Abtak Media Google News

‘અબતક’ સાથેની ‘ચાય પે ચર્ચા’માં યોગ, હિલિંગ અને અદ્યાત્મ જેવા વિષયોની નિષ્ણાંત સાથે રસપ્રદ છણાવટ: ગેરસમજણ દુર થવા બાદ સ્વીકાર શકય

પહેલાના જમાનામાં ઋષિમુનીઓ દ્વારા કોઇપણ રોગ વખતે હિલિંગ દ્વારા જ સારવાર આપવામાં આવતી હતી. તાજેતરમાં જ ‘વિશ્ર્વ યોગ દિન’ યોજાઇ ગયો તેના પરથી લાગે છે કે હવે, વિશ્ર્વ ફરીથી જ એ તરફ વિચારતું થયું છે. અને લોકો યોગ કરતાં તેમજ અડકયા વગર કરાતા  હિલિંગને માનતા થયા છે તેમ કહી શકાય.  ત્યારે હિલિંગ, યોગ અને સ્પિરિચ્યુઅલ ક્ષેત્રના નિષ્ણાંત બિરવા ગોહિલે ‘અબતક’ સાથેની ચાય પે ચર્ચા માં આ તમામ ક્ષેત્રોની ઝીણવટ પૂર્વકની માહિતી આપી હતી.

Advertisement

જ્ઞાનને ઉંમરના સીમાડા નથી નડતા તેની જેમ જ બિરવાબેને નાની ઉંમરમાં આ ક્ષેત્રે ઉંચાઇ પ્રાપ્ત કરી છે. હિલિંગ અને યોગમાં તેમણે ગોલ્ડમેડલ મેળવ્યો છે. તેમજ તમામ ક્ષેત્રો વિશે ખુબ જ ઉંડાણપૂર્વકનું જ્ઞાન તેમણે પીરસ્યુ હતું.

સમગ્ર વિશ્ર્વ એક કોસ્મિક એનર્જીથી કાર્ય કરે છે. ત્યારે બ્રહ્માંડની આ એનર્જી પાસે કઇ રીતે કાર્ય કરાવવું ? તેના જવાબમાં બિરવાબેન જણાવે છે કે ડોકટર જે રીતે સ્ટેથોસ્કોપ દ્વારા રોગનું નિદાન કરી જે પ્રકારની બિમારી હોય તેવી ગોળી આપે છે તે જ રીતે હિલિંગમાં હાથ ‚પી સ્ટેથોસ્કોપથી ડીસીઝની એનર્જી દુર કરી બ્રહ્માંડમાંથી એનર્જી ટ્રાન્ફર કરવામાં આવે છે. જેને બીજા અર્થમાં નેગેટીવ દુર કરી પોઝેટીવ  આપવું તેમ કહી શકાય.

કોસ્મિક એનર્જીની ફ્રીકવન્સી કઇ રીતે ઓળખવી ? તેના જવાબમાં તેમણે લોકોમાં એનર્જી ઓળખવા માટે જાગૃતિનો અભાવ હોવાનું તેમજ જે રીતે ભગવાનને જોયા નથી છતાં આપણે માનીએ છીએ તે જ રીતે વર્ષોથી વડીલો દ્વારા કહેવામાં આવેલી માન્યતાને આપણે વળગી રહીએ છીએ. ભગવાન રામ, શિવ કે બ્રહ્માની એનર્જી પણ આપણે જોઇ નથી પરંતુ અમુક પ્રકારની પ્રેકટીસ રોજબરોજ કરવાથી તે અનુભવી શકાય છે. આપણા ઋષિમુનિઓ આજ પઘ્ધતિનો ઉપયોગ કરતા હતાં.

દુનિયાની પ્રવર્તતી પરિસ્થિતિ માટે આપણે કોસ્મિક એનર્જીને ડીસ્ટર્બ કરી છે તેમ કહી શકાય ? તેનો જવાબ હા માં આપતા તેમણે જણાવ્યું હતું કે કોઇએ કહ્યું અને આપણે તે માની લીધું એટલુ  નહી અન્યને પણ તેજ ટ્રાન્સફર કરી આસપાસના લોકોની એનર્જી પણ બગાડીએ છીએ.

જેમ વાત સાંભળવા માટે મોબાઇલ કાર્ય કરે છે.. તે જ રીતે આ એનર્જી પણ કામ કરે છે. જેમ મોબાઇલની માન્યતાને વિજ્ઞાન દ્વારા સ્વીકારવામાં આવે છે. ત્યારે હિલિંગ અને યોગ માટે લોકોમાં ગેરસમજણ દુર થશે પછી જરૂર માન્યતા મળશે જેમ રામાયણમાં અહલ્યાના શરીરને રામ ભગવાનના પગના અંગુઠાનો સ્પર્શ થતાં તે જીવંત થઇ હતી તે એનર્જી ટ્રાન્સફર કરવાનું શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય, એ જ રીતે રાવણ જયારે સીતાજીને ઉપાડી જાય છે ત્યારે રાવણના દરબારમાં અંગદ દ્વારા પુછથી બનાવાયેલ સિંહાસન કોઇ ખસેડી ન હતા શકયા એવું તેમણે ઉમેર્યુ હતું. આ હિલીંગના શ્રેષ્ઠ ઉદાહરણો ગણી શકાય.

હાલ, યોગ ચો-તરફ જોવા મળે છે પણ લોકો અલગ અલગ જગ્યા પર નાના મોટા કોર્સ જેવા કે ડીસટન્સ કોર્સ કરીને યોગ શિક્ષક બને છે જેમાં માત્ર પાસ થવાય છે. પ્રેકિટકલનો અભાવ હોય છે માટે તેઓ માને છે. માટે એમ કહી શકાય કે જોયા જાણ્યા વગર યોગ ન કરવા જોઇએ.

ડીસીઝ થવાના કારણો દરેક વ્યકિત માટે જુદા જુદા હોય છે જે એકને અસર કરે તે બીજાને ન કરે તે જ રીતે તેના કારણોમાં આદત, સંસ્કૃતિ, સંસ્કાર, બીજા દ્વારા અપાયેલા વિચારોનો સ્વિકાર અને પછી અમલ પણ જવાબદાર હોઇ શકે છે.

આજે યોગના આસનો વિશે જાણીએ છીએ પણ કયા આસનની કેવી અસર થાય છે. તે જાણવા માટે ચેતના જાગૃત કરતા નથી. જાણ્યા વગર યોગા ન કરવા જોઇએ. શાસ્ત્રોના વાંચનને મનન કરી વ્યકિતગત ચેતના પરની અસર જાણી તેને કાર્યાન્વિત કરવી પડે છે.

આજે લોકો આ બધુ ન જાણવા માટે કારણો આગળ ધરે છે. જેમાં એક કારણ વ્યસ્તતા બતાવે છે. પણ તેવું સત્ય નથી. મેનેજમેન્ટ ના અભાવે તેઓ અપનાવતા નથી હોતા.

કોઇપણ કાર્ય પાછળ ચોકકસ હેતુ હોય છે તે માટેની ચેતનાને જાગૃત કરીને જ કાર્ય કરવું જોઇએ ડીસીઝ માનસિકતા સાથે જોડાયેલા છે તે મહદ્અંશે શારિરીક હોતા નથી. આપણા શરીરના પાંચ પ્રકારો છે જેમાં ફીઝીકલ, મેન્ટલ, ઇમોશનલ વગેરે અલગ અલગ સ્તર હોય છે.

ઓરા લોહચુંબકની જેમ કાર્ય કરે છે. કોઇપણ વ્યસન હોય તો તે મનોશારિરીક રોગ છે તે જ રીતે ડાયાબિટીસ, બ્લડ પ્રેસર, ટેન્શન, સ્ટ્રેસ વગેરે મટાડવા થોડા અધરા છે. કારણ કે આમાં અંદર આવેલ નેગેટીવ એનર્જીનો ભોગ બન્યા હોય છે. તેમ છતાં અંદર આવેલ નકારાત્મક એનર્જીને દુર કરવા યોગ અને પ્રાણીક હિલિંગ કારગત નિવડે છે. યોગ માત્ર શરીરના સ્તરે ન કરતા વિવિધ પ્રાણાયામ સાથે કરવા તથા તેની શરીરના કયાં ચક્રપર કેવી અસર પડે છે. તે જાણવું અને તે રીતે આંતરિક સત્ય જાણીને કરવાથી પરિણામ મળે છે. યોગએ ઋષિમુનિઓએ આપેલી પઘ્ધતિ છે. જે એક તપસ્યા છે. જયારે હિલીંગ દ્વારા આંતરિક સત્યને જાણવામાં આવે છે અને જાણ્યા બાદ બ્રહ્માંડની ઉર્જાનો ઉપયોગ એનર્જી બોડી પર કરી ફીઝીકલ બોડી પર અસર કરાવવામાં આવે છે. તેમ બિરવાજી જણાવે છે.

ઉપરાંત જેમ મશીન ચલાવવા માટે ચોકકસ ઉર્જા જરૂરી છે તે જ રીતે શરીર પાસે કાર્ય કરાવવા માટે કયાં પ્રકારની એનર્જી છે તે ઓળખી કાર્ય કરાવવામાં આવે છે. એક જ વસ્તુની એનર્જી ગમતું હોય તેના માટે પોઝેટીવ ન ગમતું હોય તેના માટે નેગેટીવ હોઇ શકે છે. તેમજ ખોરાક પોતે ઉર્જા છે. તેની અસર નકારી ન શકાય પણ તમે જેવું વિચારો તેવી અસરકારકતા જોવા મળે છે.

માટે હિલિંગ દ્વારા પોઝેટીવ એનર્જી દ્વારા વિચાર અને શકિતનું કોમ્બિનેશન કાર્યરત થાય છે.

બિરવાજીએ એ બાબત પર ખાસ પ્રકાશ પાડયો હતો કે નેગેટીવ જેવું કશું છે જ નહીં એક જ બાબત એક વ્યકિત માટે પોઝેટીવ હોય તે અનય માટે નેગેટીવ હોય છે. અંદર રહેલી એનર્જીને ઓળખી તે દિશામાં યોગ્ય પ્રયત્ન કરવો. હાલ લોકો પોતાને નથી ઓળખતા અને બીજાને ઓળખવાની કોશીષ કરે છે.

યોગનો ઉપયોગ શરીર પર અસરકરવા માટે નહીં આદ્યાત્મિકતા પ્રાપ્ત કરવા  થવો  જોઇએ. કોન્સિયશનેસ દ્વારા યોગ કરવાથી જ ફાયદો થાય છે. હાલ લોકો યોગા શરીરના લેવલે પર અને અનકોન્સિયસલી કરે છે. જયારે પ્રાણીક હિલિંગ દ્વારા ઓરા (આભામંડળ) ચેક કરી તેને હિલિગ આપવામાં આવે છે.

બ્રહ્માંડ તમારી અંદર છે. તેને શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે ત્યારે લોકો આ માન્યતાથી દુર થવાનું કારણ શું ? ના જવાબમાં તેઓ જણાવે છે કે લોકોમાં ધીરજ નથી, નોલેજ નથી આવી ચેતના સાથે યોગગુ‚ બની યોગ શીખવે છે તથા યોગને વ્યવસાય તરીકે અપનાવી શુઘ્ધતા જળવાતી નથી. જેટલું શીખ્યા હોય ૨૦ ટકા જ હોય છે. તેમાં ઉંડાણના અભાવે ધીમે ધીમે વિલીન થઇ જાય છે. અને અધુરુ આપે છે. યોગ એક લાંબી પ્રક્રિયા છે તથા યોગને અસર પહોંચતા સમય લાગે છે માટે જ ઋષિમુનીઓ યોગ માટે વર્ષો સુધી તપસ્યા કરતા હતા. જયારે પ્રાણીક હિલિંગ ત્વરીત અસર કરે છે.

યોગ અને પ્રાણીક હિલીંગ બન્નેના કોમ્બિનેશન દ્વારા ૭૨,૦૦૦ નાડીઓ શુઘ્ધ થાય છે. એનર્જી બોડીના બ્લોકંજ હિલિંગ દ્વારા દુર કરી અને ત્વરીત પરિણામ મેળવી શકાય છે.

આજના લોકોમાં મેનેજમેન્ટનો અભાવ હોય શ્ર્વાસ પણ યોગ્ય લેતા નથી. તેના પર ઘ્યાન નથી આપતા. અગાઉના સમયમાં લોકો ઘંટી દળતા, બહેનો દ્વારા ભજન ગાતા ગાતા રસોઇ બનાવતી ત્યારે આ ડીવાઇન એનર્જી રસોઇમાં ભળતી માટે પહેલાના ભોજનની ગુણવતા આજના ફાસ્ટફુડ કરતાં વધારે જોવા મળતી. આ અંગેની એનર્જી કઇ રીતે કામ કરે છે તેનું ઉદાહરણ આપતા તેમણે એક સંતની વાર્તા જણાવી હતી જેમાં સંત કોઇના ઘરે ભોજન માટે ગયા બાદ ચોરી કરવા પ્રેરાયા હતા. જેની તપાસ કરતા જેના ઘરે ભોજન લીધું તેના ઘરે ચોરાઉ ઘંઉ દ્વારા રસોઇ બનાવવામાં આવી હોઇ સંત જેવા સંત પણ નકારાત્મકતાનો શિકાર બની ગયા હતા.

નેગેટીવ એનર્જીનો શિકાર ન બનાય તે માટે પ્રાર્થના શ્રેષ્ઠ પઘ્ધતિ છે પ્રાર્થના કદી નિષ્ફળ જતી નથી. બે્રઇન ‚પી ડબીને ખાલી કર્યા બાદ જ તે અસરકારક રીતે કાર્ય કરે છે. હાર્ટ અને બે્રઇન દ્વારા બે્રઇનસેલ સતત કાર્યરત રહે છે અને નબળી વસ્તુને મન જલ્દીથી સેવ કરે છે. જેમ વાવણી કરવા માટે નિંદામણ કરવું જ‚રી છે તેમ વધારાની વસ્તુ બ્રેઇનમાંથી દુર કરવાથી નકારાત્મક અતિક્રમણથી બચી શકાય છે.

હિલિંગ શું છે ? એક પ્રકારની સારવાર છે. જેમાં વિવિધ વાયુના મિશ્રણ વાળા ઓકિજન દ્વારા વિજ્ઞાનની જેમ જ કાર્ય કરે છે. ઇનહેલ- એકસેલ તથા હાથના ઉપયોગથી નકામુ દુર કરી સારુ પ્રત્યારોપણ કરવાની પ્રક્રિયા છે. પ્રાણનો ઢાંચો એનર્જી બોડીમાં છે માટે જયાં પેઇન છે. તેને હેન્ડથી એનર્જી બોડીમાં દુર કરવા કયા કારણથી આમ થાય છે. તે કારણને દુર કરવામાં આવે છે. માટે રોગ માટે જવાબદાર કારણોની જે તે ચક્રો પરની અસર જે તે વ્યકિતને જણાવ્યા વગર જ દુર કરવામાં આવે છે.

હિલિંગમાં વિશ્ર્વાસ નથી ધરાવતા તેની પાછળ ખોટી માન્યતા જવાબદાર છે ? પ્રાણીક હિલિંગમાં લોકોની ધીર જ ખુટયા બાદ મહદઅંશે સારવાર માટે આવે છે. લોકો ફીઝીકલી, મેન્ટલી, ઇમોશ્નલી, ફાઇનાન્સિયલ બધી રીતે ઘોવાઇ ગયા બાદ ઇશ્ર્વર ચમત્કાર કરે તેવી આશા સાથે આવે છે ત્યારે ફરીથી તેઓ હિલિંગ યોગા કરતા ફાસ્ટ અસર કરે છે, તેમ જણાવે છે, વિશ્ર્વાસ વિના અસર ન થતી હોઇ પહેલા વિશ્ર્વાસ સ્થાપવા માટે તેની પઘ્ધતિ વિશે સમજ આપી પછી જ લોકો પાસે ફોલો કરાવતા હોવાનું બિરવાજી જણાવે છે  તથા ત્યારબાદ જ ઇશ્ર્વરની એનર્જી ટ્રાન્સફોર્મ કરીએ છીએ. જે રીતે મંદિરે જઇ તમે માથુ નમાવવા માત્રથી ઇશ્ર્વરની કૃપા મેળવો છો એ જ રીતે તમે કોસ્મિક એનર્જીનો પણ ઉયપોગ કરી શકો છો. અને અનેક પ્રકારના મનો-શારિરીક રોગોથી મુકિત મેળવી શકો છો. જેના માટે હિલિંગના વિવિધ કોર્સ ચલાવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.