Abtak Media Google News

લોકસભાની ચુંટણી માટે ઉમેદવારી પત્ર ભરવા માટે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે સતત અવનવા રાજકીય ફણગા ફુટતા રહે છે. ગાંધીનગર બેઠક પર ભાજપે તેના વરિષ્ઠ નેતા બાલકૃષ્ણ અડવાણીની ટીકીટ કાપીને પક્ષના રાષ્ટ્રીય અઘ્યક્ષ અમિત શાહને ઉતારીને આ બેઠક રાષ્ટ્રીય નેતા માટે જ હોવાનું પુરવાર કરવાનો પ્રયાસ કર્યો છે. અમિત શાહ માટે સુરક્ષિત ગણાતી આ બેઠક પર એનસીપીએ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને મેદાનમાં ઉતારવાનું મન બનાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ બેઠક પર તાજેતરમાં એનસીપીમાં જોડાયેલા અને રાષ્ટ્રીય મહામંત્રીતરીકે વરાયેલા શંકરસિંહ વાઘેલા ચૂંટણી લડશે તેવી વિગતો પહેલા પણ ઉઠવા પામી હતી પરંતુ જેતે સમયે શંકરસિંહે આ વાતોને ખોટી ગણાવીને તેઓ આ બેઠક પર લડતા નથી તેવું જાહેર કર્યું હતુ.પરંતુ આગામી ચૂંટણીમાંકોંગ્રેસ અને એન્સીપી વચ્ચે રાજયમાં ગઠબંધન શકય બન્યું નથી ત્યારે એનસીપીએએકલાહાથે રાજયની તમામ ૨૬ બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.

જેના ભાગરૂપે એનસીપીએ શંકરસિંહ વાઘલાને ગાંધીનગર બેઠક પરચૂંટણી લડાવવાનો નિર્ણય કર્યો છે. આ અંગે પાટીલે ગુજરાત પ્રમુખ જયંત પટેલ બોસ્કીએ જણાવ્યું હતુ કે અમોએ શંકરસિંહ બાપુનો આ બેઠક પર લડવા વિનંતી કરી છે.

તેઓ આ બેઠક પર લડશે કે કેમ? તે અંગે તેઓ આખરી નિર્ણય લેશે આ અંગે શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતુ કેતેઓએ આ બેઠક પર ચૂંટણી લડવી કે કેમ? તે અંગે શરદ પવારનીઈચ્છા જાણવાનો પ્રયાસ કર્યો છે. તેમનો જવાબ આવ્યા બાદ નિર્ણય કરાશે આજે સાંજ સુધીમાં આ મુદે આખરી નિર્ણય લેવાઈ જશે.

આ બેઠક પર કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય ડો. સી.જે. ચાવડાને ઉતારવાની જાહેરાત કરી છે. જેથી આ બેઠક પર ત્રિપાંખીયો જંગ થવાની સંભાવના છે. જેનો સીધો ફાયદો ભાજપને થવાની શકયતાઓ રાજકીય વિશ્ર્લેષકો જોઈ રહ્યા છે. આ બેઠક પર વાઘેલા ૨૦૦૯ અને ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી લડીને હારનો સામનો કરી ચૂકયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.