Abtak Media Google News

યુવાનોએ પાલિકાના સહયોગથી મુકિતધામની સાફ સફાઈ કરી

હળવદમાં આવેલ મુક્તિધામ   સ્મશાન છેલ્લા કેટલાય સમયથી સાવ ખંડેર હાલતમાં પડ્યું હતું, બાવડાના ઝુંડ પથ્થરો વગેરે થી સાવ અવાવરૂ હાલતમાં હતુ્ં. ત્યારે હળવદના સેવાભાવી નવયુવાનો દ્વારા નિસ્વાર્થ સેવા ભાવે મુક્તિધામ સ્વચ્છતા અભિયાન હળવદ નગરપાલિકાના સહયોગથી શરૂ કરવામાં આવ્યું છે. અને સ્વામી વિવેકાનંદના કહ્યા મુજબ યુવાશક્તિ વિશ્વને બદલી શકે એ વિશ્વાસને સાર્થક કર્યો છે.

Advertisement

હળવદનું મુખ્ય સ્મશાન એટલે કે મુક્તિધામ છેલ્લા ઘણા સમયથી ખંડેર હાલતમાં પડ્યું હતું ત્યારે આ યુવાનોએ એક બીડું ઉપાડ્યું છે કે મુક્તિધામ ને ખરા હાથમાં કૈલાશધામ બનાવું છે તે માટે નગરપાલિકાના સહયોગથી યુવાનો ભારે જેહમત  ઉઠાવી રહ્યા છે એટલું જ નહીં કોઈપણ જાતના ભેદભાવ વગર સાફ-સફાઈ અને આગામી દિવસમાં તમામ પારીઓને સિંદુર છાપા, રંગરોગાન, મુક્તિધામ ને રોશનીથી સર્જરિત કરવામાં આવશે તેવું યુવાનો દ્વારા જણાવ્યું હતું.

આ મુક્તિધામ સ્વચ્છતા અભિયાનમાં હળવદના યુવા તપનભાઈ દવે વિશાલભાઈ રાવલ, પુલકેશભાઈ જોશી, અજયભાઈ રાવલ સહિતના યુવાનો ભારે જહેમત નિસ્વાર્થ ભાવે  ઉઠાવી રહ્યા છે અને હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજભાઈ બારોટ તેમજ નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ પટેલ સહયોગ આપી રહ્યા છે તેમજ દરેક હળવદવાસીઓને આ અભિયાન માં જોડાવા માટે યુવાશક્તિ એ હાકલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.