Abtak Media Google News

ભાજપની સરકારે દેશમાં કોંગ્રેસના 60 વર્ષના શાસનની સરખામણીમાં છેલ્લા નવ વર્ષમાં દેશમાં બમણું કામ કર્યું

કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા નીતિન ગડકરીએ કોંગ્રેસ પર હાસ્યાસ્પદ કટાક્ષ કર્યો છે. તેમણે જણાવ્યું કે, એક વખત કોંગ્રેસમાં સામેલ થવાની ઓફર કરી હતી. તેના પર તેમણે જવાબ આપ્યો હતો કે, ’કોંગ્રેસમાં જોડાવા કરતા કૂવામાં કૂદવાનું પસંદ કરીશ’. નીતિન ગડકરીએ એમ પણ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી સરકારે દેશમાં કોંગ્રેસના 60 વર્ષના શાસનની સરખામણીમાં છેલ્લા નવ વર્ષમાં દેશમાં બમણું કામ કર્યું છે.

શુક્રવારે મહારાષ્ટ્રના ભંડારામાં નરેન્દ્ર મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થવાના અવસર પર એક સભાને સંબોધતા ગડકરીએ ભાજપ માટે કામ કરવાના તેમના શરૂઆતના દિવસોને યાદ કર્યા અને પાર્ટીની યાત્રા વિશે વાત કરી હતી.તેમણે કોંગ્રેસના દિવંગત નેતા શ્રીકાંત જિચકર દ્વારા તેમને કરવામાં આવેલી ઓફરને પણ યાદ કરી હતી.

નીતિન ગડકરીએ કહ્યું કે, જિચકરે મને એક વખત કહ્યું હતું કે, તમે પાર્ટીના ખૂબ સારા કાર્યકર અને નેતા છો અને જો તમે કોંગ્રેસમાં જોડાશો તો તમારું ભવિષ્ય ઉજ્જવળ થશે. પરંતુ મેં તેમને કહ્યું હતું કે, હું ’કોંગ્રેસમાં જોડાવા કરતા કૂવામાં કૂદવાનું પસંદ કરીશ’ ભાજપ અને તેની વિચારધારામાં દ્રઢ વિશ્વાસ રાખું છું અને તેના માટે કામ કરવાનું ચાલુ રાખીશ.

તેમણે આરએસએસની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) માટે કામ કરતી વખતે તેમના યુવા દિવસોમાં તેમનામાં મૂલ્યો કેળવવા બદલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પણ પ્રશંસા કરી હતી.ગડકરીએ આરએસએસની વિદ્યાર્થી શાખા- અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) માટે કામ કરતા શરૂઆતના દિવસોમાં મૂલ્યોને સ્થાપિત કરવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પણ પ્રશંસા કરી હતી. કોંગ્રેસ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, પાર્ટીની રચના થઈ ત્યારથી તે ઘણી વખત ભાંગી ચૂકી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.