Abtak Media Google News

અશ્વિન અને કાર્તિકનો છેલ્લો ટી-20 વિશ્વકપ હોવાની શક્યતા

ઓસ્ટ્રેલિયા ખાતે ટી 20 વિશ્વ કપ હાલ રમાઈ રહ્યો છે એમાં બીજા સેમિફાઇનલમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલા મેચમાં ભારતની કારમી પરાજય થઈ હતી આપરા જઈને ધ્યાને લઈ હવે આવતા વર્ષે જે ટી20 મેચો રમાશે તેમાં સિનિયર ખેલાડીઓ ને આરામ આપવામાં આવશે અને યુવાનોને તક અપાશે તેવું બીસીસીઆઇના સૂત્રો દ્વારા જાણવામાં આવી રહ્યું છે. ચાલુ વિશ્વ કપમાં સિનિયર ખેલાડીઓ દ્વારા જે પ્રદર્શન થવું જોઈએ તે થઈ શક્યું નથી અને ટીમનો ફાઈનલમાં પહોંચવા પૂર્વે જ  અંત આવી ગયો છે. તું પણ હાલ માનવામાં આવી રહ્યું છે કે અશ્વિન અને દિનેશ કાર્તિક આ બંને માટે આ વિશ્વ કપ છેલ્લો વિશ્વ કપ હશે સાતો સાત રોહિત અને વિરાટ કોહલી અંગે પણ બોર્ડ વિચાર કરે તો નવાઈ નહીં.

મિત્રો દ્વારા મળતી માહિતી મુજબ બીસીસીઆઈ ટી20 માં રમવા માટેનો નિર્ણય રોહિત અને વિરાટ ઉપર છોડ્યો છે. મેચ હાર્યા બાદ રોહિત શર્મા પૂર્ણત: નાખુશ દેખાયો હતો અને તેને હેડકો જ રાહુલ દ્રવિડ દ્વારા આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું. આવતા બે વર્ષ બાદ ફરી ટી ટ્વેન્ટી વિશ્વ કપ યોજાશે અને તેમાં હાર્દિક પંડ્યા ભારતીય ટીમનું સુકાની કરે તેવા ઉજળા સંજોગો પણ સામે આવી રહ્યા છે. પૂર્ણ થયા બાદ રાહુલ દ્રવિડને જ્યારે પૂછવામાં આવ્યું તો તેઓએ જણાવ્યું કે હજુ એ વાત ઉપર સહેજ પણ ધ્યાન કેન્દ્રિત ન કરી શકાય કે આ બદલાવ કરવાનો સમય આવી ગયો છે કોઈપણ ખેલાડીને રિટાયર થવું કે નહીં તે તેમનો વ્યક્તિગત નિર્ણય હોય છે પરંતુ આગામી બે વર્ષમાં ભારતીય ટીમ અનેક યુવા ખેલાડીઓને તક આપશે અને આવતા ટી20 વિશ્વકપ માટે તેઓને તૈયાર કરશે.

આવતા સપ્તાહથી ન્યૂઝીલેન્ડ ખાતે શરૂ થનારી દ્વિપક્ષીય શ્રેણીમાં ભારત ટી 20 મેચમાં નવા બદલાવ કરે તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મેચ પૂર્ણ થયા બાદ રોહિત શર્માએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે મેચ ઉપરનું પ્રેશર જીરવવા કોઈને ન કઇ શકાય. ઇંગ્લેન્ડ તરફથી એલેક્સ હેલ્સ અને જોશ બટલરે જે રીતે રમત રમી ભારતના બોલરોને હમ ફાવ્યા તે બાદ ભારતીય ટીમનું મોરલ ખૂબ નીચું ઊતર્યું છે ત્યારે હવે આવનારા ટી20 મેચમાં અનેક બદલાવો થવાની પૂર્ણ શક્યતાઓ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.