Abtak Media Google News

સીઆઈઆઈની વાર્ષિક બેઠકને સંબોધતા વડાપ્રધાન: સીઆઈઆઈની ૧૨૫ વર્ષની યાત્રાને શુભેચ્છા પાઠવતા વડાપ્રધાન

કોરોના સંકટ વચ્ચે દેશ આર્થિક મોરચે કેટલાય પડકારોનો સામનો કરી રહ્યો છે. અને કેન્દ્ર સરકાર અર્થ વ્યવસ્થામાં પ્રાણ ફૂંકવા આત્મનિર્ભર ભારત અભિયાનની શરૂઆત કરી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે ઉદ્યોગકારોને જણાવ્યુંં હતુ કે સરકાર તમારી સાથે જ છે તમે એક ડગલુ આગળ વધો સરકાર તમને ચાર ડગલા આગળ લઈ જશે.

ભારતીય ઉદ્યોગ સંઘની બેઠકને સંબોધતા વડાપ્રધાને જણાવ્યુંં હતુ કે દેશ હવે લોકડાઉનને પાછળ રાખી આગળ વધી રહ્યો છે. આજથી ત્રણ માસ પહેલા દેશમાં એક પણ પીપીઈ કીટ બનતી ન હતી અત્યારે રોજની ત્રણ લાખ પીપીઈ કીટ બની રહી છે. આત્મનિર્ભર ભારત સાથે જોડાયેલી તમામ બાબતોનું સરકાર ધ્યાન રાખી રહી છે.

તેમણે જણાવ્યું કે સીઆઈઆઈ દરેક ક્ષેત્રનું એક સંશોધન તૈયાર કરે અને પ્લાન મને આપે. કોરોના વાયરસના સંકટ બાદ હવે આવી ઓનલાઈન ઈવેન્ટ સામાન્ય બની ગઈ છે. તેમ જણાવતા ઉમેર્યું કે આ આપણા સૌથી મોટી તાકાત છે. આપણે એક તરફ કોરોના વાયરસ સામે લડવાનું છે તો બીજી બાજુ આપણે અર્થ વ્યવસ્થનું પણ ધ્યાન રાખવાનું છે.

આપણે પહેલા જેવી જ અર્થ વ્યવસ્થાની ઝડપ હાંસલ કરી શકીશું. મને દેશની ક્ષમતા ટેલન્ટ અને ટેકનોલોજીપર ભરોસો છે અને એટલે જ વિશ્ર્વાસ છે કે આપણે વધુ એક વખત અર્થ વ્યવસ્થાને ઝડપી ગતિ આપી શકીશું.

તેમણે જણાવ્યું કે કોરોનાયે આપણી સ્પીડ ભલે ધીમી કરી દીધી હોય પણ ભારત લોકડાઉને પાછળ છોડા અનલોક તબકકામાં પ્રવેશી ચૂકયો છે.

ઉદ્યોગકારોને ભરોસો આપતા તેમણે જણાવ્યું કે અમે (સરકાર)તમારી સાથે છીએ તમે એક પગલુ આગળ વધશો તો અમે તમને ચાર ડગલા આગળ લઈ જઈશું રણનીતિ મામલેકોઈ બીજા પર નિર્ભર રહેવું યોગ્ય નથી. આત્મનિર્ભરભારતનો અર્થ એ કે રોજગારીનું સર્જન કરવું અને વિશ્ર્વાસ પેદા કરવો એ છે જેના થકી વૈશ્ર્વિક સપ્લાય ચેનમાં ભારતની ભાગીદારી મજબૂત થઈ શકે.

જયારે કોરોના વાયરસનો કહેર હતો ત્યારે ભારતે મોટો નિર્ણય લઈ લોકડાઉન કર્યું હતુ. આ દરમિયાન આપણે કેટલાક સુવિધાઓમાં વધારો કર્યો જેના કારણે દૂનિયાના અન્ય દેશોની સરખામણીમાં ભારતની સ્થિતિ બહુ સારી છે.

વડાપ્રધાને જણાવ્યું કે અર્થ વ્યવસ્થાને ફરી મજબૂતકરવી એ સરકારની પ્રાથમિકતા છે. આ માટે સરકાર કેટલાય નિર્ણયો લઈ રહી છે. આ સ્થિતિમાંથી બહાર નીકળવા સાથે કેટલાક લાંબા ગાળાના ફાયદાવાળા નિર્ણયો પણ લીધા છે. વડાપ્રધાને જણાવ્યું કે એમએસએમઈની પરિભાષા બદલવાની માંગ સરકારે પૂરી કરી છે જેનાથી નાના વેપાર ધંધાર્થીઓને લાભ મળશે. આજે જે નિર્ણયો લેવાયા છે તેને સમજવા માટે દુનિયાની સ્થિતિને સમજવી જરૂરી છે. કોરોના સંકટ વખતે સૌકોઈ પોતાની જાતને સંભાળતા હતા તેવા સમયે ભારતે ૧૨૫થી વધુ દેશોને તબીબી સહાય મોકલી હતી. તાજેતરમાં જ મોદી સરકારે ૨૦ લાખ કરોડ રૂપીયાનું પેકેજ જાહેર કર્યું હતુ. આ એલાન બાદ વડાપ્રધાન મોદીનો ઉદ્યોગજગત સાથે આ પહેલો સંવાદ હતો.

આત્મનિર્ભર ભારતની પાંચ ‘આઈ’ ફોર્મ્યુલા

વડાપ્રધાને જણાવ્યું કે દેશને આત્મનિર્ભર બનાવવા માટે પાંચ ‘આઈ’ વિષયો પર ધ્યાન દેવું જરૂરી છે. જેમાં ઈન્ટેન્ટ, ઈન્કલુઝન, ઈન્વેસ્ટમેન્ટ, ઈન્ફ્રાસ્ટ્રકચર અને ઈનોવેશન સામેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.