Abtak Media Google News

નવી પ્રાઈવેસી પોલીસીને લઈ વોટ્સએપ છેલ્લાં ઘણા સમયથી ચર્ચામાં છે. થોડા દિવસ અગાઉ યુઝર્સ દ્વારા નવી પોલિસી વિરુદ્ધ આક્રોશ પણ વ્યક્ત કરાયો હતો. જેના પગલે વોટ્સએપે નવી પોલિસી 3 મહિના માટે પાછી ઠેલવવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ હાલ આ મુદ્દો ફરી ઉછળ્યો છે. કારણ કે આ મુદ્દે સીસીસાઈ એટલે કે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ સંજ્ઞાન લાધુ છે. અને વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસીની તપાસ કરવા આદેશ આપ્યા છે. આથી વોટ્સએપ પર હવે, તીસરી આંખ તરીકે ઈઈઈંએ નજર કરી છે જે યુઝર્સની પ્રાઈવેસી સલામત કરી દેશે તેમ કહી શકાય.

કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ)એ મેસેજિંગ પ્લેટફોર્મ વ્હોટ્સએપની અપડેટ કરેલી ગોપનીયતા નીતિ અને સેવાની પરિસ્થિતિઓની વિસ્તૃત તપાસનો આદેશ આપ્યો છે. આયોગનું કહેવું છે કે વોટ્સએપ નીતિવિષયક અપડેટ્સના નામે ’શોષણકારક વર્તન’ કર્યું છે જે ધારા-ધોરણોનું ઉલ્લંઘન છે. સીસીઆઈએ એવા સમયે તપાસના આદેશ આપ્યા છે જ્યારે વિવિધ ક્ષેત્રોમાંથી ફેસબુકની માલિકીની પ્લેટફોર્મની અપડેટ કરેલી ગોપનીયતા નીતિ અંગે ચિંતા ઉભી થઈ છે. સીસીઆઇના ડાયરેક્ટર જનરલ આ મામલાની તપાસ કરશે અને 60 દિવસમાં રિપોર્ટ સોંપશે.

ઉલ્લેખનીય છે કે થોડાં સમય અગાઉ વોટ્સએપે નવી નીતિ રજૂ કરી હતી. જે મુજબ યુઝર્સના તમામ ડેટા ફેસબુક સાથે શેર થશે અને આ માટે યુઝર્સે નોટિફિકેશન આવતા પરવાનગી પણ આપવી પડશે. અન્યથા એકાઉન્ટ્સ ડીલીટ થઈ જશે. વોટ્સએપની આ દાદાગીરી ભરી નીતિથી યુઝર્સમાં ભારે નારાજગી પ્રવર્તિ હતી અને અંતે ભારે વિરોધ બાદ કંપનીએ આ નવી પ્રાઇવસી પોલિસી 3 મહિના માટે પાછી ખેંચવી પડી હતી. હવે આ મુદ્દે સીસીઆઈ તપાસ કરશે.

વોટ્સએપના પ્રવક્તાએ આ અંગે જણાવ્યું કે સીસીઆઈ સાથે વાતચીત કરવામાં આવશે, કંપની એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન અને લોકોના અંગત સંપર્કની પારદર્શિતા જળવાઈ રહે તે માટે કટિબદ્ધ છે. સીસીઆઈએ તેના આદેશમાં જણાવ્યું છે કે, વપરાશકર્તાની અનૈચ્છિક સંમતિ દ્વારા ડેટા શેરિંગની સંપૂર્ણ હદ, અવકાશ અને તેની ખાતરી કરવા માટે સંપૂર્ણ અને વિગતવાર તપાસ કરવી જરૂરી છે. આ અંગે કમિશને કહ્યું  કે વોટ્સએપની નીતિ અને શરતો એવી છે કે તેની નીતિ યૂઝર્સ સ્વીકારે અથવા પ્લેટફોર્મ છોડી દે. આ પ્રકારનું વર્તન ચાલી શકે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.