Abtak Media Google News

તાજેતરમાં જ ચીને સોલાર હાઇ-વે બનાવ્યો છે ત્યારે સોલારઉર્જામાં ગુજરાતનું ગીર કાઠુ કાઢશે ગીરના જંગલમાં વસેલું રસુલપરા ગામડુ દુનિયાનું સૌથી પહેલુ સોલાર વિલેજ બનશે. જેમાં ફક્ત ગામમાં પંચાયત ઘર જ નહીં પરંતુ તમામ મકાનો સૌરઉર્જાથી ચમકશે. જેની રાજ્ય વન વિભાગે ગ્રામ પંચાયતને ગ્રાન્ટ ફાળવી છે અને તેનું કામ પણ શરુ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય તો એ છે કે પંચાયત ખૂદ સોલાર એનર્જી વિજ કંપનીને વહેંચી કમાણી કરી શકશે. ગીરના જંગલ પાસે આવેલા રસુલપરામાં રૂ.૩.૭૦ લાખના સોલાર પ્લાન્ટ નાખવામાં આવ્યો છે આ ઉપરાંત પંચાયતે ૫૦ સોલાર સ્ટ્રીટ લાઇટો પણ નાંખી છે.

Advertisement

માટે હવે સ્ટ્રીટલાઇટનો ખર્ચ ઉપાડવો પડશે નહીં જંગલના વિસ્તારમાં વિજળીની કમીથી લોકો ખૂબ જ પરેશાન થતા વળ તેમને જંગલી પશુઓની પણ બીક રહેતી માટે ગ્રામજનો માટે સોલારઉર્જા એક ઉત્તમ સુવિધા બની રહેશે. તેમજ તેમને ૨૫ વર્ષ સુધી વિજળીનો ખર્ચો જ થશે નહીં. ફક્ત ચાર હજારની વસ્તી ધરાવતા રસુલપુરા ગામમાં સોલારએનર્જીનો જાદુ છવાશે. આ ગામમાં સ્ટ્રીટલાઇટ, વિજળી, તેમજ તમામ વીજબીલમાંથી રાહત થશે. જેનું ગઇ કાલે જ વન્ય વિભાગ દ્વારા શુભારંભ કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.