Abtak Media Google News

ભારતીય ક્રિકેટ ટીમનો કપ્તાન વિરાટ કોહલી રોકોર્ડસ તોડવામાં મહાન છે તે પૂરવાર કરવા નાગપુર ખાતે લગાવેલી તેની બેવડી સદીની મદદથી તે દુનિયાનો એક માત્ર કપ્તાન બની ગયો છે. જેણે એક કેલેન્ડર વર્ષમાં ૧૦ સદી લગાવી હોય. તેના ત્રણેય ફોર્મેટમાં પાવરફૂલ પ્રદર્શન ઘણા યુવાઓ માટે પ્રેરણારુપ છે. વિરાટ તેની અસાધારણ રમત માટે જ નહિં પરંતુ તેની ફિટનેસ અને સ્વસ્થ રહેવા માટે પણ યુવાનોને પ્રેરણાનો સ્ત્રોત બની ગયો છે.

તેનું કસાયેલું શરીર પાછળ તેની મહેનત અને ખંત રહેલી છે. તેના એક ઇન્ટરવ્યુમાં તેણે જણાવેલું હતું કે તે ભૂતપૂર્વ ટીમ કોચ ડંકન પ્લેચરના આ અંગે પૂછવા પહેલા આટલો ફિટનેસ પ્રત્યે સજ્જ ન હતો, અને ત્યારબાદ જ તેનું ફિટનેસ પ્રત્યેનું સાવ દ્રષ્ટિકોણ બદલાય ગયું.

વિરાટ દેશને માટે તો પ્રદર્શનથી ગૌરવ અપાવી જ રહ્યો છે. ત્યાર તે તેના રુટિનમાં ટ્રેનિંગને અવશ્ય સામેલ કરે છે. આથી તે આટલો ફિટ અને કાર્યક્ષમ છે તેના મતે ફિટ રહેવું એટલે માનસિક રીતે મજબૂત હોવું

બધા એ જાણવા જોઇએ એવા કોહલીના આ છે ૧૦ ફિટનેસ અને ડાયટના સિક્રેટ્સ :

– રોજ કસરત કરો. ગમે તે થાય થોડો સમય શરીરને શારીરીક રીતે સક્રિય રાખો. કોહલી અઠવાડિયામાં ૫ દિવસ રોજ-બે કલાક તેના માટે ફાળવતો રહે છે.

– વધુ ખાઓ અને હદ્યને અનુકૂળ પડે તેવું ઘરે બનાવેલો ખોરાક વધુ ખાઓ. તમને ખબર હશે કે તેમાં કોઇ પ્રકારનાં પ્રિઝર્વેટિવ નથી કે જે તમારી હેલ્થને બગાડી શકે.

– શક્ય હોય ત્યાં સુધી જંક ફૂડ ખાવાનું ટાળો. ટાળવાનો મતલબ સાવ બંધ કરી દેવાનું તેમ નથી. પરંતુ એક લિમિટ નક્કી કરવી.

– તમારા બધા ખોરાકને આર્ગેનિક અને હેલ્ધી ખોરાકથી બદલી નાખો. એટલે તમને જ્યારે કંઇ ખાવાનું મન થાય ત્યારે બર્ગરને બદલે હાથવગી મગફળી કે સેન્ડવીચ ખાઓ…..

– જો તમે ડાયટ પર હોવ. તો તેમાં અચૂકપણે એકાદ ઠગ દિવસ  રાખો. આ ઠગ દિવસનો અર્થ એવો નથી કે તમે આજ સુધી જે મેળવ્યું તેને સાવ નકારીને ખાવાનું શરુ કરી દો.

– રાત્રિ સમયે હળવું જમો. સારા સ્ત્રોતમાંથી પોષકદ્રવ્યો મળે તે માટે થોડાં સૂપ, સલાડ, અને હલકાં તળેલાં શાકભાજી ખાઓ…

– પોતાની જાતને રોકો નહિં. અલગ-અલગ વાનગી ખાઓ. બસ પોતાને ક્યાં અટકવું જોઇએ એ ખબર હોવી જોઇએ. ડાયટ કરવું સારુ છે પણ કોઇ વસ્તુ વધુ પડતુ સારુ હોતું નથી.

– કસરત કરતી વખતે શરીરનો સ્ટેમિના અને તાકાત વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ, નહિં કે વજન ઉતારવા પર.

– શું તમને ખબર છે વિરાટ કોહલી ક્યારેય ડ્રિંક કે ધુ્રમપાન કરતો નથી ? આથી ડ્રિંક અને ધુ્રમપાન ન કરવું જોઇએ. તેનાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા ઘટે છે.

– કસરત હોય કે ડાયેટ વધુ મહત્વનું એ છે કે તમે તેને યોગ્ય રીતે, શીસ્તમાં પાલન કરતા રહો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.