Abtak Media Google News

અબતકની મુલાકાતમાં રાજકોટ જિલ્લા ભાજપ મહિલા મોરચાના આગેવાનોએ મહિલા સશક્તિકરણ અંગે કરી મન મૂકીને વાતો

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકાબેન ચરાડવાના નેતૃત્વમાં રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય જિલ્લા ભાજપ અધ્યક્ષ સીમાબેન જોશીની અધ્યક્ષતામાં સુષ્મા સ્વરાજ એવોર્ડ વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો આ અબ તક ની મુલાકાતે આવેલા ભાજપ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ સીમાબેન જોશી મહામંત્રી જીજ્ઞાબેન પટેલ ઉપપ્રમુખ રેખાબેન સીણોજીયા;  હીરલબા સગર, અમિતાબેન ભેડા, અને અરુણભાઈ નિર્મળે સાથેની વાતચીતમાં જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે મહિલાઓને સુષ્મા સ્વરાજ એવોર્ડ વિતરણ કર્યું હતું તેની વિગતો આપતા જણાવ્યું હતું કે

Advertisement

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ  સી.આર.પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ અને ગુજરાત પ્રદેશ ભાજપા મહિલા મોરચાના અધ્યક્ષ  દીપિકાબેન સરડવાના નેતૃત્વમાં રાજકોટ જીલ્લા ભાજપા કાર્યાલય કમલમ ખાતે રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ  સીમાબેન જોશીની અધ્યક્ષતામાં તેમજ રાજકોટ જીલ્લા ભાજપા પ્રભારી શ્રી રક્ષાબેન બોળીયાની વિશેષ ઉપસ્થિતિમાં તથા જીલ્લા મહિલા મોરચાના મહામંત્રી જીજ્ઞાબેન પટેલ,  અસ્મિતાબેન રાખોલીયા, જીલ્લાના  રસીલાબેન પાંભર, શ્રી રેખાબેન સીણોજીયાની ઉપસ્થિતિમાં વીવીધ ક્ષેત્રોમાં પ્રતિષ્ઠીત 10 બહેનોને સુષ્મા સ્વરાજ એવોર્ડથી સન્માનિત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મહેમાનોના વરદ હસ્તે દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રની મહિલાઓ જેમ કે, પ્રબુદ્ધ, સેવાકીય, શૈક્ષણિક, વ્યવસાય, સાહસી, સાંસ્કૃતિક, રમતગમત ક્ષેત્ર, એન.જી.ઓ. ચલાવતા, ડોક્ટર, વકીલ, શિક્ષક, સરકારી યોજનાઓ પર નોંધનીય કાર્યકર્તા, મનોરંજન ક્ષેત્ર, પત્રકારત્વ ક્ષેત્ર, સામાજીક સ્તર પર પ્રભાવ ધરાવતા પ્રતિષ્ઠિત બહેનો   હીનાબેન મહેતા,   ભૂમિકાબેન રાઠોડ,  ખુશ્બુબેન પરમાર,  પ્રફુલાબેન પાઠક,  વનીતાબેન રાઠોડ,  ડો.દિશાબેન ભાટે,  પારૂલબેન જોબનપુત્રા,  ગીતાબેન પરમાર,   મુક્તાબેન રૈયાણી,   અમિતાબેન બાવનીયા સહીત 10 બહેનોને સુષ્મા સ્વરાજ એવોર્ડ-મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ તકે જીલ્લા ભાજપા અધ્યક્ષ  સીમાબેન જોશીએ સામાજીક સ્તર પર પ્રભાવ ધરાવતા તમામ બહેનોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, નારીશક્તિ એ ન્યુ ઇન્ડિયા છે.

આ તકે રાજકોટ જીલ્લા ભાજપા પ્રભારી  રક્ષાબેન બોળીયાએ એવોર્ડથી સન્માનિત થયેલ બહેનોને શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે, વિશ્વના સર્જનહારનું અનોખું સર્જન છે. નારી, નારીનું રૂપ એક છે. ચહેરા અનેક છે. માં, બહેન, પત્ની, પુત્રી, પ્રિયતમાના રૂપમાં જાણે કેટ કેટલા સ્નેહના સગપણના સંબધો સાચવીને બેઠા હોય છે. આજની 21મી સદીમાં નારી સર્વ જગ્યાએ શક્તિમાન બની છે. દરેક ક્ષેત્રના વિકાસમાં તેમનો પણ સિંહફાળો રહ્યો છે. સ્ત્રી સશક્ત હશે તો સમાજ સશક્ત બનશે.

સુષ્મા સ્વરાજ એવોર્ડ કાર્યક્રમનું સંચાલન જીજ્ઞાબેન પટેલ અને આભારવિધિ  અસ્મીતાબેન રાખોલીયાએ કરી હતી. કાર્યક્રમની સંપૂર્ણ વ્યવસ્થા કાર્યાલય મંત્રીશ્રી અલ્પેશભાઈ અગ્રાવત,   વિવેક સાતા,   કિશોર રાજપૂતએ કરી હતી.   ભાજપ પ્રેસ-મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળે જણાવ્યું હતું.

આઝાદી કા અમૃત મહોત્સવ વર્ષમાં મહિલા સશક્તિકરણની સાચી ફળશ્રુતિ

મોદી સરકારમાં ઘરની ચાવી મહિલાઓને સોંપાતી હોય તો જાહેર જીવનમાં પણ બહેનોને મહત્વ આપતા શીખવું પડશે

દેશમાં સ્વતંત્રતા પર્વની 75 મી વર્ષની ઉજવણી આઝાદીકા અમૃત મહોત્સવ ઉજવાય રહ્યો છે ત્યારે મહિલા સશક્તિકરણ નો સાચો યુગ આવ્યો છે .વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારમાં સરકારી આવાસ યોજનાઓ ના ઘરની ચાવી અને મહિલાઓના નામે જ દસ્તાવેજ કરીને ઘર સોંપાય છે, ત્યારે જાહેર જીવનમાં પણ બહેનોને મહત્વ આપતા પુરુષોએ શીખવું પડશે.

અબતક સાથેની વાતચીતમાં વર્તમાન સમયમાં મહિલા સશક્તિકરણ ની વાતો વચ્ચે ક્યાંક ને ક્યાંક હજુ પુરુષ પ્રધાન વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક હજુ મહિલાઓ ની પ્રતિભા દબાવી દેવામાં આવતી હોવાના હોવાના માહોલમાં હવે પરિવર્તન આવ્યા નું  આગેવાનોએ સ્વીકારી લેવું જોઈએ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સીમાબેન જોષી એ જણાવ્યું હતું કે મહિલા ધૈર્ય અને સહનશક્તિ ની મુરત હોવાથી રાજકીય સામાજિક રીતે પ્રારંભિક તબક્કે થતી અવગણના સહન કરી લે છે. ત્યારે ભાજપ અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહિલા સશક્તિકરણ ને ખરા અર્થમાં સાર્થક કરવા માટે બહેનોને આગળ લાવવાની જે પહેલ કરી છે તેના પરિણામો મળી રહ્યા છે.

વર્તમાન સમયમાં મોદી સરકારમાં સરકારી આવાસ યોજનાઓની ઘરની ચાવી મહિલાઓને સોપવામાં આવતી હોય તો જાહેર જીવનમાં પણ બહેનોને મહત્વ આપતા પુરુષોએ શીખવું પડશે તે વાત મહિલા આગેવાનોએ પણ સ્વીકારીને જણાવ્યું હતું કે હવે પરિવર્તન દેખાઈ રહ્યું છે અને મહિલા પ્રતિભાવો પણ આગળ વધી રહી છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની ગૃહિણીઓ ઓ અને ખેતી કામમાં પુરુષોને સાથ આપતી મહિલાઓ હવે રાજકારણ અને સમાજ સેવા ક્ષેત્રે આગળ વધે છે તે જ ખરા અર્થમાં મહિલા સશક્તિકરણ અને આઝાદીકા અમૃત મહોત્સવની સાચી ઉજવણી છે

જાહેર જીવનમાં બહેનોની સક્રિયતાના પરિણામો દેખાય છે: સીમાબેન જોશી

અબતકની મુલાકાતે આવેલા રાજકોટ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સીમાબેન જોશી જણાવ્યું હતું કે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ભાજપના નેતૃત્વમાં હવે બહેનો જાહેર જીવનમાં સક્રિય બન્યા છે પુરુષ સમોવડી વ્યવસ્થાયી અને રાજકીય રીતે આગળ વધી રહેલા બહેનોની પ્રતિભા ની અસર દેશના વિકાસ અને સામાજિક ઉત્થાનમાં દેખાઈ રહી હોવાનું તેમણે જણાવ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.