Abtak Media Google News

મેરા પરિવાર ભાજપ પરિવારઅભિયાન અંતર્ગત આજથી બે દિવસ યુવા ભાજપના કાર્યકરો પોતાના નિવાસ સ્થાને ધ્વજા રોહણ કરશે

ભાજપા પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડો. ઋત્વિજ પટેલે પત્રકારોને  સંબોધતા જણાવ્યુ હતુ કે, “ભારત કે મન કી બાત – મોદી કે સાથ અભિયાન અંતર્ગત તારીખ ૧૪, ૧૫, ૧૬ ફેબ્રુઆરીના રોજ યુવા મોરચો ભાજપાના સંકલ્પપત્ર માટે ફરતા રથ સાથે જોડાઇ ગુજરાતભરમાં ૫૯૦ સ્થાનો પર પરિભ્રમણ કરી કોલેજીયન યુવાનો, નોકરીયાત યુવાન, ખેડુત યુવાન, ઇદ્યોગક્ષેત્રે જોડાયેલ યુવાન આ તમામ યુવાનોના સંપર્ક કરી તેમનો અભિપ્રાય મેળવશે.

Advertisement

રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઇ શાહના વરદ્ હસ્તે શરૂ થયેલ મેરા પરિવાર-ભાજપા પરિવાર અભિયાનમાં સહભાગી થઇને તારીખ ૧૪ અને ૧૫, ફેબ્રુઆરીના રોજ ગુજરાતભરમાં યુવા મોરચાના કાર્યકર્તાઓ પોતાના નિવાસસ્થાને ભાજપાના ધ્વજનું ધ્વજારોહણ કરશે.

પ્રદેશ ભાજપા યુવા મોરચા દ્વારા મંડલ થી લઇને જીલ્લા સ્તર સુધી તારીખ ૧૯ થી ૨૩ ફેબ્રુઆરી દરમ્યાન રમતોત્સવ તથા યુવા મહોત્સવનું આયોજન હાથ ધરવામાં આવશે. આ રમતોત્સવમાં મંડલસ્તરે ચેસ, કબડી, કેરમ, વોલીબોલ અને રસ્સા ખેંચ જેવી સ્પર્ધાત્મક રમતો યોજાશે. મંડલસ્તરેથી વિજેતા થયેલ ટીમ જીલ્લા સ્તરે ભાગ લેશે અને ત્યારબાદ જીલ્લા સ્તરે વિજેતા થયેલ ટીમ તારીખ ૨૪ ફેબ્રુઆરીએ ગાંધીનગર ખાતે યોજાનાર પ્રદેશ કક્ષાના રમતોત્સવમાં ભાગ લેશે.

તે જ પ્રકારે તારીખ ૨૧ અને ૨૨ ફેબ્રુઆરીના રોજ મંડલ થી લઇ જીલ્લાકક્ષાએ યુવા મહોત્સવનું આયોજન હાથ ધરાશે. આ યુવા મહોત્સવમાં દેશભક્તિ વેશભુષા કાર્યક્રમ, કેન્દ્ર તથા રાજ્ય સરકારની યોજના આધારિત નાટકો, સંગીત-નૃત્ય જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી યુવાનોની પ્રતિમાને બહાર લાવવાના હેતુથી સ્પર્ધાત્મક કાર્યક્રમો યોજાશે. ત્યારબાદ તારીખ ૨૪ ફેબ્રુઆરીના રોજ જીલ્લા સ્તરે સારું પર્ફોમન્સ કરનારને ગાંધીનગર ખાતે યોજાનાર પ્રદેશ કક્ષાના યુવા મહોત્સવમાં ભાગ લેવાનો અવસર મળશે.

તારીખ ૨જી માર્ચના રોજ રાજ્યભરમાં યોજનારમાં વિધાનસભાદીઠ બાઇક રેલી યોજાનાર છે, જેમાં યુવા મોરચાના પાંચ લાખથી વધુ યોવાનો ભાગ લેશે તે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.