Abtak Media Google News

ઓબીસી સમાજનું પ્રભુત્વ વધુ હોય તેવી બેઠકો ઉપર ધ્યાન કેન્દ્રીત કરતું ભાજપ

વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે કયાં પક્ષ તરફ કયાં સમાજનો ઝુકાવ વધુ છે. તે અંગે અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યાં છે. પાટીદાર અનામત આંદોલનના કારણે કેટલાક પાટીદારો ભાજપથી રોષીત છે તેવું માનવામાં આવે છે. જો કે, આગામી ચૂંટણીનું પરિણામ આ મામલે ખુલાસો કરશે. બીજી તરફ ઓબીસી સમાજ ભાજપ માટે તારણહાર બની રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે.

Advertisement

ઓબીસી સમાજનું પ્રભુત્વ અનેક સીટો પર છે. અત્યાર સુધી પાટીદારના ઝુકાવ અંગે તર્ક-વિતર્ક થઈ રહ્યાં હતા પરંતુ હવે ઓબીસી સમાજ કયાં પક્ષે મતદાન કરશે તે અંગેની ચર્ચા છેડાઈ છે. ઓબીસી સમાજ ભાજપને મતદાન કરશે તેવું માનવામાં આવે છે. ભાજપે આ માટે ગણતરી શ‚ કરી દીધી છે. જયાં જયાં ભાજપ નબળુ છે ત્યાં ત્યાં ભાજપે ઓબીસી સમાજને રીઝવવાનું શ‚ કરી દીધુ છે. અમરેલી, ધારી,લાઠી, રાજુલા, સાવરકુંડલા સહિતના સ્થળોએ લેઉઆ પાટીદાર સમાજનું પ્રભુત્વ છે. ૨૦૧૨માં જીપીપી સામે અહીં ભાજપે સારી ટકકર આપી હતી. બીજી તરફ રાજુલા જેવી બેઠક પર જયાં પાટીદારોનું પ્રભુત્વ ૫ ટકા અને કોળી સમાજનું પ્રભુત્વ ૨૫ ટકા જેવું છે ત્યાં પણ ભાજપે નજર કશી છે.

વર્ષ ૨૦૧૫ની સ્થાનિક ચૂંટણી કરતા આ વખતે પરિસ્થિતિ જુદી દેખાઈ રહી છે. આ વખતે ભાજપનું પલડુ કોંગ્રેસ કરતા ભારે હોવાની ધારણા છે. ભાજપ તરફ પાટીદારનો રોષ હોય તેવું ભલે કહેવાતું હોય પરંતુ મતદાનની પરિસ્થિતિ જુદી છે. ભાજપ પાટીદારોને મનાવી લેશે તેમજ ઓબીસીના મત પણ મેળવશે તેવું નિષ્ણાંતોનું માનવું છે.

માણસા રેલીની પરવાનગી ન લેતા હાર્દિક સામે ગુનો નોંધાયો

માણસામાં પરવાનગી વગર રેલીનું આયોજન કરવા સબબ પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ તેમજ પાસના અન્ય ૭ સભ્યો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. વિગત મુજબ માણસામાં હાર્દિકને પ્રાથમિક તબકકે રેલી યોજવાની પરવાનગી અપાઈ હતી. જો કે, ત્યારબાદ માણસા પોલીસે રિપોર્ટ સબમીટ કરતા આ રેલીને કેન્સલ કરવાનો આદેશ અપાયો હતો. પરંતુ રેલીનું આયોજન થયું હતું. માટે પોલીસે હાર્દિક પટેલ, દિનેશ બાંભણીયા, દિલીપ પટેલ, અતુલ પટેલ, વિજય મંગુકીયા અને ગોપાલ ઈટાલીયા સામે ફરિયાદ નોંધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.