Abtak Media Google News

પાની રે… પાની તેરા રંગ કૈસા…

સતલજ યમુનાનું જોડાણ પંજાબને ભડકે બાળશે: કેપ્ટન અમરીન્દર

વિશ્વ આખાએ બે વિશ્વ યુદ્ધની ભયાનકતા જોઈ લીધી છે અને હવે ત્રીજુ વિશ્ર્વ યુદ્ધ પાણીના કારણે ફાટી નીકળશે તેવી માન્યતા પણ છે. અત્યારથી જ પાણીની ખેંચતાણ રાજ્ય-રાજ્ય કે દેશ-દેશ વચ્ચે થવા લાગી છે. લાખો લોકોનો ભોગ પાણીના કારણે વિશ્વમાં લેવાઈ ચૂકયો છે. ત્યારે ફરીથી સતલજ યમુનાના જોડાણના કારણે પરિવારો બરબાદ થાય તેવી આશંકા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરીન્દરસિંગે વ્યકત કરી છે. સામાન્ય રીતે પાણી જે વસ્તુ કે દ્રવ્યમાં સમાઈ જાય તેવા પ્રકારનું થઈ જાય છે. આ માટે વર્ષોથી ‘પાની રે.. પાની તેરા રંગ કૈસા..’ જેવા ગીત પણ લોકજીભે ચર્ચાય છે.

યમુનાજી પ્રત્યે વૈષ્ણવોને અખુટ ભાવના છે. સતલજ નદીનું પાણી હવે પંજાબમાં લોહીયાળ જંગ આણી શકે છે. વર્ષો પહેલા પંજાબમાં હરિયાળી ક્રાંતિ લાવવા માટે  ભાખરાનાગલ સહિતના ડેમની કલ્પના કરવામાં આવી હતી. ધીમીગતિએ આ યોજના સાકાર થઈ હતી. પરંતુ ત્યારબાદ પાણી રોકવાની હિમાકતના કારણે મુસીબત સર્જાઈ છે. અનેક નદીઓ હિમાલયમાંથી નીકળે છે. ભગવાન શિવ હિમાલયમાં વસે છે. ત્યારે હિમાલયમાંથી આવતી નદીઓ પાણી ઉપર દાવો કરવાની નીતિ પણ વકરી છે.

પંજાબના મુખ્યમંત્રી અમરીન્દરસિંઘે વિડીયો કોન્ફરન્સના માઘ્યમથી કેન્દ્રીય જલ શકિત મંત્રી  ગજેન્દ્રસિંઘ શેખાવતને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે સતલજ, યમુના લીંકથી દેશની સલામતિને ખતરો હોવા અંગે દહેશત વ્યકત કરી છે અને પાણી વહેચણી માટે ત્રિબ્યુનલની રચના કરવાની માંગણી કરી છે.

જળ શકિત મંત્રી સાથે વિડીયો કોન્ફરન્સથી કરેલી વાતચીતમાં મુખ્યમંત્રી અમરીન્દર સિંઘે જણાવ્યું હતું કે અમે પંજાબ માટે યમુના સહિતના સ્ત્રોતમાંથી જરૂરીયાત મુજબ પૂરતું પાણી આપવા માંગણી કરી છે.

જો કેન્દ્ર સરકાર સતલજ યમુના લીંક તરફ આગળ વધશે તો પંજાબ સળગી ઉઠશે અને બાદમાં એ રાષ્ટ્રીય સમસ્યા બનશે. જેથી આગ હરિયાણા અને રાજસ્થાનમાં પણ ભભૂકશે.

બાદમાં તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રીય જલ શકિત મંત્રી સાથેની વાતચીત સફળ રહી છે અને મંત્રી અમારો મુદ્દો સમજી શકયા છે. પાકિસ્તાન ભાગલાવાદી પ્રવૃતિ થકી પંજાબમાં મુશ્કેલી ઉભી કરવા પ્રયાસો કરે છે તેમાં વળી આ પાણી વહેચણીનો મુદ્દો વધુ સળગાવશે.

પંજાબને સળગતું રોકવા માટે ર૦૦૪ મા થયેલી પાણી વહેંચણીની સંઘી રદ કરવા અને રાજયના અશાંત સ્થિતિમાંથી બચાવવા પણ તેમણે રજુઆત કરી હતી. રાજયના ૧ર૮ વિભાગોમાંથી ૧૦૯ વિભાગો ડાર્ક ઝોન જાહેર કરાયા છે. ત્યારથી સ્થિતિ વધુ બગડી છે.

સતલજ-યમુના સંપર્ક નહેરનો વિરોધ ઘણા સમયથી થતો આવ્યો હતો. જો પંજાબની સાથે હરિયાણાને પણ પાણીની વહેંચણી કરવામાં આવશે તો પંજાબ ભડકે બળશે તેવી દહેશત કેપ્ટન અમરિન્દરસિંહે ઉચ્ચારી છે. આ બાબતે પણ ઉકેલ પણ આપ્યા છે જેમાં આંતરરાષ્ટ્રીય નિયમ પ્રમાણે દર ૨૫ વર્ષે રીવ્યૂ કરવો, ૪૦ વર્ષ પહેલા ઇરાડી કમિશન દ્વારા થયેલી પાણી વહેંચણી દરખાસ્ત માનવી સહિતના મુદાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.