Abtak Media Google News

ઘૂમ બાઇકના ચાહકો માટે ગૂડ ન્યુઝ: આ છે તાકાતવાળી મોટર બાઇક

સ્પોર્ટસ બાઇકનાં ચાહકો માટે વધુ આકર્ષક અને તાકાત ધરાવતી યામાહા ફેઝર ભારતમાં જોશશોરથી લોન્ચ કરવામાં આવી છે. તે સ્પષ્ટ છે કે ફેઝર ૨૫૦ ની સરખામણી એફઝેકટૂફાઇવ (એફઝેડ ૨૫) સાથે કરવામાં આવે તો ઘણાં ખરા ફીચર્સ મળતા આવે છે. પરંતુ તેમના એન્જીન અને આઉટ પુટ ઓછા અથવા વધુ હોઇ શકે છે. સાથે આ ઘુમ બાઇક ફાઉલ વેરિયર છે. જે આ વર્ષની ભારતમાં યામાહાની (એફઝેડ ૨૫) એફઝેડટૂફાઇવ પછીની બીજી બાઇક છે.જેનું બાઇકનું પરિક્ષણ બે રંગોમાં કરવામાં આવ્યું છે. (એફ.ઝેડ ૨૫) એફઝેડટૂફાઇવ લોન્ચ થયાના પાંચ મહિનામાં જ ફેઝર ભારતની સડકો પર ઘૂમ મચાવવા તૈયાર છે, પરંતુ ફેઝર વધુ ફિચર્સ ધરાવેનું ૨૫૦ સીસીનું મોટર બાઇક છે જેની બનાવટ ખાસ છે અને આકર્ષક બનાવાયું છે. જો કો તેની હેડલાઇટ અને બેઇડી સ્ટ્રીપ એફઝેડટૂફેઇલ જેવી જ છે. તેમ છતાં બાઇકનો આંતરીક દેખાવ સ્નાયુબઘ્ધ (મસ્કયુલર) રખાયો છે.હાલ તો તેની કિંમત રિવિલ કરવામાં આવી નથી. પરંતુ એક તારણ પ્રમાણ ‚ા ૧.૩ લાખ તેની કિંમત નકકી થઇ શકે છે. અને ઓન રોડ  આવતા એસેસરિઝ ડયુટી લાગી શકે તેમ છે.આ વર્ષની પહેલી યામાહા એફઝેડટૂફાઇવની (એફઝેડ૨૫) ની કિંમત ‚ા ૧,૧૯,૩૩૫ હતી પરંતુ વધુ ફિચર્સ સાથે આ બાઇક  આશરે ૧.૩ લાખમાં વેચાશે. જો કે કિંમતની ભરપાઇ યામાહા ગ્રાહકોને સંતોષજનક મોડલ આપી કરશે.જેનું  પીક અપ પાવર ૨૦ બીએચપી પ્રતિ ૮૦૦૦ આરપીએપ રહેશે તો સ્વાભાવિક છે કે તેનું એન્જીન જબરદસ્ત હશે ફેઝરના ઘણાં ખરા પાર્ટસ જેમ કે ટાયર, બ્રેક, વ્હીલ અને ફયુલ ટેંક એફઝેડટૂફાઇવ જેવાં જ છે પરંતુ ઉલ્લેખનીય તો એ છે કે જયારે કંપની નવા મોડલમાં અમુક જ ફેરફાર કરી સરખા જ યુનિટ લોન્ચ કરે ત્યારે તેમને વધુ ખર્ચો થતો નથી માટે જ ગ્રાહકોને પણ એડવાન્સ ફિચર્સની પ્રોડકટસનો લાભ થોડા ઘણા ફેરફારથી મળે છે.બાઇક જોતા જ તબયત ખુશ થઇ જાય માટે તેને હલ્ક જેવો મસ્કયુલર લૂક આપવામાં આવ્યો છે.આ બાઇક લોન્ચ થઇ ગઇ છે તો લોકોને પસંદ પડશે કે નહી એ તો આવનારો સમય જ નકકી કરશે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.