Abtak Media Google News

કોરોનાની મહામારી ના  કારણે દરેક ધંધા વ્યવસાય ને માઠી અસરો પહોંચી હતી. લોકડાઉન થતા તમામ રોજગાર ધંધા બંધ હાલત માં હતા. ત્યારે ખાસ સૌથી માઠી અસરો ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી ને પડી છે.ધીમે ધીમે સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવતા  હાલમાં ટુરિઝમ  ઇન્ડસ્ટ્રી ફરી થી ધબકતું થાય તે માટે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ટીટીએફ એક્સ્પો નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 130 થી વધારે સ્ટોલ ગુજરાત યુનિવર્સિટીના એક્ઝિબિશન હોલમાં હાલ રાખવામાં આવ્યા છે.ખાસ હાલમાં તેવોના જણાવ્યાં મુજબ  લોકોમાં ખુબજ સારી એવેરનેસ છે.આ ત્રી દિવસીય આયોજન માં બહોળી સંખ્યા માં ટ્રાવેલ એજેન્ટોએ લાભ લીધો હતો અને આગામી સમય માં ટુરિઝમ ઉદ્યોગ  ફરીથી વેગવંતો થઈ જશે તેવું ટ્રાવેલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું માનવું છે. ટીટીએફ એકસ્પોમાં ‘અબતક’ મીડિયાએ ટુરીકમ ઇન્ડસ્ટ્રીઝને વેગવંતો બનાવવા ટ્રાવેલ એજન્ટોનો વ્યકિતગત અભિપ્રાય મેળવ્યો હતો.

ગુજરાત રાજયની ટુરિઝમમાં વિવિધતા છે: નિરવ મુનશી (ગુજરાત ટુરિઝમ)

Vlcsnap 2021 03 09 09H32M33S601

નીરવ મુનસી ગુજરાત ટુરિઝમ (કોમર્શિયલ મેનેજર)એ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે આજે કોવિડ પરિસ્થિતિ બાદ જ્યારે ટુર નો પુરોજોશ જોયો તો એક મહોત્સવ જવી ફીલિંગ આવી અને સૌ ટુર ઓપરેટરો ફરી ટૂરિસ્ટોને આમંત્રિત કરવા તૌયર છે. આવનારો સમય ટુરિઝમ માટે ખૂબ સારો રહેશે. ગુજરાત રાજ્યની ટુરિઝમમાં વિવિધતા છે. ટુર ઓપરેટરો ટુર કરાવતા કરાવતા થાકી જશે તેવી વ્યવસ્થા ગુજરાતમાં છે. આપણા સૌ બેકઓફના બેસ્ટ અભિયાનમાં જોડાઈ અને વધુમાં વધુ ભારતના પ્રવાસનના સ્થળો પર ધ્યાન કેન્દ્રિત કરીએ તેવી મારા તરફથી એ સૌને શુભેચ્છાઓ. કોરોના બાદ ટુરિઝમ ક્ષેત્ર ધબકતું થઈ ગયું છે. તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જુઓ તો ત્યાં રોજના 1 હજાર લોકો મુલાકાત રોજની લે છે. રણઉત્સવમાં પણ લોકો જવા લાગ્યા છે. શનિ રવીના દિવસોમાં ઘણી જગ્યાઓ તો ફૂલ થઈ ગઈ હોય છે. સાંસ્કૃતિક વારસાની જો વાત કરીએ તો સરદાર પટેલ એ આપણો સાંસ્કૃતિક વારસો જ છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું. મહાત્મા ગાંધી ઉપર  પણ આપણે કામ કર્યું છે. અમદાવાદ, પાટણ, ચાંપાનેર આ બધા આપણા વરસાજ છે. ફોરેન ટુર લોકો પસંદ કરે છે કારણકે ફોરન ફરવા તો જાયજ છે. પણ ખાસ જે લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયું છે. રણ ઉત્સવ જોયું છે. પોલો સેન્ચ્યુરી, સાસણના સિંહ જોયા છે અને જોશે ત્યારે લોકો મનસે કે પહેલા આપણા દેશની મુલાકાત લઈએ પછી બહાર જઈએ. ભારતમાં જે અનેક્સપલોર સ્થળો છે તેને પ્રમોટ કરી રહ્યા છીએ. જેનું ઉદાહરણ જોઈએ તો પોલો ફોરેસ્ટ પહેલા ત્યાં એટલા લોકો ન આવતા અમે મહેનત કરીને પોલોને આગળ લાવ્યા છીએ.

હવે ટૂંક સમયમાં જ ટ્રાવેલ ઇન્ડ્રસ્ટ્રી ધબકશે: કલ્પેશ સાવલિયા (સ્ટેલે ટુરઝ)

Kalpesh Savaliya Stelle Tour

સ્ટેલે ટુરઝ ના માલિક કલ્પેશભાઈ સાવલિયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે હાલમાં જે ટી ટી એફ એક્સ્પો નું આયોજન કરવામાં આવ્યું છે.તેના થકી લોકોની બદલાયેલી  માનસિકતા ને ફરી બહાર ફરવા જાવા માટે પ્રેરણા સ્વરૂપ છે. કોરાના ની આ સ્થિતીમાં લોકો ઘરમાં પુરાઈને બેસી રહ્યા હતા મનોરંજન માટે ઇનડોર ગેમ્સ સહિતની પ્રવૃત્તિઓ કરી સમય પસાર કરી રહ્યા હતા ત્યારે હવે સ્થિતિ થોડી સામાન્ય થતા લોકોએ ચોક્કસ બહાર ફરવા જઇને માઈન્ડ ફ્રેશ કરવું જોઈએ. ખાસ તો અત્યારના ટ્રાવેલ એજન્ટ દ્વારા ખૂબ સારા એવા પેકેજ કરી આપવામાં આવી રહ્યા છે ત્યારે હાલમાં ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને માઠી અસર પહોંચી છે જેને ધ્યાને લઇ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી ને ફરી ધબકતો થવાનો સમય છે. જેમાં ટીટીએફ ખુબજ મદદરૂપ બનશે.હાલમાં લોકો નજીકની જગ્યા પર જવાનું પસંદ કરે છે.ત્યારે સ્ટેલી ટુરઝ દ્વારા લોકો માટે વિવિધતા વાળા પેકેજ પણ તૈયાર કરવામાં આવ્યા છે.દરેક વ્યક્તિ પૂરતી કાળજી રાખે તો ડરવાની કોઈ જરૂર નથી. અત્યાર સુધી ઠપ પડેલો આ વ્યવસાય હવે ટુક સમય માં ફરી ધબકતો થશે. પરંતુ લોકો સાથ અતિઆવશ્યક છે.

વેકિસનેશન શરૂ થતાં ટ્રાવેલીંગ બિઝનેસે વેગ પકડયો: અભિનવ પટેલ (ફેસ્ટીવ હોલીડે)

Vlcsnap 2021 03 08 12H11M02S060

અભિનવ પટેલ ફેસ્ટીવ હોલીડેએ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાજકોટના ઘણા ટ્રાવેલ્સ એજન્ટો અહીં આવ્યા છે. ખાસ જો વાત કરીએ તો જ્યારથી વેકસીનેશન શરૂ થયું ત્યારથી ટ્રાવેલિંગ બિઝનેશે પિક પકડ્યું છે. ખાસ તો ડોમેસ્ટિક સ્થળોની ઇન્કવાયરી શરૂ થઈ છે. લોકોએ ઓનલાઈન ની જગ્યાએ ટ્રાવેલ એજન્ટો પાસે બુકીંગ કરાવવું જોઇએ. આવતી દિવાળીએ ખબર પડશે કે ઇન્ટરનેશનલની શુ સ્થિતિ થશે. સમર અને જન્માષ્ટમી વેકેશનની અત્યારથીજ બુકીંગ ચાલુ થઈ ગયા છે. તો સિઝન સારી રહેશે.

ડરવાને બદલે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ: દિપક રાઠોડ (દિપક ટ્રાવેલ્સ)

Dipak Rathod Dipak Travels

દિપક ટ્રાવેલ્સના દીપકભાઈ રાઠોડ એ અબતક સાથેની વાતચીત માં જણાવ્યું કે કોરોનાના કારણે દરેક ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી પહેલા બંધ થનાર અને સૌથી છેલ્લે શરૂ થનાર વ્યયસાય અમારો છે.ખાસ તો ડોમેસ્ટિક અને ઇટરનેશનલ પેકેજ અમારા દ્વારા આપવામાં આવે છે. લોકડાઉન સમય ગયો ઉપરાંત કોરોનાના કારણે લોકો ઘરની બહાર જતા પણ ડરતા હતા. ત્યારે હવે લોકો માટે એક ઉજ્વળ તક છે જે રીતે ટ્રાવેલ અજેન્ટ દ્વારા તેમની પૂરતી સંભાળ અને સાવચેતી ની તકેદારી રાખવામા આવે છે. ત્યારે હાલમાં જે લોકો ફરવાના શોખીન હોય તેમને ચોક્કસ થી જવું જ જોઈએ.કોરોના ના કારણે સૌથી માઠી અસરો અમે ભોગવી છે ત્યારે ટીટીએફ તેમાંથી બહાર નીકળવા માટેની એક ઉજ્વળ તક છે. હાલમાં ટીટીએફમાં બી ટુ બી હોવાથી ટ્રાવેલ એજેન્ટને પણ પૂરતી તક મળતી હોય તેવું લાગી રહ્યું છે. ખાસ હોવી કોરોનાની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવામાં આવે છે જેથી લોકો એ ડરવાની જરૂર નથી.

એક વર્ષથી ઘરમાં રહેલા લોકો હવે મોટા પ્રમાણમાં ફરવા આવી રહ્યા છે: અજય બાજવા (અનુપમ રિસોર્ટ)

Vlcsnap 2021 03 08 12H08M31S017

અજય બાજવા (અનુપમરિસોર્ટ)ના માલિકે અબતક સાથે વાત કરતા જણાવ્યું હતુકે અમારી ધર્મશાળામાં 7 જેટલી અલગ અલગ પ્રોપર્ટી આવેલી છે. 15 વર્ષથી આ વ્યવસાય સાથે જોડાયેલો છું અહી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ડોમેસ્ટીક ફરવાનો ટ્રેન્ડ વધતા ખૂબ સારૂ કામ મળી રહ્યું છે. અમારી હોટલનીવાત કરૂ તો સનરાઈઝ વ્યું અમારી હોટલ મુખ્ય આકર્ષણ કેન્દ્ર બની છે. એક વર્ષથી ઘમાં રહેતા લોકો હવે ફરવા માટે મોટા પ્રમાણમાં આવી રહ્યા છે.

અમારી ટ્રાવેલ્સ એજન્સીને રાજસ્થાનમાં ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે: સુરભી જૈન

Vlcsnap 2021 03 08 12H08M41S371

સુરભી જૈન એ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતુકે રાજસ્થાનમાં અમારી ટ્રાવેલ એજન્સી છે. અમે ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ બધી ફલાઈટો અને પેકેજ આપીએ છીએ રાજસ્થાનના દરેક ફરવાના સ્થળોમાં પણ અમે કામકરીએ છીએ. ટીટીએફની જો વાત કરવામા આવે તો ટી.ટી.એફ.નો અમને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે કોરોના મહામારીને જોતા અમને આશા ન હતી કે આવો સારો પ્રતિસાદ મળશે. અમને અહી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. અમને રાજસ્થાનમાં અમને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કુંભલગઢ, માઉન્ટ આબુ, એવીઘણી જગ્યા રાજસ્થાનમાં ફરવા લાયક છે.

લોકડાઉન બાદ સેમિનારોનો ટુરિઝમ ઈન્ડસ્ટ્રીઝને ફાયદો થયો: ઉનમાની રાણા (રામી ગ્રુપ ઓફ હોટેલ્સ)

Vlcsnap 2021 03 08 12H08M31S017

ઉનમાની રાણા -રામી ગ્રુપ ઓફ હોટલ્સ (દિલ્હીથી હેડ કરે છે), હાલ ઉદયપૂરમાં છે. તેમણે જણાવ્યું હતુ કે ટીટીએફ એકસ્પોનો રિસ્પોન્સ સારો જોવા મળ્યો છે. ઈન્ટરનેશનલ હાલમા બંધ હોવાથી ડોમેસ્ટીક પ્લેટફોર્મ ખૂબ સારૂ છે. લોકડાઉન બાદ હાલ સેમીનારોનું આયોજન થતા ઈન્ડસ્ટ્રીને સારો ફાયદો જોવા મળી રહ્યો છે. વધુમા તેમણે જણાવ્યું હતુ કે તેમની હોટેલ્સ પ્યોર વેજ સર્વ કરે છે. અને તેમની મુંબઈમાં 451 ફેમસ રેસ્ટોરેન્ટ છે, જે શિવાજી પાર્કમાં સ્થિત છે. તેઓ બીજી ઘણી જગ્યાએ રેસ્ટોરેન્ટ ખોલવાના છે, જેથી તેઓ આખા ભારતનો ક્રાઉડ લઈ આવી શકે જેથી ડોમેસ્ટીક વધુ પ્રમોટ કરી શકે.

ટીટીએફમાં ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો રવિન્દરભાઈ (અંકિત પેલેસ હોટલ)

Vlcsnap 2021 03 08 12H07M42S275

ટીટીએફમાં ભાગ લેનાર રવિન્દરભાઈએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે તેમને ત્રણ હોટલ્સ છે જે શીમલા, મનાલી અને ચંડીગઢમાં સ્થિત છે. તેઓએ જણાવ્યું હતુ કે દર વર્ષે તે ટીટીએફમાં ભાગ લે છે અને સારો એવો રિસ્પોન્સ તેમને ત્યાંથી મળે છે.તેમની કોશિષ રહે છે. કે કસ્ટમર્સને સારામાં સારી સર્વીસ આપી શકે. અને સાથે જ ગેસ્ટનો સારો રિસ્પોન્સ જોવા મળ્યો છે. લોકડાઉનમાં બધા ઘરે રહીને કંટાળી ગયેલા, તેથી જાન્યુંઅરીની રજાઓ હોવાને લીધે બહાર નિકળ્યા હતા અને લોકો દ્વારા સારો રિસ્પોન્સ મળ્યો હતો.

ડોમેસ્ટીકમાં રાજસ્થાન અને ગોવા પહેલી પસંદગી: મહેક પાંઉ (રાગ એસો.ના પ્રમુખ)

Vlcsnap 2021 03 08 12H09M31S488

મહેક પાંઉ રાગ એસોસિએશનના પ્રમુખે અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે કોરોના મહામારીને કારણે વિશ્વ આખામાં મંદી જોવા મળી હતી. ત્યારે સૌથી વધારે અસર ટુરિઝમ ક્ષેત્રને થઈ હતી અને આ ટીટીએફથી ફરીથી ટુરિઝમ ક્ષેત્ર દોડતુ થશે. અમે સરકારને અપીલ કરીએ છીએ કે સૌથી વધારે મંદી ટુરિઝમ ક્ષેત્રને થઈ છે. સાથેજ સૌથી વધારે આવક સરકારને આજ ક્ષેત્રથી થાય છે. ત્યારે સરકાર આના વિશે કઈક વિચારે. કોરોના મહામારીને કારણે સમર સારું જાય તેવી આશા નથી. ફરી કોરોના એ માથું ઉચકતા જે કાંઈ ઇન્કવાયરી આવતી તે બંધ થઈ ગઈ છે. અત્યારે ડોમેસ્ટિકમાં લોકો રાજસ્થાન અને ગોવાને પહેલી પસંદ કરે છે. ગુજરાત રાજસ્થાનથી નજીક છે અને લોકો પોતાના વાહનોમાં જઇ શકે છે.

હાલની પરિસ્થિતિ જોતા આવનારા સમયમાં ટ્રાવેલીંગ ક્ષેત્ર ફરી દોડતું થશે: યોગરાજસિંહ જાડેજા

Vlcsnap 2021 03 08 12H11M17S714

યોગરાજસિંહ જાડેજાએ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમે ડોમેસ્ટિક ઇન્ટરનેશનલ, વિઝા સહિતના કામો કરીએ છીએ. અત્યારે કોરોના મહામરીને કારણે ટ્રાવેલિંગ ક્ષેત્રને ખરાબ અસર પહોંચી છે. ત્યારે આવા સમયે ટીટીએફનું અયોજન ટ્રાવેલિંગ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ કામનું છે. જસ્ટ ગુજરાત કરીને અમે પ્લેટફોર્મ શરૂ કરીએ છીએ કે જેમાં ગુજરાતના સ્થળો માટે હોટેલ, ટ્રાન્સપોર્ટેશન શરૂ કરીએ છીએ. બીજા રાજ્યોના ટુરિસ્ટોને ગુજરાતમાં લાવવાનો પ્રયાસ કરીએ છીએ. અત્યારે તો લાગે છેકે આવનારા સમયમાં સમયમાં ટ્રાવેલિંગ ક્ષેત્ર ફરી દોડતું થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.