Abtak Media Google News

ગત વર્ષકરતા ભાજપની આવકમાં ૭ કરોડની ઘટ

સત્તા ધરાવનાર ભારતીય જનતા પાર્ટીએ વર્ષ ૨૦૧૭-૧૮માટે પોતાની આવક રૂ.૧૦૦૦ કરોડથી પણ વધુ દર્શાવતા વાર્ષિક ખર્ચને રૂ૭૫૦ કરોડ હોવાનું જાહેર કર્યું છે. ઓડિટ માટે બન્ને પક્ષોએ પોતાની આવક અને ખર્ચના આંકડા ઈલેકશન કમીશનને આપવાનાહોય છે ત્યારે હજુ સુધી કોંગ્રેસે પોતાના હિસાબો સ્પષ્ટ કર્યા નથી.

Advertisement

સોમવારે જાહેર કરાયેલા ઈલેકશન એસોસીએશન ડેમોક્રેટીક રિપોર્ટમુજબ ભાજપની કુલ વાર્ષિક આવક રૂ.૧,૦૨૭.૩૩૯ કરોડ હોવાનું જાહેર કર્યું હતું. આ સાથે જ ભાજપ સૌથી વધુ કમાણી કરનાર પાર્ટી રહી હતી. ત્યારબાદ કોમ્યુનિષ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા માર્કસીસ્ટની આવક રૂ.૧૦૪.૮૪૭ કરોડ રહી હતી,ત્યારબાદ માયાવતીની બસપાએ પોતાની વાર્ષિક આવક ૫૧.૬૯૪ કરોડ જાહેર કરી હતી.

ગત વર્ષે જાહેર કરાયેલી આવકની સરખામણીએ આ વર્ષે ભાજપના આવકમાં ‚ા.૭ કરોડનો ઘટાડો નોંધાયો છે તો ખર્ચ બાજુ ભાજપે ૭૫૮ કરોડ વાપર્યા હોવાની નોંધણી છે. શરદ પવારના નેતૃત્વની નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટીએ (એનસીપી) તેની આવક ૮.૧૫ કરોડ, પરંતુ ખર્ચ ૮.૮૪ કરોડ દર્શાવી હતી.

ત્રિનામુલ કોંગ્રેસે રૂ.૫.૧૬૭ કરોડ તો કોમ્યુનિષ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (સીપીઆઈ)એ તેની કુલ આવક ૧.૫૫ કરોડ દર્શાવી હતી. વર્ષ ૨૦૧૬-૧૭માં કોંગ્રેસે ૨૨૫.૩૬ કરોડની કમાણી કર્યા હોવાની નોંધણી હતી. પરંતુ આ વર્ષે ઈન્કમ ટેકસ વિભાગને પોતાની બેલેન્સશીટ આપવાનીહજુ બાકી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.