Abtak Media Google News

ભારતના 94 વર્ષના દાદી ભગવાની દેવીએ સાબિત કરી દીધું કે, ઉમર ફક્ત આંકડો છે, 100 મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો અને બાદમાં શોટપૂટમાં બે બ્રોન્ઝ મેડલ જીત્યા

કહેવાય છે ને કે કશું પણ શીખવા માટે કોઈ ઉંમર નથી હોતી અને આ વાતનું ઉદાહરણ 94 વર્ષનાં મહિલા ભગવાની દેવી એ લોકો સામે મૂક્યું છે. આ દાદીનું નામ છે ભગવાની દેવી. જેમને ફિનલેન્ડમાં વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિકસમાં 100 મીટરની રેસમાં 24.74 સેક્ધડમાં જીતીને ભારતની શાન બની ગયા છે. ફિનલેન્ડમાં યોજાયેલ વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિકસમાં 94 વર્ષનાં મહિલા ભગવાની દેવીએ ગોલ્ડ મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું છે. 94 વર્ષની “યુવા” મહિલાએ વિશ્વ માસ્ટર્સ એથ્લેટિક ચેમ્પિયનશીપમાં ત્રણ મેડલ જીતી ડંકો વગાડ્યો છે.

ઉંમર તો ફક્ત આંકડો છે… આ કહેવત ભારતના 94 વર્ષીય ભગવાની દેવીએ  સાબિત કરી દીધી છે. જે ઉંમરે લોકોને ઉઠવા-બેસવાની તકલીફ થતી હોય છે તે ઉંમરમાં તેમણે વિદેશમાં ભારતીય ત્રિરંગાનું માન વધાર્યું છે. તેમણે વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સીનિયર સિટિઝન કેટેગરીમાં 100 મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો અને બાદમાં શોટપૂટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આમ 94 વર્ષે પણ તેમણે સાબિત કરી દીધું છે કે ઈચ્છા શક્તિ હોય તો કોઈ પણ ઉંમરમાં સિદ્ધિ હાંસલ કરી શકાય છે. ફિનલેન્ડના ટેમ્પરેમાં વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સ્પ્રિન્ટર દાદી ભગવાનીએ 100 મીટર સ્પ્રિન્ટ ઈવેન્ટમાં આ કમાલ કરી છે. તેમણે 24.74 સેક્ધડના સમય સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. જ્યારે શોટપુટ એટલે કે ગોળાફેંકમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્રિરંગાવાળી જર્સીમાં સજ્જ ભગવાની દાદીએ ફિનલેન્માં ત્રિરંગો લહેરાવી દીધો હતો.

મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સે ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર તેમની તસ્વીર પોસ્ટ કરી છે અને તેમની પ્રશંસા કરી છે. મંત્રાલયે તેમની તસ્વીર પોસ્ટ કરીને લખ્યું છે કે, ભારતની 94 વર્ષીય ભગવાની દેવીજીએ ફરી એક વખત સાબિત કરી દીધું છે કે ઉંમર તો ફક્ત આંકડો છે. તેમણે ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યા. આ ઘણું જ સાહસિક પ્રદર્શન છે.

105 વર્ષીય રામબાઈએ 100 મીટર દોડમાં રેકોર્ડ સર્જ્યો

Img 0921

ઉંમર માત્ર એક સંખ્યા છે અને સ્વપ્ન પૂર્ણ કરવા માટે ઉંમર ક્યારેય વચ્ચે આવતી નથી તે વાત ફરી એકવાર સાબિત થઈ ચૂકી છે. રામબાઈએ જણાવ્યું હતું કે, ચુરમા, દહીં ખાય છે અને ઘણું દૂધ પીવે છે. તેણે કહ્યું કે તે દરરોજ 250 ગ્રામ ઘી લે છે જે રોટલી અથવા ચુરમે તરીકે લે છે અને દરરોજ અડધો કિલો દહીં પીવે છે. ગામમાં, તે સામાન્ય રીતે ખેતરોમાં અને ઘરે કામ કરતી જોવા મળે છે. આ ઉંમરે પણ, તે સંપૂર્ણપણે તંદુરસ્ત છે અને દરરોજ 5 થી 6 કિલોમીટર ચાલતી પ્રથાઓ છે.

રાષ્ટ્રીય ઓપન માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. 105 વર્ષીય રામબાઈએ વયની સદી પૂર્ણ કરવા છતાં 100 મીટર દોડમાં નવો રેકોર્ડ બનાવી લીધો છે.105 વર્ષની વય વટાવી ચૂકેલા રામબાઈએ બે ગોલ્ડ મેડલ જીત્યા છે. તેમણે 100 મીટર અને 200 મીટર દોડમાં આ મેડલ જીત્યા છે. હવે તેમનો આગલો લક્ષ્યાંક આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ભાગ લેવાનો છે. તે પાસપોર્ટ માટે અરજી કરવાની યોજના બનાવી રહ્યા છે. એવું પૂછવા પર કે તે નાની ઉંમરે શા માટે ન તોડ્યા તો હરિયાણાના રામબાઈએ હસતાં હસતાં કહ્યું કે એ તો દોડવા માટે તૈયાર હતા પણ કોઈએ તક આપી નહોતી.

દાદીના પગલે પૌત્રએ પણ આંતરરાષ્ટ્રીય પેરા એથ્લેટિકમાં રાજીવ ગાંધી ખેલરત્ન હાંસલ કર્યો

રામબાઈના પૌત્ર પણ ઈન્ટરનેશનલ પેરાએથ્લીટમાં મેડલ જીતીને રાજીવગાંધી ખેલ રત્ન હાંસલ કર્યો છે. રામબાઈની 62 વર્ષની દીકરી સંતરા દેવી પણ રિલે રેસમાં ગોલ્ડ મેડલ મેળવી ચૂકી છે. રામબાઈના 70 વર્ષના પુત્ર મુખ્યતાર સિંહે 200 મીટર દોડમાં બ્રોન્જ મેડલ પોતાના નામે કર્યો છે. તેમની વહૂ પણ રિલે દોડમાં ગોલ્ડ અને 200 મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ જીતીને ગામ અને પ્રદેશનું નામ રોશન કરી ચૂકી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.