Abtak Media Google News

ત્રિકોણસનથી વજન ઘટે, વૃત્તાસનથી વજન વધે, તાડાસનથી હાઇટ વધે તેમજ કપાલભારતીથી અનેક રોગોનો મુળથી નાશ થાય છે

ભારતીય સંસ્કૃતિએ વિશ્વને આપેલી ધરોહર પૈકી યોગ હરોળના સ્થાને છે. વિશ્વના તમામ દેશોએ યોગને રાજીખુશીથી સ્વીકાર્યા છે. યોગનું અનુકરણ કરવાનું કરુ કર્યુ છે. છેલ્લા ચાર વર્ષમાં યોગનો ફેલાવો જેટ ગતિએ થયો છે. વિશ્વના ૧૩૦ દેશોએ યુએનની એસમ્બલીમાં યોગને સમર્થન આપ્યું છે. જેના પરિણામે ર૧ જુનના રોજ વિશ્વયોગ દિવસની ઉજવણી થાય છે.1 11અલબત યોગ કરવા કોઇ ખાસ દિવસની જરૂર નથી રાજકોટ સહીત ગુજરાતમાં અનેક લોકો બિમારીઓથી દુર રહેવા અને માનસીક શાંતિ માટે દરરોજ યોગ કરે છે રાજકોટમાં યોગ પ્રત્યે સૌથી વધુ સભાનતા છે અનેક સ્થળોએ લોકો યોગ કરતા જોવા મળે છે યોગના પ્રોત્સાહદિન અને શિક્ષણ માટે બહોળી સંખ્યામાં સંસ્થાઓ કાર્યરત છે.

યોગની અગત્યના મામલે ટીમ અબતક દ્વારા કેટલાક મહાનુભાવોના મંતવ્યો લેવામાં આવ્યા હતા. અબતક સાથેની મુલાકાત દરમિયાન કાદમ્બરી ઉપાઘ્યાયે જણાવ્યું હતું કે યોગના આઠ ભાગ છે થમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રતિહાર, ધારણા, ઘ્યાન અને સમાધિ તેમજ યોગથી એકાગ્રતા વધે છે.2 10 યાદશકિત વધે છે. જેને લીધે ભણવામાં ઘણી વાર અસર થાય છે. કારણ કે યાદશકિત વધવાથી બધુ સરળતાથી સ્મૃતિમાં યાદ રહી શકે છે. યોગમાં જો જાણવા વગર આસન કરીએ કે કોઇ શિક્ષણ વગર આસન કરીએ તો એને નુકશાન થઇ શકે જો આપણે યોગ સવારના સમયે વહેલા ઉઠીને કરીએ તો ઘણો ફાયદો થાય છે. યોગ નિયમિત રૂપે કરવાથી ઘણા બધા જાણ્યા અજાણ્યા ફાયદાઓ થાય છે. અને સ્વસ્થ પણ રહીએ છીએ.

હું પણ મારા ખાલી સમયમાં  કે વેકેશનમાં બધાને યોગ કરાવું છું ને શિખવાડું પણ છું. યોગમાં ત્રિકોણાસન છે તે કરીએ તો આપણું વજન ઘટે, તાડાસન છે તેનાથી હાઇટ વધે વૃત્તાસનને વજન ઘટાડવા કપાલભારતી પ્રાણાયામ વધુ સારું છે. અનુલમ વિલોમ કરવાથી શ્વાસનો ભય આવે છે. યોગ સિવાય મને સંગીતમાં રસ છે. કેમ કે તેમાં મજા આવે છે હું સરકારને અપીલ કરવા માંગુ છું. કે જેમ બીજી સ્પોર્ટસના લોકો મહેનત કરે છે તેમ યોગના લોકો પણ મહેનત કરે છે યોગને પણ ઓલ્મપિકસમાં સ્થાન મળવું જોઇએ.9 1અબતક સાથેની વાતચીત દરમિયાન ઓસીસ યોગાના મલય મહેતાએ જણાવ્યું હતું કે યોગ કરવાથી શરીર ચેતનાની શકિતથી ભરેલું હોય છે. અને જયારે વ્યવસ્થિત રીતના યોગ કરતા હોય ત્યારે જે એનર્જી બિલ્ડ-અપ થતી હોય તે સરખી રીતે થાય છે એટલે તેનાથી શરીરમાં એનર્જી ભરપુર હોય છે.

જેથી તમારો આખો દિવસ સારો જાય અને તમે ફલેકસીબલીટી, સ્ટેમીના જળવાય રહે, અને તમારા મન અને શરીર બંને એકસાથે કનેકટ થાય જે શાંતિ અનુભવાય સ્પોર્ટસમેન મનની શાંતિ માટે તેમજ કોન્સનટ્રેશન વધતું હોય છે. તેમજ જે હાઇપરફોર્મ્સને લીધે જે સ્ટ્રેસ ડેવલપ થાય છે. તે યોગને લીધે ઓછો કરી શકાય છે.

યોગ અને જીમ કરવાનો પરપઝ અલગ અલગ હોય છે. જીમ કરવાનુ કારણ જનરલ હેલ્થ ભારી રહેને મસલ્સ કે પછી બોડીમાં કોઇપણ પાર્ટને પ્રોપટ બિલ્ટ અપ કરવાનો હોય છે. તો યુવાન લોકો ઇતિશિયલ સ્ટેજમાં ત્યા જતી હોય છે.4 5થોડા સમય પછી તે લોકો યોગ તરફ વળે જ છે. અમે યોગ ઉપચાર કેન્દ્ર ચલાવીએ છીએ તેમજ અમે સોશિયલ મિડીયાના માઘ્યમથી પ્રચાર કરીએ છીએ. બાળકો આમ તો જન્મથી જ યોગી હોય છે. તે લોકો નાનપણથી તેની મેળે જ તેની રીતે રમવા દેવા જોઇએ. છોકરાઓનું યોગ એ રમત છે.

યોગ વ્યવસ્થિત રીતે કરો તો ફાયદાઓનો કંઇ અંત નથી. અને યોગને જો તમે પ્રોપર ડાઇરેકશનની અંદર ન કરો તો તેના દુરપરિણીયો પણ આવી શકે છે. યોગ કરવાનો સાચો સમય બ્રહ્મમુશી, વહેલી સવારમાં ખાલી પેટે જે કરવામાં આવે છે5 7તે સૌથી સવારના વહેલા ઉઠીને જે કરવામાં આવે તો તમારા શરીરમાં સ્ફૂર્તિ તાજગી મળે અને બોડીમાં બ્લડ સરકયુલેશન પ્રોપર થાય છે. તમને હળવાશ અને ફ્રેશ ફલી થાય તમે કમ સે કમ ૩ થી ૪ કલાક જમી લીધા પછી કાં પછી ખાલી પેટે યોગ કરવાથી ઘણા ફાયદાઓ થઇ શકે.

યોગમાં શરુઆતમાં નિયમિતરુપે સૂર્યનમસ્કાર કરવા જોઇએ ઉતાનપાડાસન, પવનમુકતાસન, ચક્રાસન, નૌકાસન, ભૂજંગાસન અન પ્રાણાયમ કરી શકો. તેમાં પણ ભત્રિકા, અનુલોમ વિલોમ, કપાલભારતી વગેરે ક્રિયાઓ અલગ અલગ કરી શકો. અને જો ગાઇડન્સ મેળવી કરો તો તમારો પોઇસ્ટાર પ્રોપર થાય તમારી ભૂલ પણ સુધારી શકે અને તમે ફાયદો પણ લઇ શકો.12અબતક સાથેની વાતચીત દરમિયાન પ્રોજેકટ લાઇફના ડો. કમલ પરીખે જણાવ્યું હતું કે, યોગ શબ્દ એ આપણા જીવનમાં બે સાઇડનું રિફલકશન છે. જેમ મન અને શરીર જોડાઇ એનું નામ યોગ જીવનમાં શું ફેરફાર થાય જો મન અને શરીર એક બીજા સાથે જોડાઇ તો આપણા જીવનની અંદર આંતરીક અને બ્રાહ્મય ફેરફારો પણ ઘણા બધા અંશે લાગુ પડતા હોય છે

યોગ કરવાથી શારીરિક માનસિક, આઘ્યાત્મિક અને ભાવનાત્મક જે મહત્વ  આપીએ છીએ અને બીજા ચાર પ્રકારના સ્વાસ્થ્ય છે તે ખુબ જ ઉપયોગી બને છે અને તેની અંદર ઘણા બધા અંશે ફેરફાર થતો હોય છે. સ્પોર્ટસ મેને તો પોતાના રેકોર્ડ કરવાના હોય પોતાની અંગત ઇચ્છાઓને ઉંચે સુધી લઇ જવાની હોય છે. શારિરીક રીતે તેની ક્ષમતા ખુબ જ વધારે હોય છે. અત્યારે આપણે વર્લ્ડકપ ફુટબોલ જોઇએ છીએ તો તેઓ લોકોની ક્ષમતા કેટલી બધી વધારે હોય છે દરેક સ્પોર્ટસમાં શારીરિક ક્ષમતાને જ મહત્વ આપવાનું હોય છે.6 3 પરંતુ ત્વરીત નિર્ણયો લેવાના હોય ત્યારે આપણે મનનો ઉપયોગ કરવો પડે છે. મનની શાંતિ રાખવી પડે છે. હારનો સામનો કરતા હોય ત્યાં મન પર કાબુ રાખવો પડે છે. તો એ શારીરિક રીતે શ્રમ કરવાથી નથી આવતો એ આપણે માનસિક રીતે શ્રમ કરીએ તો જ આવે છે. અને એટલા જ માટે જેમ યોગા કરવાથી મનને સ્વસ્થતા મળે તેવી જ રીતે શારીરિક રીતે શ્રમ કરવાથી શારીરિક ક્ષમતા મળતી હોય છે. એટલા જ માટે યોગ એ ખુબ જ અગત્યનું અંગ બની ગયું છે. સ્પોર્ટસમેન માટે અંદર ખુબ જ સફળ થશે.7 3જીમમાં જવાથી ઘણા બધા શારીરિક ફેરફારો થતા હોય છે ને તેનાથી ફિટનેસ જળવાય તે આગ્રહ હોય છે જે સત્ય છે. પરંતુ જીમ કે આધુનિક સાધનો તરફ વળવાથી આપણા શરીરના ટોન મજબુત બને છે. શારીરિક ક્ષમતા પણ વધતી હોય છે. પરંતુ જીમમાં પણ હવે યોગને સામેલ કરવામાં આવે છે. કારણ કે ખાલી જો જીમ તરફ વળીશું તો આપણા મસલ્સ પાવરફુલ બનશે પણ જયાંસુધી મન પાવરફુલ નહી બને ત્યારે જીમમાં કરેલી કોઇપણ એકસરસાઇઝનુ રીઝલ્ટ નહી મળે એટલા માટે આજના યુવાનો જયારે જીમ જાય છે

ત્યારે જીમવાળા લોકો પણ અઠવાડીયામાં એકથી બે વખત યોગને સામેલ કર્યુ છે. યુવાનો પણ તે બાબતે જાગૃત થયા છે કે જીમ સાથે યોગ કરવાથી ૧૦૦ ટકા રીઝલ્ટ મળે છે. જે દેશની અંદર તનાવ સૌથી વધારે હોય ત્યાં દેશને યોગની કિંમત વધારે હોય પણ જે દેશની અંદર તેનું ઉદ્દભવ સ્થાન છે અને દેશની સંસ્કૃતિ સાથે જોડાયેલું છે. એ ભારત દેશની અંદર યોગ ગુરૂ વિદેશ જઇને તે શિખવાડે છે.8 2વિદેશની એક ખાસિયત છે કે જે વસ્તુની અંદર શિખવાનો પ્રયત્ન કરે છે તેને અંતિમ લક્ષ્ય સુધી લઇ જાય છે અને વિદેશોમાં તે શકય બન્યું કે ત્યાં યોગનો પ્રચાર બિલકુલ નહોતો. એટલે યોગને શિખવા માટે વિદેશોમાં ખુબ જ પ્રચાર થાય છે. જે ભારતીય પરંપરા મુજબ જ શિખવાડવામાં આવે છે ભારતમાં છેલ્લા બે દશકાઓમાં પ્રચાર અને પ્રસાર થયો છે.

હવે તમે જોશો કે યોગ છે જેના મુખ પર જોવા મળે છે. કેમ કે બધાને રસ લાગ્યો છે ને ભારતમાં દસ વર્ષ પછી આ ચિત્ર બદલાયેલું  જોવા મળશે. પ્રોજેકટ લાઇફનું સ્વપ્ન હતું ચંદ્રકાંતભાઇ અને શશીકાંતભાઇ કોટેચા જેમણે નાનકડુ બિંદુ વાવ્યું  તુ ને આજે એ વટવૃક્ષ બન્યું છે. અમને અમે લાગે છે આવી સંસ્થાઓ ફકત સ્વાસ્થ્ય અને સેવા જ વિચારતી હોય તો તેમને આગળ લઇ જવી જોઇએ. ને યોગ એ એક જ એવું માઘ્યમ છે કે તેને સમાજની સાથે જોડી શકાય જો સ્વસ્થ્ય સમાજની આપણે કલ્પના કરતા હોય તો શારિરીક, આઘ્યાત્મિક, માનસીક રીતે ને ભાવનાત્મક રીતે દરેકના સ્વાસ્થ્યમાં સુધારો લાવવો જોઇએ.13અબતક સાથેની મુલાકાત દરમિયાન કર્મયોગ મંદિરના રાજીવ મિશ્રાએ જણાવ્યું હતું કે યોગ એટલે મન, બુઘ્ધી, આત્મા અને શરીરનું કોમ્બીનેશન કેટલીક વાર આપણે શરીરથી કામ કરતા હોય છીએ. પણ ઘ્યાન બીજે હોય છે. કયારેય શરીર અને મન બંને છે પણ પ્રફુલ્લીત નથી હોતા. તેના લીધે પણ કાર્યમાં ગુણવતા નથી આવતી યોગ એ આપણી ચેતનાને આપણા શરીર અને મન વચ્ચે સરખાપણું સાબીત કરે છે. આ આ એક મે થી હમ સુધીની યાત્રા છે. અથવા તે અહંમથી વહમ સુધીની યાત્રા છે. સ્પોટસમાં એકાગ્રતા માટે યોગ, ખુબ જ જરૂરી છે.

જેમ કે ક્રિકેટમાં આપણને બોલ જ દેખાવો જોઇએ જો તે મીસ થઇ જશે તો આપણુ ઘ્યાન તેમાં જ હોવું જોઇએ મને જે બીજે ભટકતું હોય છે. તે એક જગ્યાએ બેસતું નથી તો મન જે અહીંયા ત્યાં ભટકતું હોય છે. મનની કાર્યશૈલીને યોગ એક પોઇન્ટ પર ઘ્યાન કરે  જેને લીધે તે બધું ખુશ થઇને કરશો. મે કોઇને તેના કાર્યની અંદર કુશળતા જોઇએ. ખુશી જોઇએ તો યોગ કરવું જ જોઇએ. જીવનમાં વાસ્તવિક આનંદ પ્રાપ્ત કરવો છે તે બિમારીથી મુકત રહેવું છે તો યોગ જે બધી બિમારીઓથી દુર લાગશે.10જેનાથી ઉત્સાહ, આનંદ જબરદસ્ત રહે છે. જેનાથી જીવન જીવવામાં ખુબ જ મજા આવે છે તેની સાથે મે કર્મજ્ઞાન ને મિલાવી દેવામાં આવે તો ચમત્કાર થઇ શકે છે. ખાલી ફીઝીકલ બોડીની એકસરસાઇઝ નહી સાથે માનસિક શાંતિ માટે યોગ પણ જરૂરી છે. યોગ માટે પતંજલીજીએ કીધું છે કે યોગમાં અનુશાસન ખુબ જરૂરી છે. ત્યારે જ યોગમાં આગળ વધી શકાય છે.11ભારત વર્ષમાં અનુશાસનને પરંપરા નથી ને બહારના લોકો ભારતના લોકો કરતાં બધી વસ્તુને ગંભીરતાથી અનુકરણ કરે છે. ભારતમાં યોગ રોજબરોજ કરવાનું ચલણ ઓછું છે જેમાં વધારો લાવવો જરૂરી છે. અમે નિ:શુલ્ક યોગ ૧ર વર્ષથી અત્યારે ઇવનીંગ પોસ્ટમાં કરાવીએ છીએ. યોગમાં રાજકોટમાં નિયમિતતા ઓછી જોવા મળે છે. પતંજલીજીએ ૧૪માં સૂત્રમાં કીધું છે કે લગાતાર દીર્ધકાળ સુધી અને શ્રઘ્ધાપૂર્વક બતાવી છે આ ત્રણેય વસ્તુ જયાં સુધી સામેલ નહી થાય ત્યાં સુધી તે નિયમીત આદત બનવાની નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.