Abtak Media Google News

આવતીકાલે  અષાઢ સુદ પૂનમ ને બુધવાર તારીખ 13. 7. 2022 ના દિવસે ગુરુપૂર્ણિમા છે ગુરૂ પૂજનનું અનેરૂ પર્વ . ગુરૂપૂર્ણિમાના દિવસે ગુરૂપુજનનું મહત્વ અનેરૂ છે . ગુરૂજીને સૌપ્રથમ ચાંદલો ચોખા કરવા . પગે લાગવું ત્યારબાદ ગુરૂજીના જમણા પગના અંગુઠા ઉપર પાંચ ચમચી પંચામૃત અને ત્યારબાદ બે ચમચી પાણી ચડાવી ચોખ્ખા જળથી અભિષેક કરી પગ ધોવા . તે પાણીનું ચરણામૃત લેવું . ગુરૂજીને મીઠાઇ તથા ભેટ અર્પણ કરવી પગે લાગવું .  જે નિશાળમાં ભણતા હોય અથવા તો કોલેજમાં ભણતા હોય ત્યાં ના શિક્ષક અથવા પ્રોફેસર નું પણ  તેનું પણ ગુરુ તરીકે પૂજન કરી શકાય છે જો કોઈ પણ ગુરુ ન હોય તો મહાદેવજીએ અથવા શ્રીકૃષ્ણ ભગવાનને ગુરુ માની શકાય છે સાથે ગીતા નું પુસ્તક રાખી તથા મહાદેવજી અથવા શ્રીકૃષ્ણ ભગવાનની છબી રાખી અને ગુરુ પૂજન કરી શકાય છે ” – શાસ્ત્રી રાજદીપ જોષી .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.