Abtak Media Google News

મિશન ભગીરથા’ હેઠળ ૩૧ માર્ચ સુધીમાં રાજયના ૬૫.૨૯ લાખ ઘરોમાં નળ થી પાણી પહોંચાડવાનો  કેસીઆર સરકારનો લક્ષ્યાંક હૈદ્રાબાદ

અલગ રાજય માટે ચળવળ ચલાવીને તેલંગાણાના લોકહૃદયમાં આગવું સ્થાન પ્રાપ્ત કરનાર, મુખ્યમંત્રી કે.ચંદ્રશેખરરાવે રાજયના સર્વાંગી વિકાસ માટે અનેક યોજનાઓનો આરંભ કર્યો હતો. વિકાસના મુદા પર તાજેતરની ચૂંટણી લડનારા કેસીઆરને ભારે સફળતા મળી હતી. અને જંગી બહુમતીથી ફરી ચૂંટાઈ આવ્યા છે.ચૂંટાયા બાદ રાજયનાવિકાસ કાર્યોને ગળ ધપાવવા પાણીની મોકાણને કાયમ માટે દૂર કરવા કેસીઆરે ગઈકાલે ‘મિશન ભગીરથા’ યોજના અંતર્ગત ૩૧ માર્ચ સુધીમાં રાજયના તમામ ઘરોમાં નળોથી પાણી આપવાનો નિર્ણય કર્યો છે.

૧લી એપ્રીલ બાદ રાજયમાં કોઈપણ નાગરીક પાણી માટે વાસણ લઈને દોડાદોડી કરતો જોવા ન મળે તેવા ઉદેશ્ય સાથે કેસીઆરે આ યોજના અમલમાં મૂકી છે. આયોજનાનું યોગ્ય અમલીકરણ થાય તે માટે કેસીઆરે રાજયના ધારાસભ્યો તથા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને તેમના મંતવ્યો જાણ્યા હતા.

આ બેઠકમાં રાવે રાજયના દરેક પર્વતીય, જંગલકેદૂરના વિસ્તારોમાં રહેતા નાગરીકોને નળ દ્વારા મળી રહે તે માટે કોઈ પણ ખર્ચે આ યોજનાનું અમલીકરણ કરવા તાકીદ કરી હતી.

આ યોજનાના પહેલા તબકકામાં રાજયના ૯૫ ટકા ઘરોમાં નળ દ્વારા પાણી પહોચે તેવું આયોજન ઘડી કાઢવા ઉચ્ચ અધિકારીઓને રાવે તાકીદ કરી હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈમોદીએ ઓગષ્ટ ૨૦૧૬માં આ નવા રાજયની મુલાકાત વખતે ‘મિશન ભગીરથ’નો પ્રારંભ કર્યો હતો. રૂ.૪૩,૭૯૧ કરોડનું બજેટ ધરાવતો આ યોજનાનો અમલ કરીને કેસીઆર સરકારે રાજયના ૬૫.૨૯ લાખ ઘરોમા રહેતા ૨.૭૨ કરોડ લોકોને પાણી પહોચાડવાનો નિર્ધાર વ્યકત કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.