Abtak Media Google News

ટીકટોક, ઝૂમ, હેલ્લો સહિતની ચીની એપ્લીકેશન ડિલીટ કરવા  સિન્ડીકેટ સભ્યનું આહ્વાન

એકબાજુ કોરોના માટે ચીન પર રોષે ભરાયેલા વિશ્ર્વનું ધ્યાન બીજી તરફ દોરવા ચીન હવે અન્ય ઘણા નુસ્ખાઓ અપનાવી રહ્યું છે. તાજેતરમાં બનેલી ગલવાન ઘાટીની દુર્ઘટનાનો ચીનને જવાબ આપવા અને સબક શિખવાડવા માટે યુવા શક્તિ જાગૃત થાય તેમ સૌરાષ્ટ યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય ડો.નેહલ શુકલએ જણાવ્યું હતું.

ડો.નેહલ શુકલએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગલવાન ઘાટીની દુર્ઘટનાનો જવાબ આપણા દેશના બહાદૂર જવાનો તો એની રીતે આપશે જ પરંતુ આ દેશના એક નાગરિક તરીકે દેશપ્રેમી યુવા તરીકે ચીને આપણા જવાનો સાથે કાયરતાપૂર્વકનું કૃત્ય કર્યું છે તેનો જવાબ દેશના દરેક યુવાને આપવો પડશે. આ માટે કોલેજના યુવાનો તા.૧લી જુલાઈથી ઝુંબેશ ચલાવશે અને ૧ મહિનામાં ગુજરાતના યુવાનો બધી ચાઈનીઝ એપ ડીલીટ કરી દેશને સમર્થન આપશે. આની સૌપ્રથમ શ‚રૂઆત આપણા ઘરથી કરવી પડશે. આપણા મોબાઈલ ફોનમાં જે ચાઈનીઝ એપ છે કે જેની આપણને ઘણીવાર ખબર હોતી નથી. આપણે જે ચાઈનીઝ એપ વાપરીએ છીએ તેને અનઈન્સ્ટોલ કરી એક શ‚રૂઆત કરીએ, સૌથી વધુ પ્રચલીત ચાઈનીઝ એપ ટીકટોક અને હમણા લોકડાઉનમાં ખુબજ ફેમસ થયેલી ઝુમ,  હેલ્લો અને કેમ્પસ્કેનર જેવી એપ્લીકેશનો અનઈન્સ્ટોલ કરી ડિલીટ કરીએ અને દેશના જવાનોના સમર્થનમાં આ એપ્લીકેશનો ડિલીટ કરી પ્લેસ્ટોરમાં આ બધી એપ જેવી જ સીમીલર એપ છે જે ચાઈનીઝ એપ ન હોય તેવી એપ્લીકેશન ઈન્સ્ટોલ કરી દેશ પ્રત્યેનું કર્તવ્ય બજાવીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.