Abtak Media Google News

ગુવાહાટી ટી ઓકશન સેન્ટર દ્વારા એક કીલો ‘પર્પલ ચા’ ૨૪,૫૦૧ રૂપીયામાં વેચાઈ

આજના ભાગદોડભર્યા જીવનમાં થોડી ક્ષણો માટે હળવાશનો અનુભવ કરાવતી ‘ચા’ના ચાહકો વધ્યા છે. તેમાં પણ અલગ અલગ વેરાયટી યુકત ચાની ચુસ્કી માણવા લોકોમાં અનોખો ક્રેઝ ઉભો થયો છે. ભારતમાં ‘ચા’નું સૌથી વધુ ઉત્પાદન આસામમાં થાય છે.

Advertisement

આસામનું પશ્ચીમી શહેર ગુવાહાટી અલગ અલગ પ્રકારની ચા માટે વખણાય છે. ત્યારે તાજેતરમાં ધ ગુવાહાટી ટી ઓકશન સેન્ટર ખાતે ચાની હરરાજી કરાઈ હતી જેમાં પ્રથમ વખત પર્પલ ટી રેકોર્ડેડ કિંમતે વેચાઈ છે. જી.હા, એક કિલો પર્પલ ચા રૂ. ૨૪૫૦૧માં વેચાઈ છે.

આ પર્પલ ટીની ખાસીયત એ છે કે, તેની ૧ કીલો ભૂકકી દસ હજાર પાંદડાઓમાંથી બને છે. આ પર્પલ ટીનું ઉત્પાદન અ‚ણાચલ પ્રદેશના ડોનિયો પોલો ટી એસ્ટેટ દ્વારા કરવામાં આવે છે. અને ગુવાહાટી ખાતેની આ ચા ડુંગર ક્ધઝયુમર પ્રોડકટસ પ્રાઈવેટ લીમીટેડ કંપનીને વેચવામા આવી છે.

આ કંપનીના સચીવ દિનેશ બિહાનીએ કહ્યું કે, ભારતમાં પ્રથમ વખત જ આ પર્પલ ‘ચા’નું વેચાણ મોટી કિંમતે થયું છે. ગુવાહાટી ટી ઓકશન સેન્ટરે તેમની આ હરરાજીમાં પ્રથમવાર પર્પલ ટીને સામેલ કરી છે. અને પ્રથમવારમાં જ રેકોર્ડ બ્રેક પ્રાઈસે વેચાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.