Abtak Media Google News

પોરબંદરમાં કોરોનાનું સંક્રમણ વધતા મૃત્યુના કેસમાં પણ વધારો થઈ રહ્રાો છે. હાલ સ્મશાન ભૂમિમાં પણ વેઈટીન્ગ જેવી સ્થિતિ જોવા મળી રહી છે અને સ્મશાનમાં આવતા મૃતદેહોની સંખ્યા પણ લગભગ બમણી થઈ રહી છે.

પોરબંદર જિલ્લામાં કોરોના સંક્રમણ વધ્યું છે. કોરોના પોઝિટિવ દદર્ીઓની સંખ્યા વધી છે, અને સિટીસ્કેનમાં પણ કોરોનાના લક્ષાણો આવતા હોય તેવા દદ્ીઓની સંખ્યા વધી છે, જેથી સારવાર દરમ્યાન દર્દ્ીઓના મૃત્યુ થઈ રહ્રાા છે. હાલ પોરબંદરની સ્મશાનભૂમિમાં અગ્નિદાહ સંસ્કાર માટે આવતા મૃતદેહોની સંખ્યામાં વધારો નોંધાયો છે. છેûા 1પ દિવસની વાત કરીએ તો અંતિમ સંસ્કાર માટે આવતા મૃતદેહોની સંખ્યામાં મહદઅંશે વધારો થયો છે. આમ તો સરેરાશ પાંચ જેટલા મૃતદેહો અંતિમ સંસ્કાર માટે સ્મશાનભૂમિમાં આવતા હતા. જ્યારે આજે શુક્રવારે બપોરે 1ર વાગ્યા સુધીમાં જ 1ર જેટલા મૃતદેહો અગ્નિ સંસ્કાર માટે આવ્યા હતા. અને મૃતદેહોને અગ્નિ સંસ્કાર માટે તેના પરિવારજનોએ રાહ જોવી પડી હતી. એક સાથે ત્ર્ાણ મૃતદેહો અગ્નિ સંસ્કાર માટે આવતા ત્ર્ાણેય મૃતદેહના અગ્નિ સંસ્કાર માટે લાઈનમાં વારો આવ્યો હતો. છેલ્લા 1પ દિવસની જો વાત કરીએ તો પોરબંદરના સ્મશાન ખાતે છેલ્લા પંદર દિવસ માં 118 લોકોના અગ્નિસંસ્કાર કરાયા છે. લાંબા સમય બાદ આ આંકડો જોવા મળ્યો છે જે ચિતાજનક છે…

તો બીજી તરફ  પોરબંદરની સ્મશાન ભૂમિમાં કોરોના કાળથી 100 જેટલા મૃતદેહોના અસ્થિકુંભ સુધી કોઈ લેવા આવ્યું નથી. અગ્નિ સંસ્કાર બાદ પરિવારજનોની એવી ઈચ્છા હોય છે કે સ્વજનના મૃત્યુ બાદ તેના અસ્થિનું વિસર્જન હરિદ્વાર ખાતે કરવામાં આવે. પરંતુ કોરોના મહામારી શરૂ થતા આ અસ્થિઓ સ્મશાનભૂમિમાં પડી રહ્યા છે. કોરોના લોકડાઉન અને બાદમાં કોરોના સંક્રમણને કારણે હરિદ્વાર અસ્થિ વિસર્જન માટે જવું મુશ્કેલ બનતા 100 જેટલા અસ્થિકુંભ  સ્મશાન ભૂમિમાં એક કબાટમાં પડ્યા છે. સ્મશાન ભૂમિના સંચાલકોએ જણાવ્યું હતું કે અસ્થિઓને હરિદ્વાર વિસર્જન માટે લઈ જવા માટે મૃતકના પરિવારજનો અહી નામ લખીને રાખી જાય છે પરંતુ કોરોના સમયમાં કોઈ લેવા આવતું નથી. હાલ પણ કોરોનાની સ્થિતિ વધુ ગંભીર બની છે જેથી આવનારા સમયમાં પણ દ્વારકા, સોમનાથ, પ્રાચી સહિતના સ્થળોએ અસ્થિ વિસર્જન માટે જઈ  શકશે નહી જેથી આ અસ્થિઓને કોઈ લેવા નહિ આવે ત્યાં સુધી સાચવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.