Abtak Media Google News

એશિયાટિક લાયનને સાસણથી મધ્ય પ્રદેશના કુનોમાં સ્થળાંતરિત કરવા મામલે ક્ધટેમ્પ્ટ પિટિશન થઈ

શું સિંહોનું નવું ઘર “કુનો બનશે? જી હા, સાસણગીરના સિંહને મધ્યપ્રદેશના કુનો પાલપુરમાં ખસેડવા મામલે સુપ્રીમ કોર્ટે આપેલા ઓર્ડરની અવમાનના બદલ ક્ધટેમ્પ્ટ પિટિશન થઈ છે. આ પિટિશન પરથી સુપ્રીમ કોર્ટે ગુજરાત રાજય સરકાર અને કેન્દ્ર સરકારને નોટીસ મોકલી છે.

૨૦૧૩માં સરકારને સુપ્રીમ કોર્ટે સાસણ ગીરના સિંહોના ટ્રાન્સ લોકેશન માટે આદેશ આપ્યા હતો. જેમાં સાસણ ગીરના અમુક સિંહોની સંખ્યા મધ્યપ્રદેશના કુનો પાલપુર અભ્યારણમાં સ્થળાતરિત કરવા કહેવામાં આવ્યું હતુ પરંતુ હજુ સુધી આનો અમલ નથી થયો તેમ જણાવીને વાઈલ્ડ લાઈફ એકિટવીસ્ટ અજય દુબેએ સુપ્રીમ કોર્ટમાં ક્ધટેમ્પ પિટિશન કરી છે.

આ મામલાની વધુ સુનાવણી આગામી જાન્યુઆરીમાં હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે તારીખ ૧૫ એપ્રિલ ૨૦૧૩ના રોજ ગીરના એશિયાટિક સિંહોને કુનો પાલપુર અભ્યારણમાં સ્થળાંતરિત કરવા માટે ઓર્ડર આપ્યો હતો. હાલ તૂર્ત તો ક્ધટેમ્પ્ટ પિટિશનનાં આધારે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને નોટિસ મોકલીને કોર્ટના આદેશનું પાલન કેમ કરવામાં નથી આવ્યું તેનો જવાબ માગ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.