Abtak Media Google News

રાજકોટ જિલ્લાની સમરસ ગ્રામ પંચાયતના સરપંચોનું સન્માન, આવાસ યોજના સહિતની સહાયના ચેકનું વિતરણ, એર બલુન હોસ્પિટલનું લોકાર્પણ, કોર્પોરેશનના વિવિધ રૂ. 82.49 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહુર્ત કરાશે

ગુજરાતના મુખ્યમંત્રી પદે ભુપેન્દ્રભાઇ પટેલ તાજેતરમાં 100 દિવસ પૂર્ણ કર્યા છે. પટેલ સરકારના 100 દિવસ પૂર્ણ થતા ગત રપમી રાજય સરકાર દ્વારા સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેનું આવતીકાલે રાજકોટ ખાતે સમાપન થશે. કાલે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે સમાપન સમારોહ યોજાશે આ પૂર્વે ભુપેન્દ્રભાઇ પટેલ રાજકોટમાં એરપોર્ટથી યાજ્ઞીર રોડ સ્થિત ડી.એચ. કોલેજ સુધી ભવ્ય રોડ-શો યોજી રાજકોટવાસીઓનું અભિવાન ઝીલશે.

રોડ-શો દરમિયાન રાજકોટમાં વિવિધ સમાજ દ્વારા સી.એમ.નું શાહી સ્વાગત કરવામાં આવશે. મુખ્યમંત્રીને આવકારવા પ0 થી વધુ સ્ટેજ બનાવવામાં આવશે. ઠેર-ઠેર પરંપરાગત રીતે તેઓનું સ્વાગત કરવામાં આવશે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ મુખ્યમંત્રીના રોડ-શોમાં સામેલ થશે. આ ઉપરાંત રાજય સરકારના અલગ અલગ વિભાગના પાંચ મંત્રીઓ કાલે રાજકોટમાં ધામા નાખશે મુખ્યમંત્રીનો ભરચકક કાર્યક્રમ રહેશે. અલગ અલગ વિકાસ કામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવશે.

મુખ્યમંત્રી આવતીકાલે સવારના 10:15 કલાકની આસપાસ રાજકોટ આવી પહોંચશે. અહીં એરપોર્ટ પહોંચ્યા બાદ તેઓ દ્વારા એરપોર્ટથી એક કલાકનો રોડ-શો યોજવામાં આવશે. જેમાં રાજકોટ શહેર ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન યોજવામાં આવશે અને મુખ્યમંત્રીનો રોડ-શોમાં વિવિધ સમાજ દ્વારા અદકેરુ સન્માન કરવામાં આવનાર છે. ત્યારબાદ 11:30 કલાકે ધર્મેન્દ્ર કોલેજ ખાતે મુખ્ય કાર્યક્રમ યોજવામાં આવનાર છે.

ધર્મેન્દ્ર કોલેજમાં રાજકોટ જિલ્લામાંથી સમરસ થયેલા 130 સરપંચોનું સન્માન કરવામાં આવનાર છે અને રાજ્ય સરકાર દ્વારા સમરસ ગ્રામ પંચાયતો માટે જાહેર કરવામાં આવેલી ગ્રાન્ટનું વિતરણ કરવામાં આવશે. ત્યારબાદ પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત જૂદા જુદા સહાયના લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવનાર છે. અને ધર્મેન્દ્ર કોલેજ ખાતેથી મુખ્યમંત્રીના હસ્તે ચૌધરી હાઇસ્કૂલમાં રૂા.3.50 કરોડના ખર્ચે કોરોનાની સારવાર માટે 100 બેડની એરબલુન હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. તેનું ઇ-લોકાર્પણ કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું 2ાજકોટ મહાનગ2 ખાતે ભવ્યાતિભવ્ય સન્માન અને 2ોડ-શો કાર્યક્રમ એ2પોર્ટથી ધર્મેન્દ્ર કોલેજ સુધીના રૂટ પ2 મુખ્યમંત્રીનું પુષ્પવર્ષા અને ફુલોની પાંખડીથી સ્વાગત ક2ાશે તેમજ સમગ્ર રૂટ ઉપ2 દેશભક્તિના ગીતો, ડી.જે., બેન્ડની સુ2ાવલિઓ, આકર્ષક ફલોટ, હોડીંગ્સ, પાર્ટીના ઝંડા-ઝંડીથી શણગા2વામાં આવશે.

આ ઉપરાંત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના  હસ્તે રાજકોટ મહાનગરપાલિકાના રૂ. 82.49 કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ તથા ખાતમુર્હુત કરવામાં આવશે.

જેમાં રૂ. 1.35 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટ પ્લાન્ટ, વોર્ડ નં. 18 માં રૂ.3.01 કરોડના ખર્ચે નવું બનાવવામાં આવેલ પ્રાથમિક શાળાનું નવું બિલ્ડીંગ, વોર્ડ નં. 13 માં રૂ. 2.31 કરોડના ખર્ચે શ્યામાપ્રસાદ મુખર્જી શાળા નં. 69 નુ નવું બિલ્ડીંગ, રૂ. 7 કરોડના ખર્ચે પી.પી.પી. યોજના હેઠળ નિર્માણ પામેલ આવાસોનું તથા રૂ. 20.12 કરોડના ખર્ચે 81 મિ. હાઈડ્રોલિક પ્લેટફોર્મનુ લોકાર્પણ તેમજ વોર્ડ નં.11 માં  રૂ. 0.33 કરોડના ખર્ચે બનાવવામાં આવનાર બગીચાનું, રૂ. 43.03 કરોડના ખર્ચે ન્યારી-1 ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન સુધી 1200 વ્યાસ ની એમ.એસ. પાઈપલાઈન તથા વોર્ડ નં. 3 માં રૂ. 5.07 કરોડના ખર્ચે એઈમ્સ રસ્તા પર માઈનોર બ્રિજનુ  ખાતમુર્હુત કરવામાં આવશે. આમ, આ કાર્યક્રમમાં રૂ. 33.79 કરોડના વિકાસ કામોના લોકાર્પણ તથા રૂ. 48.70 કરોડના વિકાસ કામોના ખાતમુર્હુત થનાર છે.

આ પ્રસંગે  પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શિક્ષણ વિભાગના  મંત્રી  જીતુભાઈ વાધાણી, ગ્રામ્ય વિકાસ ભાગના મંત્રી અર્જુન સિંહ ચૌહાણ , ગૃહ વિભાગના  મંત્રી હર્ષકુમાર સંધવી,વાહન વ્યવહાર વિભાગના  મંત્રી અરવિંદભાઈ રૈયાણી, શ્રમ અને રોજગાર વિભાગના  મંત્રી બ્રિજેશભાઇ મેરજા ઉપસ્થિત રહેશે.

આ તકે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડરીયા, પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક, રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા, કુંવરજીભાઇ બાવળીયા, ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, ગીતાબા જાડેજા, લલીતભાઇ વસોયા, રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમ,ખ ભુપતભાઇ બોદર અને મેયર ડો. પ્રદિપભાઇ ડવ પણ હાજરી આપશે.

સી.આર. પાટીલ મુખ્યમંત્રી સાથે આવશે ખરા પણ રોડ-શોમાં નહીં જોડાઇ

રોડ-શોનો આરંભ કરાવી પ્રદેશ પ્રમુખ ધ્રોલમાં ભુચર મોરી શૌર્ય કથામાં સામેલ થવા નીકળ જશે

આવતીકાલે રાજકોટમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનો રોડ-શો સહિતના વિવિધ કાર્યક્રમો યોજાવાના છે. સામાન્ય રીતે સી.એમ.ના મોટાભાગના કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિ જોવા મળે છે. પરંતુ આવતીકાલે સી.આર. પાટીલ સી.એમ. ભુપેન્દ્રભાઇ સાથે એક જ પ્લેનમાં બેસી રાજકોટ ચોકકસ આવશે પરંતુ તેઓ રોડ-શોમાં રાજકોટવાસીઓનું અભિવાદન ઝીલવા માટે નહી જોડાઇ, એરપોર્ટ ખાતે તેઓ રોડ-શોનો આરંભ કરાવી ધ્રોલમાં ભૂચર મોરી શૌર્ય કથા સપ્તાહમાં સામેલ થવા માટે નીકળી જશે.

વિજયભાઇ રૂપાણીની છત્રછાયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને ‘મોટા’ કરાશે

રોડ-શોમાં મુખ્યમંત્રી સાથે પૂર્વ મુખ્યમંત્રી પણ જોડાશે: ડી.એચ. કોલેજના કાર્યક્રમમાં પણ વિજયભાઇ રૂપાણી અતિથી વિશેષ

મુખ્યમંત્રી પદે સત્તારૂઢ થયા બાદ ભુપેન્દ્રભાઇ પટેલ આવતીકાલે સત્તાવાર રીતે પ્રથમવાર રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રીના હોમ ટાઉનમાં વર્તમાન મુખ્યમંત્રી રોડ-શો કરી શકિત પ્રદર્શન કરશે જો કે વિજયભાઇ રૂપાણીની છત્રવાયામાં ભૂપેન્દ્રભાઇ પટેલને મોટા કરવામાં આવશે. રોડ-શોમાં સી.એમ. સાથે પૂર્વ મુખ્યપ્રધાન જોડાશે આ ઉપરાંત ડી.એચ. કોલેજ ખાતે યોજનારા મુખ્ય કાર્યક્રમમાં પણ વિજયભાઇ રૂપાણીની વિશેષ ઉ5સ્થિતિ રહેશે.

મુખ્યમંત્રી પદ રાજકોટ પાસેથી છાનવી લેવાયુ હોવા છતાં જનતામાં કોઇ નારાજગી નથી તે પ્રસ્થાપીત કરવાના એક માત્ર ઉદેશ સાથે કોરોનાની ત્રીજી લહેરનો આરંભ થઇ ગયો હોવા છતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને રાજકોટમાં રોડ-શો કરવાનો મોહ જાગ્યો છે. આવતીકાલે મુખ્યમંત્રીનો રાજકોટમાં એરપોર્ટથી લઇ યાજ્ઞીક રોડ પર ડી.એચ. કોલેજ સુધીના રોડ-શો યોજાશે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની છત્રછાયામાં સૌરાષ્ટ્રમાં ભુપેન્દ્રભાઇ પટેલને મોટા કરવામાં આવશે. સૌરાષ્ટ્રની પર બેઠકો જીતવા માટે વિજયભાઇને આગળ રાખવા સિવાય ભાજપ પાસે કોઇ છુટકો નથી. ચૂંટણીના આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રીનું વજન ઉભુ કરવા ભાજપે વ્યહુરચના ઘડવાનું શરૂ કરી દીધું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.