Abtak Media Google News

લગ્ન બાદ સાસરે જનારી દીકરીનું નામ મતદાર યાદીમાં ઉમેરવામાં જોવા મળતી ઉદાસીનતા સ્થાળાંતરનાં પ્રશ્ર્નો વગેરે કારણોસર મહિલા મતદારોનું પ્રમાણ ઓછુ હોવાનું તારણ

વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં લોકશાહીના મહાપર્વ એવી લોકસભાની ચૂંટણી ધામધૂમપૂર્વક યોજાઈ રહી છે. ત્યારે આ મહાપર્વની ઉજવણી માટે અતિ મહત્વની ગણી શકાય તેવી મતદાર યાદી તૈયાર થઈ ચૂકી છે. ગુજરાત રાજય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણી માટે જાહેર કરેલી આખરી મતદાર યાદીમાં ઉડીને આંખે વળગે તેવી બાબત સામે એ આવી છે કે રાજયમાં મહિલા મતદારોની સંખ્યા ઓછી છે. રાજયમાં નોંધાયેલા કુલ ૪.૫૧ કરોડ જેટલા મતદારોમા પુરૂષ મતદારોની સંખ્યા ૨.૩૪ કરોડ જયારે મહિલા મતદારોની સંખ્યા ૨.૧૭ કરોડની આસપાસ જોવા મળે છે. રાજયમાં મહિલા મતદારોની ઓછી સંખ્યા હોવા પાછળ અનેક પરિબળો કારણભૂત મનાય છે.

રાજયમાં વર્ષ ૨૦૦૧માં થયેલી વસ્તીગણતરીના આંકડાને ધ્યાનમાં લઈએ તો ૧૦૦૦ પુરૂષોએ ૮૮૩ સ્ત્રીઓ છે. જે ગુજરાતનાં ખરાબ સામાજીક ચહેરાને ખૂલ્લો પાડે છે. ચૂંટણી પહેલા મતદારોની થતી નોંધણી વખતે સ્ત્રીઓના નામ નોંધાવવામાં આવશે સામાન્ય રીતેએવી માન્યતા જોવામાં આવે છે કે દીકરીનાટુંક સમયમાં લગ્ન થઈ જવાના લગ્ન બાદ મતદાર યાદીમાં નામ લખાવવામાં આવે તો દીકરીના નામ પાછળ પતિના નામ ઉમેરવા નામમાં સુધારો કરવાની કડાકુટ ન કરવી ઉપરાંત સ્થાનાંતરીત મતદારોની સંખ્યા ૩૦ ટકા જેટલી છે કે જેઓ મતદાન નથી કરતા તેમાં લગ્ન બાદ સાસરે રહેવા જતી સ્ત્રીઓનો એક મોટો હિસ્સો છે.

ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગે છોકરીઓનાં લગ્ન નાની વયે જ કરી દેવામાં આવતા હોય છે.તેથી લગ્ન બાદ તેમનું સરનામું બદલી જતુ હોય છે. અને સમાજની માનસીકતા એ પ્રકારની બની રહી છે કે છોકરીઓએ મતદાન કરીને શું કરવાનું તેમને ચૂંટણી સાથે શુંવા દેવા ત્યારે આજે આ સ્થિતિને કારણે મહિલા મતદારોમાં ઉદાસીનતા પ્રવેશી છે. આ સાથે જ લગ્ન બાદ છોકરીઓનાં ચૂંટણી કાર્ડ તૈયાર કરવામાં આળશ કરવામાં આવે છે. તેને લીધે જ રાજકારણમાં મહિલા ઉમેદવારોને પણ પૂરતા પ્રમાણમાં ટીકીટો મળતી નથી. એક વોટની કિમંત બહુમૂલ્ય હોય છે. તે પરિણામ બાદ જ ખ્યાલ આવે છે. જોકે આજ બાબતમાં વયોવૃધ્ધ મહિલા મતદારોમાં જુદી પરિસ્થિતિ છે.

નિષ્ણાંતોનું કહેવું છે કે રાજયમાં મહિલા મતદારો ઘટયાનું એક કારા ૧૯૯૦માં સોનોગ્રાફી મશીનોની શોધનું પણ છે. તેની સીધી અસર મતદાર યાદીમાં જોવા મળી હતી. મહિલાઓ બાયોલોજીકલી વધુ સક્ષમ અને સ્વસ્થ માનવામાં આવે છે. મહિલાઓ પુરૂષોની સરખામણીએ વધુ સારૂ અને સ્વસ્થ જીવન જીવે છે. ત્યારે ભારતમાં અડધો અડધ વસ્તી મહિલાઓની છે. તે વાત હકિકત ખરી પરંતુ લોકશાહીના મહાપર્વમાં સમાજમાં મહિલા મતદાનની ઉદાસીનતા કયાંક લોકશાહી માટે નુકશાનકારક સાબીત થઈ શકે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.