Abtak Media Google News

રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદથી રાજયનાં ૧૦૦ સ્થાનો પર ઉપસ્થિત ૧ લાખથી વધુ યુવાનોને વિડીયો કોન્ફરન્સનાં માધ્યમ થકી સંબોધશે

પ્રદેશ ભાજપા અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી ભુપેન્દ્રજી યાદવ, પ્રદેશ પ્રવકતા ભરતભાઈ પંડયા અને યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો.ઋત્વિજ પટેલે આગામી ૧૦ સપ્ટેમ્બરે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહના યુવાનો સાથે સંવાદના ‘અડીખમ ગુજરાત-અવિરત વિકાસમાં અડીખમ વિશ્ર્વાસ અભિયાન’ અંતર્ગત ‘યુવા ટાઉનહોલ’ કાર્યક્રમને જાહેર કર્યો છે. જે સંદર્ભે શહેર ભાજપે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં કમલેશ મિરાણી, પ્રદીપ ડવ અને નેહલ શુકલ ઉપસ્થિત રહ્યા હતા.ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત દ્વારા આયોજીત યુવા ટાઉનહોલ કાર્યક્રમ ૧૦ સપ્ટેમ્બરે અમદાવાદ સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડીટોરીયમ, બોડકદેવ ખાતે સવારે ૧૦:૦૦ કલાકે યોજાશે. ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ અમદાવાદ ખાતેથી રાજયના ૧૦૦ સ્થાનો ઉપર ઉપસ્થિત ૧ લાખથી વધુ યુવાનોને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે. અવિરત વિકાસમાં અડિખમ વિશ્ર્વાસ સાથે યુવાનોને ગુજરાત અને દેશની પ્રગતિ અંગે વાત કરશે.યુવાનો દ્વારા કરાયેલ સુચનો, અભિપ્રાયો, પ્રશ્ર્નો બાબતે દરરોજ અમિતભાઈ શાહ વિવિધ માધ્યમોથી જવાબ આપશે. આ માટે ગુજરાતનો કોઈપણ યુવાન મો.નં.૭૮૭૮૧ ૮૨૧૮૨ પર મિસકોલ કરીને અથવા તો વોટસઅપના માધ્યમથી ફેસબુક અને ટવીટર તથા વેબસાઈટ www.adikhamgujrat.com  A’hp  #adikhamgujrat પર પ્રશ્ર્નો જણાવી શકશે. શહેરનાં પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે પણ યુવા ટાઉન હોલ કાર્યક્રમ યોજાશે. જેમાં યુવા ભાજપના પ્રબુઘ્ધ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.વધુમાં તેઓએ જણાવ્યું કે, અવિરત વિકાસ ગુજરાત અને દેશ માટે વિકાસ મોડલ રહ્યું છે. ભાજપાના તત્કાલિન મુખ્યમંત્રીઓ કેશુભાઈ પટેલ, નરેન્દ્રભાઈ મોદી, આનંદીબેન પટેલ અને વિજયભાઈ ‚પાણીના નેતૃત્વમાં ગુજરાતે અવિરત વિકાસ કર્યો છે. નરેન્દ્રભાઈ મોદીએ જયારે શાસન સાંભળ્યું ત્યારથી ગુજરાત વિકાસનું માડલ બન્યું છે. અડીખમ ગુજરાત એ કેન્દ્રની અગાઉની સરકારે ગુજરાતને કરેલા અન્યાયો સામે ગુજરાત અડીખમ ઉભું રહ્યું છે. ગુજરાતનાવિકાસમાં યુવાનોએ સારથી તરીકે કામગીરી કરી છે.નરેન્દ્રભાઈ મોદીનો ન્યુ ઈન્ડિયાના સંકલ્પ સે સિદ્ધિ માટે યુવાનો સાથે અમિતભાઈ શાહ સીધો સંવાદ કરશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ભાજપા સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં સ્ટેન્ડઅપ, સ્ટાર્ટઅપ, ડિઝીટલ ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા, મુદ્રા યોજના જેવી અનેકવિધ યુવા પ્રોત્સાહક યોજનાઓ થકી દેશના યુવાનોમાં ગૌરવ અને આત્મવિશ્ર્વાસ વધાર્યો છે. ગુજરાતના વિકાસમાં યુવાનોનો સાથ રહ્યો છે. તેમની કલ્પનાનું ગુજરાત બનાવવા માટે અમિતભાઈ શાહ સાથે યુવાનો સીધો સંવાદ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.