Abtak Media Google News

સુપર કેપેસીટર્સ મોબાઇલ, લેપટોપ, ઇ-વ્હીકલ ઝડપથી ચાર્જ કરવાનું વન સ્ટોપ સોલ્યુશન

સ્માર્ટફોન વપરાશ વધુ હોવાને કારણે બેટરી જલ્દી જ ઉતરી જતી હોય છે. અને ચાર્જીગ કરવા માટે સમય આપવો પડતો હોય છે. પરંતુ  હવે માત્ર ચપટી વગાડતાં જ તમારો સ્માર્ટફોન ચાર્જ થઇ શકશે. જેનો ક્ષેય રિસર્ચો દ્વારા વિકસીત કરાયેલી નોવેલ ટેકનોલોજીને જાય છે. જે તમારા ડિવાઇઝ એનર્જી સ્ટોરેજની ક્ષમતાને સુધારી ફોનમાં ઝડપથી ચાર્જ શકય બનાવે છે. રિસર્ચરો દ્વારા તેનું નામ સુપરકેપેસીટર્સ રાખવામાં આવ્યું છે. આ ડિઝાઇન ડિવાઇઝને ચાર્જ કરવા માટે ઇલેકટ્રીકલ એનજીને બમણું કરવા ખાસ બનાવવામાં આવ્યું છે.

જે સ્માર્ટફોન, લેપટોપથી લઇને ઇલેકટ્રીક વાહનો તેમજ લેસર પાવર માટે ઉ૫યોગી છે. કેનેડા યુનિવસીટી ઓફ વોટરલૂના પ્રોફેસરે જણાવ્યું હતું કે સુપરકેપેસીટર્સની ક્ષમતા કેટલા ઉર્જા એકઠી રાખી શકવાની છે. તેના પર તેઓ આંકડા શ‚ કરશે. આ ડિવાઇઝના પરિક્ષણ બાદ તેનુૈ ઉત્પાદન કરવામાં આવશે. આ ડિવાઇઝ વિશ્ર્વાસનીય છે જે સુરક્ષિત તેમજ ઝડપી ચાર્જ થઇ શકે માટે ખાસ બનાવવામાં આવ્યું છે. કારણ કે ફોન હેંગ થવાનું એક કારણ તેમા વધતો જતો સ્ટોરેજ હોય છે જે એપ્લીકેશન મારફતે કિલન થતો નથી. હાલના કોર્મશીયલ સુપરકેપેસીટર્સ માત્ર અમુક હદ સુધી જ એનર્જી સ્ટોર કરી શકે છે.

તેમજ સેલફોન અને લેપટોપને ૧૦ ટકા સુધી જ ચાર્જ કરી શકે છે. ત્યારે આ નવું ફિચર ક્ષમતા વધાશે. રિસચોએ ગ્રેફેઇન નામના એટોમ પર વધુ પરત લગાડવાની પ્રક્રિયા વિકસાવી છે જે એનર્જી સ્ટોરેજ માટે મહત્વની ચાવી છે. તેઓ નાની એવી વસ્તુ પર ઘ્યાન કેન્દ્રીત કરીને તેમજ બેટરી બદલાવીને ચાર્જ તેમજ ડિસચાર્જની ગતિ વધારી શકે છે. આ ડિવાઇઝ મોબાઇલ લેપટોપ સહીત ઇલેકટ્રીક વાહનોમાં પણ ખુબ જ ઉપયોગી બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.