Abtak Media Google News

શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા સમાજ સેવાના ભાગરુપે યુવાનોના માર્ગદર્શન, પ્રોત્સાહન માટે તા.14 ફેબુઆરીએ ગ્લોબલ યુથ ર્ફેસ્ટીવલનું આયોજન કરાયું છે.14 ફેબ્રુઆરીને રવિવારે યોજનાર આ યુવક મહોત્સવમાં વિશ્ર્વના 14 દેશોના 14 પ્રેરક વકતાઓ સંબોધન કરશે.વિશ્ર્વના જાણીતા 14 પ્રેરક વકતાઓ પોતાના વકતવ્ય થકી વિશ્ર્વભરના યુવાનોને આંતરિક વિકાસ અને ઉર્જાવાન બનાવવાનો પ્રસચાર કરશે.આ યુવક મહોત્સવમાં નવી નવી ટેકનોલોજીના ઉપયોગ થકી એક નવા જ પ્રકારનો ડિજિટલ અનુભવ થશે.યુવક મહોત્સવમાં શ્રીમદ્દ રાજચંદ્ર મિશન  ધરમપુરના પ્રણેતા પૂ. ગુરૂદેવ રાકેશભાઇ મુખ્ય વકતત્વ આપશે.આ ઉપરાંત બીએપીએસના સંત ગુણવાત્સલ સ્વામી, ઇસ્કોનના ગૌર ગોપાલદાસ, બ્રહ્મકુમારીના સિનીયર રાજયોગ શિક્ષક બ્રહ્મકુમારી શ્વિાની દીદી, એફએસપીના એમ.ડી. ડો દિપક ચોપરા, કે.બી બીઝનેશ સ્કુલના ઇડલીન  કેનર, એવરેસ્ટ આરોહક, કૂતલ જોઇસર, મોડેકા અને સાયકલોજીસ્ટ ડો. અદિતી ગોવિત્રીકર, ઓલી લીલીના સીનીયર વાઇસ પ્રેસિડેન્ટ આરતી શાહ, ફિલ્મ નિર્માતા રોની સ્ક્રુવાળા સહીતના વકતાઓ પોતાના પ્રેરક વકતવ્ય થકી યુવાનોના આત્મવિશ્ર્વાસ અને ઉમંગનો જોશ પુરશે.આ યુવા મહોત્સવમાં જાણીતા કલાકારો પોતાની કલા થકી યુવાનોને મનોરંજન પુરુ પાડશે જેમાં જાણીતા સંગીતકાર ગાયક કૈલાસ ખેર, રાધિકા સૂદ નાયક, ઇન્દિરા નાયક, ભાગ લેશે.આ યુવા મહોત્સવમાં યુવાનોને સ્વવિકાસના પાઠ શીખવાશે. યોગ ઘ્યાન, સ્વાસ્થ્ય જાળવવા શિક્ષણ માર્ગોર્શન અપાશે આ ઉપરાંત બૌઘ્ધિક કૌશિલ્ય વિકસાવવા રમત રમાડાશે અને પ્રશ્ર્નોના સવાલ જવાબ પણ થશે. યુવાનો સહિત સમાજના વિવિધ વર્ગના જીવનને વધુ સારા બનાવવા અને સામાજીક આર્થિક ઉત્કર્ષ માટે આ વૈશ્ર્વિક યુવક મહોત્સવનું આયોજન કરાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.