Abtak Media Google News

ભારત લીડ લઇ ઓસ્ટ્રેલિયા પર દબાણ ઉભું કરશે? કેમ કે ત્રીજી અને ચોથી ઇનિંગમાં પીચ પર ટકી રહેવું બેટ્સમેનો માટે પડકારજનક સાબિત થશે

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલા બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ બીજી મેચનો પહેલા દિવસ તો ભારતીય બોલરોના નામે રહ્યો હતો. પહેલો દિવસ પૂરો થવા સુધીમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 21/0 રહ્યો હતો. રોહિત શર્મા 13 રને અને કેએલ રાહુલ 4 રને ક્રિઝ પર હતા. જો કે હવે બીજી ટેસ્ટનો આજનો બીજો દિવસ ખુબ જ નિર્ણાયક સાબિત થઇ શકે તેમ છે કેમ કે આજે ભારત પૂરો દિવસ બેટિંગ કરે તો સારી લીડ મેળવી શકે તેમ છે અને ભારત લીડ લઈને ઓસ્ટ્રેલિયા પર માનસિક દબાણ ઉભું કરી શકશે? કેમ કે પ્રથમ ટેસ્ટ મેચમાં પણ ભારતીય ટીમે પ્રથમ ઇનિંગમાં જ 200 રનની લીડ મેળવી હતી અને તે ભારતની જીત માટે નિર્ણાયક સાબિત થયું હતું.

Advertisement

જો ભારતીય ટિમ લીડ મેળવશે તો ચોકકસ મેચમાં પોતાની પકડ મજબૂત બનાવી લેશે. દિલ્હીની પીચમાં ત્રીજી અને ચોથી ઇનિંગમાં રમવું બેટ્સમેનો માટે પડકારજનક સાબિત થશે.આજે બીજા દિવસે ભારતીય ટીમના બેટરોએ ખુબ જ સારી શરૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પેહલી ઇનિંગમાં 263 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ 4 વિકેટ ઝડપી હતી, જ્યારે રવીંચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાને 3-3 વિકેટ મળી હતી. ઓસ્ટ્રલિયા તરફથી સૌથી વધુ ઉસ્માન ખ્વાજાએ 81 રન બનાવ્યા હતા. તો પીટર હેન્ડ્સકોમ્બે 72 રનની મહત્ત્વની ઇનિંગ રમી હતી. કેપ્ટન પૈટ કમિન્સે 33 રન કર્યા હતા.

ભારત-ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ હોટસ્ટાર પર પ્રથમ દિવસે ઠપ્પ

હોટસ્ટારે છેલ્લી ઘડીએ ડોમેઈન બદલાવતા દર્શકો પરેશાન

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ હતી, જેનું ઘઝઝ ટેલિકાસ્ટ ઉશતક્ષયુ+ ઇંજ્ઞતિંફિિં પર થઈ રહ્યું હતુ.પ્રથમ દિવસે મેચની વચ્ચે પ્લેટફોર્મ અચાનક જ ડાઉન થઈ ગયું હતું. ડાઉન ડિટેક્ટર પર પણ મોટી સંખ્યામાં લોકો આ અંગે ફરિયાદ કરી હતી. કોઈપણ પ્લેટફોર્મ, મોબાઈલ, લેપટોપ કે ટીવી પર ઉશતક્ષયુ+ ઇંજ્ઞતિંફિિં એક્સેસ કરી શકતા ન હતા. હોટસ્ટારે છેલ્લી ઘડીએ ડોમેઈન બદલાવતા દર્શકો પરેશાન થઇ ગયા હતા.

બપોરે 12 વાગ્યાની આસપાસ પ્લેટફોર્મ ડાઉન થયું હતું અને એ સાંજ સુધી ઠીક થયું ન હતું. જો કે જીઓ ટીવી પર મેચનું જીવંત પ્રસારણ ચાલૂ જ હતું પણ મોટાભાગના ક્રિકેટ રશિયાઓ આ વાતથી અજાણ હતા. જો કે આઇપીએલની નવી સિઝન જોવા નહીં મળે. આઈપીએલ આગામી સિઝનના અધિકાર જિયો સિનેમા પાસે છે. જ્યાં પહેલા ડિઝની + હોટસ્ટાર સબ્સ્ક્રિપ્શન ઘણા રિચાર્જ પ્લાન સાથે ઉપલબ્ધ હતું,

હવે એવું નથી. તમને એરટેલના કેટલાક પ્લાન્સ સાથે ચોક્કસપણે તેની ઍક્સેસ મળે છે, પરંતુ જીઓએ તેના તમામ પ્લાનમાંથી તેનું સબસ્ક્રિપ્શન હટાવી દીધું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.