Abtak Media Google News

સ્પેશિયલ કોર્ટે ગોધરાકાંડના આરોપી યાકુબ પાતળીયાને આજીવનકેદની સજા ફટકારી છે. આ પહેલા સ્પેશિયલ કોર્ટે 31 શખ્સોને આજીવન કેદની સજા ફટકારી હતી. આમ આ કેસમાં કુલ 32 શખ્સોને આજીવન કેદની સજા ફટકારાઈ છે.

Advertisement

27 ફેબ્રુઆરી 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસના કોચ નંબર S-6ને આગ લગાવવામાં આવી હતી. જેમાં 59 કાર સેવકોના મોત થયા હતા. ત્યાર બાદ આ કેસની તપાસ માટે સીટની રચના કરાઈ હતી. જેને પગલે SITએ કુલ 125 આરોપીઓને ઝડપી લીધા હતા. જેમાં ટ્રાયલ કોર્ટે 11ને ફાંસીની અને 20 શખ્સોને આજીવન કેદની સજા આપી હતી. પરંતુ ગુજરાત હાઈકોર્ટે 11 શખ્સોની ફાંસીને સજા આજીવનકેદમાં ફેરવી હતી. આમ હવે યાકુબ સહિત 32ને આજીવન કારાવાસની સજા ફટકારી છે. આ કેસમાં કુલ 8 આરોપીઓ હજુ પણ ફરાર છે. જ્યારે 63 લોકોને નિર્દોષ છોડવામાં આવ્યા હતા. આ કેસ તપાસ માટે રચાયેલા નાણાવટી કમિશને કહ્યું હતું કે એસ-6 કૉચમાં આગ લગાડવાની કોઈ દુર્ઘટના નહી પણ આગ લગાડવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.