Abtak Media Google News

૧૪ વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનારો ધુરંધર બેટ્સમેન એવી ડિવિલિયર્સે બુધવારે ક્રિકેટને અલવિદા કહી દીધું. એબીએ માન્યું કે બહુ થઈ ગયું અને હવે રેસ્ટ લેવો જોઈએ. એબીએ અચાનક ક્રિકેટ છોડાવાનો નિર્ણય સમગ્ર ક્રિકેટ જગત સ્તબ્ધ થઈ ગયું. એબીનો સાથી ખેલાડી અને જૂનો મિત્ર ફાફ ડુ પ્લેસિસએ ડિવિલિયર્સના રિટાયરમેન્ટ પર ઈમોશનલ પોસ્ટ કરી.

Advertisement

સાઉથ આફ્રિકાનો હાલનો કેપ્ટન પ્લેસિસએ ઈન્સ્ટાગ્રામ પર ડિવિલિયર્સ સાથે ફોટો પોસ્ટ કરીને કેપ્શન આપ્યું, તારી સાથે રમવાનું મને ખૂબ યાદ આવશે. ક્રિકેટના મેદાન પર આપણી વચ્ચે ઘણી યાદગાર પાર્ટનરશીપ થઈ.આ જાણીને ખૂબ દુખી છું કે આપણે ગ્રીન અને ગોલ્ડ જર્સીમાં સાથે નહીં રમી શકીએ. તારી ખૂબ યાદ આવશે.

૩૩ વર્ષનો પ્લેસિસ પોતાના સાથી ખેલાડી એબી ડિવિલિયર્સનો ક્લાસમેર રહ્યો છે. પ્રિટોરિયાની એક પબ્લિક સ્કૂલમાં બંને સાથે ભણતા હતા. હવે આને કિસ્મત જ કહી શકાય કે બંને નેશનલ ટીમ માટે પણ સાથે-સાથે રમે છે. પ્લેસિસ અને ડિવિલિયર્સએ ઘણીવાર પોતાની ટીમને મેચ વિનિંગ ઈનિંગ રમીને જીતાડી છે. હવે જ્યારે એબી ક્રિકેટથી દૂર જઈ રહ્યો છે, તો સૌથી વધારે દુખી પ્લેસિસ થયો છે. આ બંનેની ફ્રેન્ડશીપ વર્ષો જૂની છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.