Abtak Media Google News

યુવરાજનું ફોર્મ કિંગ્સ ઈલેવન માટે સારા સંકેત

ભારતના સ્ટાઈલિશ બેટ્સમેન યુવરાજ સિંહે IPLની શરૂઆત પહેલા જ વિરોધી ટીમોને ખતરાના અણસાર આપી દીધા છે. બુધવારે રમાયેલી એક પ્રેક્ટિસ મેચમાં યુવીએ તાબડતોડ બેટિંગ કરતા ૧૨૦ રન ફટકારી પોતાના ફોર્મમાં ફરવાના સંકેત આપી દીધા.

Advertisement

યુવીએ પોતાની આ ઈનિંગમાં ૧૨ જોરદાર છગ્ગા ફટકાર્યા. IPLપહેલા કિંગ્સ ઈલેવન માટે સારા સંકેત છે કે, તેમનો ધુરંધર બેટ્સમેન પોતાના જૂના અંદાજમાં દેખાઈ રહ્યો છે. યુવીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, યુવરાજ અત્યાર સુધી કિંગ્સ ઈલેવન પંજાબ, પુણે વોરિયર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, દિલ્હી ડેરડેવિલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રમી ચૂક્યો છે.

આ વખતે તે પોતાની હોમ ટીમ કિંગ્સ ઈલેવન પંજાબ માટે રમતો દેખાશે. આ સીઝનમાં તેને પંજાબ ૨ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી યુવરાજ ભારતીય ટીમની બહાર છે. એક સમયે ટીમનો આધારસ્તંભ ગણાતા યુવી માટે છેલ્લા કેટલાક વર્ષો ખૂબ જ કપરાં રહ્યાં છે. ઈંઙકની એક સીઝનમાં તેના માટે ૧૬ કરોડ રૂપિયાની બોલી લાગી હતી જ્યારે આ વખતે તે માત્ર ૨ કરોડ રૂપિયામાં વેચાયો છે. આવામાં, યુવરાજ પાસે પોતાને પૂરવાર કરવા માટેની આ છેલ્લી તક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.