Abtak Media Google News

એક વર્ષના અભ્યાસમાં પુરૂ શિક્ષણ મળશે કે કેમ?

ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ કે જે ભારતની સૌથી મોટી મેનેજમેનટ ઇન્સ્ટીટયુટ આવેલી છે. આઇ.આઇ.એમ. ખાતે મેનેજમેન્ટ માટેના અલગ અલગ કોર્ષ અલગ અલગ સમય મર્યાદામાં થતાં હોય છે. બેગ્લોર સ્થીત આઇ.આઇ.એમ. એ ભારતની ઉત્તમ મેનેજમેન્ટ સંસ્થા માનવામાં આવે છે. ત્યારે આઇ.આઇ.એમ. દ્વારા મેનેજમેન્ટનો કોર્ષ એક વર્ષનો કરવામાં આવ્યો છે. ત્યારે સંસ્થાના આ નિર્ણયથી સંસ્થાની વિશ્ર્વસનીયતા પર સવાલ આવશે કે કેમ તે પ્રશ્ર્ન હલ થઇ રહ્યો છે. એક વર્ષની ડીગ્રી કોર્ષ કરવામાં આવશે તો જે વિઘાર્થીઓને શિખવાનું હોય તે સંપૂર્ણ શીખી શકશે કે કેમ તેવા પ્રશ્ર્નો સંભવીત થઇ રહ્યા છે. કેન્દ્રીય એસ.આર.ડી. મંત્રાલય દ્વારા ભારતીય મેનેજમેન્ટ ઓફ ઇન્ડીયાને એમબીએની ડીગ્રી એક વર્ષની આપવામાં આવે ત્યારે ડીરેકટરી દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ અંગે સરકાર તેમજ મેનેજમેન્ટ ચર્ચા વિચારણા કરશે એ વસ્તુનું ઘ્યાન પણ રાખવું જરૂરી રહે છે કે યુજીસી એકટ ૧૯૫૬ પણ જળવાયેલી રહે તેનું ખાસ ઘ્યાન રાખવું જરુરી બને છે. આઇ.આઇ.એમ. એકટ દ્વારા આઇ.આઇ.એમ. ને પોતાની નીર્ણય લેવ માટે છુટછારો ધરાવે છે. ડીરેકટર રઘુરામએ આ મુદ્દે ઇટીના સવાલનો જવાબ આપ્યો હતો. વિઘાર્થીઓના હિતને ઘ્યાનમાં રાખી આ વિશે આઇ.આઇ.એમ. ના ઉચ્ચ હોદેદારોની સાથે ચર્ચા વિચારણા કરી એસ.આર.ડી. મંત્રાલયને રજુઆત કરવામાં આવશે તેમજ આઇ.એમ. કલકતાના ડિરેકટર અંજુ શેઠે આ બાબતે જણાવતા કહ્યું હતું કે આ મુદ્દાને તમામને હીતમાં સરકાર સાથે જુદા જુદા સ્તરે વિચારણા કરવામાં આવશે અને ત્યારબાદ જ બદલાવો કરવામાં આવશે. જો કે હાલ આઇ.આઇ.એમ. દ્વારા તેમનું શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ નું બીજું સત્ર ઓનલાઇન ચાલુ કરી દેવામાં આવ્યું છે. જો કે આઇ.આઇ.એમ. વર્ષોથી મેનેજમેન્ટના ઘણા કોર્ષ એક વર્ષના સમય મર્યાદામાં ચલાવવામાં આવી રહ્યા છે. અને રાજયપાલની મંજુરી મળ્યા બાદથી વર્ષ ૨૦૧૯થી તેવા કોર્ષને ડીગ્રી પણ આપવામાં આવી રહી છે.

એક વર્ષનો રહેણાંક કોર્ષ ૧૪ વર્ષ પાછળ જ આવે છે પરંતુ આ કોર્ષમાં અભ્યાસ કરનારા વિઘાર્થીઓ ખુબ સારી રીતે દેખાવ કરી રહ્યા છે. આઇ. આઇ. એમ. અમદાવાદના ડીરેકટર એરોલ ડી. સુરા ઇટીના પ્રશ્ર્નો બાબતે કોઇ પ્રતિક્રિયા આપી નથી પરંતુ જાણકાર વ્યકિતઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.  આઇ.આઇ.એમ. નો એમ.બી.એ.ના એક વર્ષનો કોર્ષ કરવાની એસ.આર.ડી. દ્વારા કરવામાં આવેલી ભલામણથી આઇ.આઇ.એમ. પર રહેલી ભારતીયોનો વિશ્ર્વાસ પણ કયારેય ડગી શકે છે તો એક વર્ષના કોર્ષમાં વિઘાર્થીનીને કેટલું નોલેજ મળશે તેનો પ્રશ્ર્ન પણ ઉદ્દભવ થશે જે અંગે આઇ.આઇ.એમ. પણ ચિંતીત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.