નવા મુખ્યમંત્રીના આગમન સાથે જ સીએમઓમાં બદલીનો દોર

પંકજ જોષીની મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ તરીકે નિમણૂંક: અશ્ર્વિનીકુમારના સ્થાને અવંતિકા સિંઘને સીએમના સચિવ બનાવાયા

મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ પટેલે સત્તા સંભાળ્યાના ત્રણ દિવસમાં જ સીએમઓમાં બદલીનો દૌર શરૂ કરી દીધો છે. મુખ્યમંત્રી કાર્યાલયમાંથી એમ.કે.દાસ, અશ્ર્વિનીકુમાર, ડી.એચ.શાહ અને કે.એન.શાહની બદલી કરવામાં આવી છે. જ્યારે પંકજ જોષીને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે. અવંતિકા સિંઘને સીએમઓમાં સચિવ બનાવાયા છે. આ ઉપરાંત એમ.ડી.મોડીયા અને એન.એન.દવેને ઓએસડીની જવાબદારી સોંપવામાં આવી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સેક્રેટરી તરીકે અવંતિકા સિંઘ અને સીએમઓના અધિક મુખ્ય સચિવ તરીકે પંકજ જોષીની નિમણૂંક કરવામાં આવી છે. ગુજરાત સરકારના નાણા વિભાગના મુખ્ય અધિક સચિવ સીએમઓમાં મુકવામાં આવ્યા છે. જ્યારે ગુજરાત મેરીટાઈમ બોર્ડના વાઈસ ચેરમેન અને ચિફ એક્ઝીક્યુટીવ ઓફિસર અવંતિકા સિંઘ આલોકની મુખ્યમંત્રીના સેક્રેટરી તરીકે વરણી કરવામાં આવી છે.

જ્યારે ભરૂચના કલેકટર એમ.ડી.મોડીયાની સચિવાલયમાં ઓએસડી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. અમદાવાદના મ્યુનિ.કમિ. એન.એન.દવેની પણ સચિવાલયના ઓએસડી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. નવા મુખ્યમંત્રીના આગમન સાથે જ સચિવાલયમાં બદલીનો દૌર શરૂ થઈ ગયો છે.