Abtak Media Google News

રૂપિયા 3 લાખ 1 હજાર 22 કરોડનું  અમૃતકાળનું અંદાજપત્ર, નવા કોઈપણ કરવેરા નહિ અને વેરાના દરમાં કોઈ વધારો પણ નહીં

ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલ સરકારના નાણાંમંત્રી કનુ દેસાઈએ સતત બીજી વખત બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં ગુજરાતના વિકાસની પરિકલ્પનાના મુખ્ય પાંચ સ્તંભ રજૂ કરવામાં આવ્યા છે. બજેટમાં સરકારે નવા કોઈપણ કરવેરા નથી નાખ્યા નથી અને વેરાના દરમાં કોઈ વધારો કર્યો નથી.નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ રજૂ કર્યું છે. કુલ રૂપિયા 3 લાખ 1 હજાર 22 કરોડનું અંદાજપત્ર છે. અમૃતકાળનું બજેટ ગુજરાતના ગ્રોથનું એન્જિન 5 પિલર્સ પર આધારિત છે. તેમાં પણ માત્ર 3 સેક્ટરમાં અધધધ 85 હજાર કરોડની ફાળવણી કરાઈ છે.

આ પાંચ પિલર્સના આધારે સરકાર વિકાસની ઇમારત ખડકશે તેવો આશાવાદ સેવાઇ રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ 57,053 કરોડનો વધારો કરાયો છે. શિક્ષણ વિભાગ માટે સૌથી વધારે 43,651 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં 15,182 કરોડની ફાળવણી, માર્ગ અને મકાન વિભાગ માટે 20,642 કરોડની જોગવાઈ, પ્રવાસનના વિકાસને વેગવંતો બનાવવા 2077 કરોડની ફાળવણી, સામાજિક ન્યાય અને અધિકારીતા માટે 5580 કરોડની જોગવાઈ, નર્મદાના પાણી કચ્છ સુધી પહોંચાડવા 1970 કરોડની ફાળવણી કરવામાં આવી છે. તો બજેટમાં કોઈ નવા કરવેરાની જાહેરાત કરવામાં આવી નથી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાણાં પ્રધાન કનુ દેસાઇએ રજૂ કરેલા વર્ષ 2023-24ના બજેટને આવકાર્યુ છે. તેમણે ટ્વીટ કરીને લખ્યુ છે કે, ગુજરાતનું વર્ષ 2023-24 નું અંદાજપત્ર રાજ્યના દરેક વર્ગના લોકોની આકાંક્ષાઓ પૂરી કરી પ્રત્યેક ક્ષેત્રના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરશે.

પ્રથમ સ્તંભ

  • ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગ માટે પાયાની સુવિધાઓ સહિત સામાજિક સુરક્ષા – આગામી પાંચ વર્ષમાં અંદાજે 2 લાખ કરોડ રૂપિયા
  • સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ 5580 કરોડ રૂપિયાની જોગવાઇ.
  • આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 3410 કરોડ રૂપિયા
  • શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ 2538 કરોડ રૂપિયા

બીજો સ્તંભ

  • માનવ સંસાધન વિકાસ – આગામી ૫ વર્ષમાં અંદાજે 4 લાખ કરોડ.
  • શિક્ષણ વિભાગ માટે કુલ 43651 કરોડ રૂપિયાની જોગવાઇ
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે કુલ 15182 કરોડની જોગવાઈ
  • મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 6064 કરોડની જોગવાઇ
  • અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ 2165 કરોડની જોગવાઇ
  • રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ માટે કુલ 568 કરોડની જોગવાઇ

ત્રીજો સ્તંભ

  • વિશ્વકક્ષાની આંતરમાળખાકિય સવલતો – 5 લાખ કરોડ રૂપિયા
  • પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ 10743 કરોડ રૂપિયાની જોગવાઇ
  • શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ માટે કુલ 19685 કરોડની જોગવાઇ
  • ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ 8738 કરોડની જોગવાઇ
  • માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 20642 કરોડની જોગવાઈ.
  • બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ 3514 કરોડની જોગવાઇ
  • જળસંપત્તિ પ્રભાગ માટે 8705 કરોડની જોગવાઇ
  • વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ 2193 કરોડની જોગવાઇ

ચોથો સ્તંભ

  • કૃષિ, ઉદ્યોગ અને સેવાક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ – બે લાખ કરોડ રૂપિયા
  • કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 21605 કરોડ રૂપિયા.
  • ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ 8589 કરોડની જોગવાઇ
  • પ્રવાસનના વિકાસની હરણફાળને વેગવંતી બનાવવા માટે 2077 કરોડ

પાંચમો સ્તંભ

  • ગ્રીન ગ્રોથ – આગામી પાંચ વર્ષમાં 2 લાખ કરોડ રૂપિયા
  • વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ 2063 કરોડ રૂપિયા
  • ક્લાઇમેન્ટ ચેન્જ વિભાગ માટે કુલ 937 કરોડ રૂપિયા
  • ગૃહવિભાગ માટે કુલ 8574 કરોડ રૂપિયા
  • કાયદા વિભાગ માટે કુલ 2014 કરોડની જોગવાઇ
  • મહેસૂલ વિભાગ માટે કુલ 5140 કરોડ રૂપિયા
  • સામાન્ય વહીવટ વિભાગ માટે 1980 કરોડ રૂપિયા
  • માહિતી અને પ્રસારણ વિભાગ માટે 257 કરોડ રૂપિયા

115 કરોડથી શરૂ થયેલું બજેટ 3 લાખ કરોડને પાર થઈ ગયું

ગુજરાતના પ્રથમ નાણાંકીય વર્ષ 1960-61 નું બજેટ 115 કરોડ રૂપિયાનું હતું. જે 57 વર્ષમાં હાલ 3.01 લાખ કરોડને પાર થયું છે. આ રોકેટ ગતિએ થયેલો વધારો છે. ગુજરાતનું પ્રથમ બજેટ ડો.જીવરાજ મહેતાએ રજૂ કર્યુ હતું, તેઓ તે સમયે મુખ્યમંત્રી પણ હતા, અને નાણાંમંત્રી પણ. તે વર્ષના બજેટમાં મહેસુલી આવક 54 કરોડ 25 લાખ હતી અને ખર્ચા 58 કરોડ 12 લાખ હતા. ગુજરાતના બજેટમાં વિકાસની સાથે અને વર્ષો વીતવાની સાથે આંકડો પણ વધતો ગયો. પરંતું ખાસ વાત એ છે કે, ગુજરાતની સ્થાપ્ના બાદ પ્રથમવાર બજેટનું કદ વધીને 3 લાખ 1 હજાર 22 કરોડનું થયું છે.

ભૂતકાળમાં 3 વખત બજેટ લોકસભામાં પણ રજૂ થયું છે

ગુજરાતમાં વિવિધ તબક્કે રાષ્ટ્રપતિશાસન લાગુ થયું હોવાને કારણે રાજ્યનું બજેટ 3 વાર લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યની સ્થાપના સમયથી અત્યાર સુધીમાં જે બજેટ રજૂ થયાં છે અને એમાંથી 20 અંદાજપત્ર લેખાનુદાન સ્વરૂપે, એટલે કે વચગાળાના બજેટ તરીકે રજૂ કરવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ત્રણ ફેરે રાજયોમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું ત્યારે બજેટ વિધાનસભાની બદલે લોકસભા ગૃહમાં રજુ કરવામાં આવ્યું હતું.

2.07 લાખ કરોડની આવક સામે 1.98 લાખ કરોડનો ખર્ચ

2023-24માં સરકારની મહેસૂલી આવક 2,07,709 કરોડ રૂપિયા રહેશે તેવો અંદાજ સરકારે વ્યક્ત કર્યો છે, જેની સામે મહેસૂલી ખર્ચ 1,98,671 કરોડ રૂપિયા રહેશે. આમ, આગામી વર્ષનું બજેટ મહેસૂલી હિસાબ પર 9,038 કરોડની પૂરાંત ધરાવતું હશે. લોન અને પેશગી સહિતનો મૂડી ખર્ચ 97,902 કરોડ રૂપિયા રહેશે, જ્યારે મૂડી હિસાબ પરની ખાધ 12,271 કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે. ઉલ્લેખનીય છે કે સરકારની આ વખતની અપેક્ષિત આવકમાં વધારો નોંધાયો છે.

કયાં વિભાગ માટે કેટલુ  ભંડોળ ફાળવાયું

  • શિક્ષણ વિભાગ માટે રૂ. 43651 કરોડ
  • સામાજીક ન્યાયઅને અધિકારીતા વિભાગ માટે રૂ.5580 કરોડ
  • આદિજાતિ વિકાસ વિભાગ માટે રૂ. 3410 કરોડ
  • શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે રૂ. 2538 કરોડ
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 15182 કરોડ
  • મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે રૂ. 6064 કરોડ
  • અન્ન નાગરીક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનાં વિભાગ માટે કુલ રૂ.2165 કરોડ
  • રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ માટે 568 કરોડ
  • પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ રૂ. 10,743 કરોડ
  • શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ રૂ.19,680 કરોડ
  • ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ 8738 કરોડ
  • માર્ગ અને મકાન વિભાગ માટે 20642 કરોડ
  • બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે 3514 કરોડ
  • જળ, સંપતિ પ્રભાગ માટે 9705 કરોડ
  • પાણી પુરવઠા પ્રભાગ માટે 6000 કરોડ
  • વિજ્ઞાન અને પ્રોધ્યોગીકી વિભાગ માટે કુલ 2193 કરોડ
  • કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 21,605 કરોડ
  • ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે રૂ.8589 કરોડ
  • વન અને પર્યાવરણ વિભાગ માટે 2063 કરોડ
  • કલાયમેન્ટ ચેન્જ વિભાગ માટે 937 કરોડ
  • ગૃહ વિભાગ માટે કુલ 8574 કરોડ
  • કાયદા વિભાગ માટે કુલ 2019 કરોડ
  • મહેસુલ વિભાગ માટે 5140 કરોડ
  • સામાન્ય વહીવટ વિભાગ માટે 1980 કરોડ
  • માહિતી અને પ્રસારણ વિભાગ માટે 257 કરોડ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.