Abtak Media Google News

હવે રાજ્યભરમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે ઓફલાઇન સિસ્ટમ ફરી શરૂ કરવી જરૂરી

ગુજરાત સરકાર દ્વારા કોરોના મહામારીને લઈને રાજ્ય સરકાર દ્વારા દસ્તાવેજોની નોંધણી ફી તથા પાના ફી ની રકમ ઓનલાઇન ભરવાનો ફતવો બહાર પાડવામાં આવ્યો છે. પરંતુ કોરોના મહામારી ઉતરોતર ઘટતી જતી હોવા છતાં ઓનલાઈન ફી નો પરીપત્ર પાછો નહીં ખેંચવામાં આવતા તથા દસ્તાવેજ કરવા માગતા લોકોને ઓનલાઈનમાં મુશ્કેલી પડી રહી હોય વ્યાપક રોષની લાગણી ફેલાઈ જવા પામી છે.

Advertisement

રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારીને લઈને અનેક નિર્ણયો કરવામા આવ્યા હતાં. પરંતુ કોરોના મહામારીમાં ઉત્તરોત્તર ઘટાડો થયો હોવાં છતાં પ્રજાને પરેશાની કરતાં નિર્ણયોમાં કોઈ જ સુધારો કરવામાં આવ્યો ન હોય પ્રજાજનોમાં વ્યાપક રોષ ની લાગણી ફેલાઇ જવા પામી છે. સૂત્રોના જણાવ્યા મુજબ કોરોના મહામારીને કારણે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં થતા દસ્તાવેજોની નોંધણી ફી તથા પાના ફી ની રકમ ઓનલાઈન ભરવાનું જાહેર કરવામાં આવ્યું હતું

હવે  કોરોના મહામારીમાં  ઉત્તરોતર ઘટાડો થવા છતાં સરકાર દ્વારા ઓનલાઇનનું ગતકડું પરત લેવામાં  નહી આવતા રાજ્ય ભરનાં નાગરિકોમાં વ્યાપક રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. કારણકે દસ્તાવેજની નોંધણી ફી તથા પાના ફી ની રકમ 200 રૂપિયા થતાં હોય તો પણ તે રકમ ઓનલાઇન ભરવાનો આગ્રહ રાખવામાં આવી રહી છે. જેના કારણે નાના નાના દસ્તાવેજ કરનારા લોકોને 200 રૂપિયા ભરવા માટે ઓનલાઈન વાળા પણ 200 રૂપિયાનો ભારેખમ ચાર્જ દેવો પડી રહ્યા છે. અને આ દસ્તાવેજ તેઓને સોના કરતા ઘડામણ મોંઘુંનો ઘાટ થઇ રહ્યો છે.

કારણકે નાના નાના માણસો પાસે ઓનલાઈનની આવડત નથી હોતી કે એટીએમ કાર્ડ પણ વાપરતા નથી હોતાં જેના કારણે ફરજિયાત ઓનલાઇન વાળાનો સહારો લેવો પડી રહ્યો છે. સરકાર દ્વારા ઓનલાઇન નોંધણી કરીને પરત પરત ખેંચી ઓફલાઇન કરવામાં આવે તે માંગ ઉઠવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.