Abtak Media Google News

સ્પષ્ટ વક્તા અને તીખા તેવરને લય અરખામણા થયેલા યતીન ભાઈ માટે સુપ્રીમે બીતા-બીતા અવધિ વધારી

ગુજરાત હાઈકોર્ટના ધારાશાસ્ત્રી અને એડ્વોકેટ્સ એસો.નાં પ્રમુખ યતીન ઓઝાને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે.અગાઉ કોર્ટેના તિરસ્કાર બદલ સિનિયર એડવોકેટનું પદ પરત લેવાના હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. પૂર્વ ધારાસભ્ય યતીન ઓઝા હવે જાન્યુઆરી પહેલી-2022થી ફરી વેળા વરિષ્ઠ એડવોકેટ તરીકે ગણમાન્ય રહેશે .

Advertisement

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એસ.કે. કૌલ અને આર.સુભાષ રેડ્ડીની ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો. યતીન ભાઈ ઓઝા સ્પષ્ટ વક્તા અને તીખા તેવરને લઇ પોતાની આગવી છાપ ઉભી કરી છે ત્યારે તેઓએ ગુજરાત હાઇકોર્ટ એક સમયે જુગારધામ ગણાવ્યું હતું પરિણામે તેનું જે વરિષ્ઠ એડવોકેટ તરીકેનું પદ જોખમમાં મૂકવામાં આવ્યું હતું. બીજી તરફ તેઓએ બિનશરતી માફી પણ માંગી હતી પણ ગુજરાત હાઈકોર્ટે તે ફગાવી દીધી હતી .

યતીન ઓઝાને આ બદલ રૂપિયા બે હજારનો દંડ અને આખો દિવસ બેસવાની સજા કરી હતી. ઉલ્લેખનીય છે કે કોરોનાની પહેલી લહેર દરમિયાન ગુજરાત હાઇકોર્ટની રજિસ્ટ્રી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો બદલ એડવોકેટ ઓઝા સામે સુઓમોટો કન્ટેમ્પ્ટ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને તેના પરિણામે તેમનો સીનિયર એડવોકેટનો દરજ્જો જુલાઇ-2020માં પરત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. ત્યારે આ તમામ મુદ્દાઓ ઉપર પડદો પડી જતાં સુપ્રીમ કોર્ટે ફરી બે વર્ષ માટે યતીન ઓઝા ને વરિષ્ઠ એડવોકેટ તરીકેનું પદ આપવામાં આવ્યું છે.

સુપ્રીમ દ્વારા તાકીદ પણ કરવામાં આવી હતી કે, સીનિયર એડવોકેટ તરીકે અરજદાર કેવી વર્ણૂક કરે છે તેનું હાઇકોર્ટ નિરીક્ષણ કરે. બે વર્ષના આ નિરીક્ષણ બાદ હાઇકોર્ટ અંતિમ નિર્ણય લે કે અરજદારની વર્તણૂક સ્વીકાર્ય છે કે નહીં અને સીનિયર એડવોકેટનો દરજ્જો કાયમી ધોરણે પરત આપવો કે નહીં. કોર્ટે અરજદારને તક અને બે વર્ષનો સમયગાળો આપી જોવા માંગે છે કે તેમના દ્વારા આપવામાં આવેલી અમને આપવામાં આવેલી બાંયધરી સાચી હતી કે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.