Abtak Media Google News

સોનાને સ્ત્રીધન કહેવામાં આવે છે. સોનાને સંકટ સમયની સાંકળ કહેવાય છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં સોનાના દાગીના માટે હોલમાર્ક ફરજીયાત બનાવવાના કાયદાનો તા.15 જૂનથી અમલ કરવામાં આવ્યો છે. જેનો તબકકાવાર અમલ કરવામાં આવશે.

હોલમાર્કિંગ નિયમથી સોનાના દાગીનાના ખરીદી વેચાણમાં ઉભું થશે ‘વિશ્વાસ’નું વાતાવરણ

મિનિસ્ટ્રી ઓફ ક્ધસ્યુમર એફરર્સ, ફૂડ એન્ડ પબ્લીક ડિસ્ટ્રીબ્યુશ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે 40 લાખ સુધીનાં ટર્નઓવર ધરાવતા સોનીઓને હોલમાર્કીંગમાંથી મૂકતી આપવામાં આવે.

સોનાના વેચાણ, વેપારમાં ગુણવતાનું પ્રમાણ જળવાઈ રહે અને છેતરપીંડી ન થાય તે માટે દાગીના વેંચનારાઓ માટે નિશ્ર્ચિત કેરેટની જાળવણી સાથે હોલમાર્કીંગ ફરજીયાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. કોઈપણ દાગીના ઉત્પાદકને ઘરેણું બનાવ્યા બાદ તેને સરકાર દ્વારા પ્રમાણીત કરવામાં આવેલી સંસ્થા પાસે દાગીનામાં કેટલા કેરેટનું સોનું વાપરવામાં આવ્યું છે. સરકાર દ્વારા પ્રમાણીત કરવામાં આવેલા શુધ્ધતાની પ્રમાણીત કેરેટ મુજબનું જ સોનું દાગીનામાં વાપરવામાં આવ્યું હોવાની ચકાસણી કરાવીને હોલમાર્ક કરાવાનં રહેશે.

Gold 1

આ હોલમાર્કીંગનું પ્રમાણપત્ર મેળવ્યા પછી જ સોનાના દાગીનાનું વેંચાણ કરી શકાશે. તા.15 જૂનથી હોલમાર્કિંગ ફરજીયાતદ કરવામાં આવ્યું છે. જેની તબકકાવાર અમલવારી કરવામાં આવશે અને આ નિયમમાં બાંધછોડ કરી હોલમાકિંગ કર્યા વગરનું ધરેણું વેચનારને દાગીનાની કિંમતથી નિશ્ર્ચિત પ્રમાણમાં દંડથી લઈને એક વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

હોલમાર્કિંગની પ્રથાથી ગ્રાહકોને ગુણવતા સભર અને શુધ્ધતાવાળું ધરેણું ઉપલબ્ધ થશે. સોનાની શુધ્ધતા નટચથનું પ્રમાણ જાળવવા માટે ફરજીયાત બનેલા હોલમાર્કિંગના નિયમથી સોનાની શુધ્ધતા નટચથ જળવાઈ રહેશે. અને છેતરપીંડીના બનાવો અંકુશમાં આવશે.

ટચ એટલે સોનામાં કેટલી પ્યોરીટી રહેલી છે. કેટલી શુધ્ધતા છે. કયારે દાગીનો કેવું સોનું કેટલા કેરેટનો છે તે ચેક કરવું હોય તેને ટેસ્ટીંગ સેન્ટર (ટચ) કહેવામાં આવે છે. સોનાના ટચ માટે ઘણી બધી રીતની પ્રક્રિયાઓ હોય અમુક કેમીકલ પ્રોસેસ થતી હોય, મશીનરી પ્રોસેસ થતી હોય અમુકમાં બંને પ્રોસેસ થતી હોય.

આપણે ત્યાં સૌરાષ્ટ્રની આધુનિક ટેકનોલોજી વાળી લેબોરેટરી છે.તેમાં આપણે 84 પ્લસ મેટલસોનું આપણે ટેસ્ટીંગ કરી રહ્યા અને બધી મેટલસો હાઈલી કેલીબ્રેટેડ મશીનમાં રીપોટીંગ કરવામા આવે. જેમાં પર્ફેકટ એકયુરસીમાં આપવામાં આવે છે. બીઆઈએસ. હોલમાર્કેટ સેન્ટર દ્વારા બંને પધ્ધતિને સાથે જોડી કામ કરવામાં આવે તેના ઉપરથી દાગીનાના કેટલા કેરેટ, કેટલી પ્યોરીટી છે તે રીઝલ્ટ આપી ગ્રાહકોને સર્વીસ પુરી પાડે છે.

સોનામાં 22 કેરેટ, 11 કેરેટ, 14 કેરેટ જે પ્યોરીટી જોતી હોય તે પ્યોરીટીમાં ક્ધટેઈન મેળવવા પડે અને તેને સાથે મેલ્ટ કરી ઓગાળીએ ત્યારે બધા કેરેટ રેડી થતા હોય છે. તે મેલ્ટીંગ બાદ પૂરા થયાબાદ ટેસ્ટીગ માટે આવે. ત્યારબાદ જેતે કેરેટનું છે કે કેમ તેની પ્યોરીટી માટે રીપોટીંગમાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.