શ્રમયોગીઓને હવે કચેરીએ ધક્કા નહીં ખાવા પડે, ઇ-નિર્માણ પોર્ટલ અને એપ્લિકેશન લોન્ચ

રાજ્યમાં અસંગઠિત ક્ષેત્ર -અન ઓર્ગેનાઇઝ્ડ સેક્ટરના શ્રમિકો, બાંધકામ શ્રમિકોની ઓનલાઇન નોંધણી માટે કચેરીના ધક્કા ન ખાવા પડે અને કિંમતી સમય ન વેડફાય એ માટે પોર્ટલ ઇ – નિર્માણ અને મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવ્યા છે જેનું ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રીએ લોન્ચિંગ કર્યું હતું. રાજ્યના શ્રમ રોજગાર વિભાગ દ્વારા 2015ના વર્ષથી અસંગઠિત ક્ષેત્રના કામદારોની નોંધણી કરી યુ વિન કાર્ડ આપવાની યોજનામાં 9.20 લાખ અસંગઠિત કામદારો નોંધાયા છે.

અસંગઠિત ક્ષેત્રના કામદારોની હવે તેમના કાર્ય વિસ્તાર કે રહેઠાણના સ્થળે જ કેમ્પ યોજીને કોમન સર્વિસ સેન્ટર દ્વારા નોંધણી થશે. આવા કામદારોને તેમની ઓળખના આધારકાર્ડ, બેંક ખાતાની વિગતો, મોબાઇલ નંબર,રેશનકાર્ડ અથવા આવક પ્રમાણપત્ર જેવા જરૂરી પુરાવા અને દસ્તાવેજોના આધારે ચકાસણી કરીને સ્થળ પર જ ઓનલાઇન યુ-વીન કાર્ડ કોમન સર્વિસ સેન્ટર દ્વારા વિના મૂલ્યે આપવામાં આવશે.

શું તમને ખબર છે આ અત્યાધુનિક રોબોટ્સ વિશે….કરે એવા એવા કામ કે તમે જોતા જ રહી જશો !!

યુ-વિન કાર્ડ ધરાવનારા આ અસંગઠિત કામદારોને પણ અગાઉ લાભ મેળવતા આ ક્ષેત્રના કામદારો ને મળે છે તેમ જ મા અમૃતમ, અકસ્માત વીમા યોજના, શ્રમિક અન્નપૂર્ણા યોજના જેવી યોજનાઓના લાભ મળી શકશે. એટલું જ નહિ આવા અસંગઠિત કામદારો નો ડેટા બેઇઝ આ નોંધણીથી સરળતાએ ઉપલબ્ધ થવાથી ભવિષ્યમાં તેમને લગતી ભાવિ યોજનાઓ બનાવવામાં પણ સુગમતા રહેશે. બાંધકામ શ્રમયોગીઓ માટે ગુજરાત સરકાર દ્વારા કાર્યરત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજનાનો લાભ લેવા માટે પણ હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીની શ્રમયોગી કલ્યાણ ભાવનાથી નવી દિશા ખુલી છે.

 

અત્યાર સુધી આ બોર્ડની 33 જિલ્લા કચેરીએ થતી નોંધણી હવે રાજ્યના શહેરો અને ગામડાઓમાં પથરાયેલા 21290 જેટલા કોમન સર્વિસ સેન્ટર પર ઘર આંગણે થઈ શકશે.આવા સર્વિસ સેન્ટર દ્વારા શ્રમયોગીઓને સ્માર્ટ કાર્ડ આપવામાં આવશે.રાજ્યમાં વધુને વધુ બાંધકામ શ્રમિકોને યોજનાકીય લાભ આપવા અને શ્રમયોગી ઓની ગ્રામ્ય સ્તરે પણ નોંધણી થઇ શકે તેવા શ્રમયોગી કલ્યાણ ભાવ સાથે વિજય રૂપાણીએ ઈ- નિર્માણ પોર્ટલનું અને મોબાઈલ એપનું લોંચીંગ કર્યું હતું.

આ પોર્ટલ અને મોબાઈલ એપ યુઝર ફ્રેન્ડલી અને શ્રમિકો ને સરળ સમજ આપતી એપ બનાવવામાં આવેલી છે. જેના પરિણામે હવે શ્રમયોગીઓ નો ડેટાનું રિયલ ટાઇમ મોનીટરીંગ થઈ શકશે.આ ઇ નિર્માણ પોર્ટલ નું જોડાણ સી એમ ડેશ બોર્ડ સાથે પણ કરવામાં આવેલું છે. રાજ્યમાં અસંગઠિત કામદારોમાં ઘરેલું કામ કરતા શ્રમયોગીઓ તથા મહિને રૂ ૧૦ હજારથી ઓછી આવક ધરાવતાં સ્વરોજગાર મેળવતા અને વેતન મેળવતા શ્રમયોગીઓ નો સમાવેશ થાય છે.