Abtak Media Google News

તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માન્યતા લેવી ફરજિયાત છે. કારણકે ઉચ્ચ શિક્ષણનો અભ્યાસક્રમ દેશ માટે મહત્વનો છે. ગુણાત્મક મૂલ્યાંકનની પઘ્ધતિઓને સમજી શકાય તે માટે આરકે.યુનિવર્સિટી તથા નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિએશન કાઉન્સીલ (એનએએસી)એ શૈક્ષણિક શ્રેષ્ઠતા મેળવવા અને વૈશ્ર્વિક સ્પર્ધાત્મકતા પ્રાપ્ત કરવામાં એનએએસીનાં ભૂમિકા પર બે દિવસીય વર્કશોપનું સંયુકત રીતે આયોજન કર્યું હતું.

આર.કે.યુનિવર્સિટી કેમ્પસ ખાતે આયોજિત આ વર્કશોપનું લક્ષ્ય વર્કશોપનાં સહભાગીઓને ભારતીય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને શૈક્ષણિક શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવામાં એનએએસીની માન્યતાની પ્રક્રિયા વિશે માહિતી મળે તે હતું. આ વર્કશોપમાં સહાયકો તરીકે મહત્વની ભૂમિકા ભજવતા તજજ્ઞો દ્વારા શૈક્ષણિક શ્રેષ્ઠતા વિષય પર વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી.

વિવિધ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાંથી ૫૦થી વ્યકિતઓ આ વર્કશોપમાં ભાગ લીધો હતો અને આરકે યુનિવર્સિટીના એસેસમેન્ટ એડવાઈઝરી કાઉન્સીલનું માળખું અને ગુણવતા મુલ્યાંકન માટે આઈસીટીના ઉપયોગ વિશે માહિતી મેળવી હતી. એનએએસી માન્યતા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને તેમની તાકાત, તકો અને નબળાઈઓને જાણવા માટે મહત્વનો ભાગ ભજવે છે. એનએએસી ગ્રેડ/ મુલ્યાંકન શૈક્ષણિક સંસ્થાઓને શિક્ષણની આધુનિક અથવા નવીન પઘ્ધતિઓ શ‚ કરવા માટે મદદ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.