બર્ન્સ અવેરનેશ એન્ડ પ્રિવેન્સન પર વિશ્ર્વના પ્રથમ કેલેન્ડરની પ્રસિધ્ધિ

ગુજરાત પ્લાસ્ટિક સર્જન અસો.ની વાર્ષિક કોન્ફરન્સ યોજાઈ

પ્લાસ્ટિક સર્જરીની ઉપયોગિતા માત્ર કોઈમ્બતુર સર્જરી માટે જ નથી, દાઝયા ઉપરના કે કોઈ પણ પ્રકારના ઘાની વિવિધ સારવારમાં પણ મદદરૂપ થાય છે

ગુજરાત પ્લાસ્ટિક સર્જન એસોસિએશનની બે દિવસની વાર્ષિક કોન્ફરન્સ ૠઙજઅઈઘગ ૨૦૨૦ નો પ્રારંભ બી ટી સવાણી કિડની હોસ્પિટલ, રાજકોટ ખાતે થયો છે. જેમાં વિશ્વ નામાંકિત માઇક્રો વાસ્ક્યુલર પ્લાસ્ટિક સર્જન અને લિવિંગ લિજેન્ડ ડો. એસ. રાજા સભાપતિ (ગંગા હોસ્પિટલ, કોઇમ્બતુર) અને મુંબઇના ભારતના જાણીતા એસ્થેટિક સર્જન ડો. મિલન દોશી ઉપરાંત ગુજરાતના ૧૦૦ થી વધારે પ્લાસ્ટિક સર્જનો પણ આ કોન્ફરન્સમાં ભાગ લઇ રહ્યા છે.

સામાન્ય રીતે પ્લાસ્ટિક સર્જરી શાખા સ્થાનિક લોકોમાં કોસ્મેટિક સર્જરી માટે પ્રખ્યાત છે. આ કોન્ફરન્સ દ્વારા અમે પ્લાસ્ટિક સર્જન એસોસિએશન એક સંદેશ આપવા માંગીએ છીએ કે પ્લાસ્ટિક સર્જરીની ઉપયોગિતા માત્ર કોસ્મેટિક સર્જરી માટે જ નથી પરંતુ બર્ન્સ મેનેજમેન્ટ (દાઝી જવું) તેમજ એ સિવાય દરેક પ્રકારના ઘા ની સંભાળની વિવિધ સારવારમાં પણ પ્લાસ્ટિક સર્જરી મદદરૂપ થાય છે.

તેઓ જન્મજાત ખામીને સુધારવા માટે ખૂબ નિષ્ણાત છે તેમજ કોઈ અકસ્માત અથવા હુમલો થતાં ઇજાગ્રસ્ત કપાયેલા અંગો જેવા હાથ, પગ, આંગળી, અંગુઠો, કાન, નાક વગેરેને ફરીથી જોડવા માટેના નિષ્ણાંત છે.

ડો. ભૌમિક ભાયાણી, એ જણાવ્યું હતું કે આ પ્રસંગે, અમે બર્ન્સ અવેરનેસ એન્ડ પ્રિવેન્શન પર વિશ્વના પ્રથમ કેલેન્ડર જે બીઇંગ પેશન્ટ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલ છે. બર્ન્સને અટકાવવા માટેના વધુ પગલા લેવા માટેના કારણો તેમજ બર્ન્સ (દાઝી જવું) થયા પછી શું કરવું તે અંગે માર્ગદર્શન આપતું આ કેલેન્ડર ખૂબ જ અજોડ છે. આ કેલેન્ડર ની ખાસિયત એ છે કે જે તે મહિનામાં તે કારણ થી દાઝવાના બનાવ વધારે બનતા હોય તે મહિનામાં તે જ કારણો દર્શાવવામાં આવ્યા છે.

ડો. એસ. રાજા સભાપતિ એ જણાવ્યું હતું કે અમે આ સંદેશો ખૂબ જ ભારપૂર્વક જણાવવા માંગીએ છીએ કે કોઈએ હંમેશા બર્ન્સમાં અને કોઈપણ પ્રકારની ઘા ની ઇજાઓથી જીવન બચાવવા અને સંભવિત વિકલાંગતાઓને રોકવા માટે અંગ બચાવવા માટે પ્લાસ્ટિક સર્જનો નો જ સંપર્ક કરવો જોઇએ. અંગ, આંગળી, પગ, અંગૂઠા વગેરેના કપાવવાની ઘટનાઓ પછી તરત જ ૩-૪ કલાકો ખુબ મહત્વના હોય છે આ કલાકોમાં માઇક્રો વાસ્ક્યુલર પ્લાસ્ટિક સર્જનો નો સંપર્ક કરવામાં આવે તો, અંગને બચાવવા અને લાંબા સમય સુધી અપંગતાને ટાળવા માટે માઇક્રો વાસ્ક્યુલર પ્લાસ્ટિક સર્જનો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

સર્જન ડો. પી. કે. બીલવાની એ જણાવ્યું હતું કે બર્ન્સ પર નળનું સામાન્ય ઠંડુ પાણી રેડવું અને બીજું કશું લગાવવું નહિ તેમજ તરત જ નજીકના પ્લાસ્ટિક સર્જન અથવા બર્ન્સની સારવાર આપતા જનરલ સર્જનનો સંપર્ક કરવો.

ડો.હિતેશ ધ્રુવે ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતને દહન મુકત કરશું. ૨૦૨૫ સુધીમાં અમે એવું અભિયાન શરૂ કર્યું છે. દાઝેલા વ્યક્તિના કિસ્સામાં પહેલા કરતા હવે ૫૦ ટકા કેસ ઘટયા છે તેનું મોટું કારણ અમારૂ આ અભિયાન “say no to burn છે.