Abtak Media Google News

સમય કાળ ની સ્થિતિ ક્યારેય યથાવત રહેતા નથી ૨૧મી સદીના વિશ્વમાં અમેરિકાને સૌથી પરિપકવ અને ઉદારમતવાદી લોકતંત્ર તરીકે વખાણવામાં આવી રહી છે પરંતુ ગત ચૂંટણી થી અત્યાર સુધીના ઘટનાક્રમે અમેરિકાના લોકતંત્રની પરિપકવતા અંગેનો વિશ્વ ના ભ્રમનો જાણે કે ભાંગીને ભૂકો કરી નાખ્યો હોય તેમ ચૂંટણીના પરિણામો સામે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ને ભ્રષ્ટાચાર અને ગેરરીતિ પૂર્ણ ગણાવવા અને રિપબ્લિકન પાર્ટી અને ડેમોક્રેટિક પાર્ટીના સમર્થકોએ જે રીતે સમગ્ર અમેરિકામાં પોતાના પક્ષને સાચો ઠેરવવા માટે જે માર્ગ અખત્યાર કર્યો છે તે માત્ર આશ્ચર્યજનક જ નહીં પરંતુ લોકતાંત્રિક વિશ્વ માટે એક ખતરાની ઘંટડી થી જરા પણ ઓછું નથી અમેરિકામાં બિડેનને ભીડવવા માટે જે મોરચો એટલે કે રસ્તા પર લાખો લોકો ઉતરી દેખાવ કરવાની જાહેરાત થઇ છે તેની સામે  સુરક્ષા દળોએ પણ બંદોબસ્ત વ્યવસ્થા માટે કમર કસી ત્યારે અમેરિકામાં આવનાર દિવસો ખૂબ જ ભયંકર અને લોકતાંત્રિક વ્યવસ્થા માટે લાંછન લગાડનાર બની રહે તેવું સીનારીઓ ઉભો થયો છે અમેરિકાનું ટ્રમ્પ કાર્ડ હવે અમેરિકાની લોકતાંત્રિક વ્યવસ્થા અને ચૂંટણીના પરિણામો માટે પણ જોખમ ઊભું કરનારું બની ગયું છે અમેરિકાની લોકતાંત્રિક સંસ્થાઓ અને પ્રમુખ ગત લોકતંત્ર વિશ્ર્વ માટે આદર્શ રાજ વ્યવસ્થા તરીકે પ્રચલિત છે આ જ અમેરિકામાં આ વખતની ચૂંટણી બધી રીતે નકારાત્મક પરિબળોને અને  પડકારજનક પરિસ્થિતિ ઊભી કરનારી બની છે ચૂંટણી દરમિયાન ગેરરીતિના આક્ષેપ ઓ અને ચૂંટણી બાદ પરિણામોને પણ અસ્વીકાર્ય રાખવાની વ્યાપક ઝૂંબેશ અમેરિકાની પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી છે આવતી કાલનો દિવસ અમેરિકાના રાજકારણ અને લોકતંત્ર માટે ભવિષ્યનું નિર્માણ કરનાર દિવસ બની રહેશે અમેરિકામાં તો ઉચાટ પ્રવર્તી રહ્યો છે, સમગ્ર વિશ્વના લોકાંતિક પરિબળોને પણ અમેરિકાની પરિસ્થિતિ અંગે ચિંતા જાગી છે જો અમેરિકા જેવા સુસંસ્કૃત શિક્ષિત અને પ્રબુદ્ધ રાષ્ટ્રમાં ચૂંટણી પ્રક્રિયા સામે અને લોકતાંત્રિક વ્યવસ્થાને આરોપીના કઠેડામાં મૂકી દેવાતી હોય તો શેષ વિશ્ર્વ અને વિકસીત રાષ્ટ્રોનો તો શું  કેવું રહ્યું?

ચૂંટણી પરિણામો સામે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રારંભથી જ વાંધો ઉઠાવ્યો હતો ચૂંટણીમાં ગેરરીતિ થઇ હોવાના આક્ષેપ અને ખોટી રીતે મતોની ઉથલપાથલ થઇ હોવાના આટોપી બાદ જાહેર થયેલા પરિણામમાં સરસાઈ મેળવેલા જો બીડેનની જીતને કોઈપણ સંજોગોમાં ન સ્વીકારવાની ડોનાલ્ડ ટ્રમ્પની રાજહઠ પણ કાંઈ બેબુનિયાદ ન ગણાય ટ્રમ્પના સમર્થકો આ પરિણામો અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સવાલોના ઘેરામાં મૂકી ચૂક્યા છે, આ પરિણામો માનવાને કોઇ કારણ નથી કારણ કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ગેરરીતિ થઇ હોવાનું ટ્રમ્પ જૂથ દ્રઢ પણે માને છે બીજી તરફ બંધારણીય રીતે ચૂંટણી પરિણામો ના આદેશો ને સન્માન આપવું એ લોકતાંત્રિક ફરજ બની ચૂકી છે ત્યારે અમેરિકામાં ચૂંટણીમાં ગેરરીતિ થઈ હોય અને પરિણામો માની લેવા વાળા બે અલગ અલગ વર્ગ સામસામા આવી ગયા છે. આવતીકાલે અમેરિકાના ઇતિહાસમાં ક્યારેય ન બની હોય તેવી ઘટના બનવા જઈ રહી છે લોકો રસ્તા પર ઉતરવા તત્પર થયા છે અમેરિકાના બે ભાગલા પડી ગયા હોય તેવી પરિસ્થિતિમાં એક તરફ રાજકીય આગેવાનોની તાકાત સમૂહનું જોર અને બીજી તરફ બંધારણ જેવી સ્થિતિ છે અમેરિકાની લોકશાહીને આરાજકતા ને આરે ઉભી રાખી દીધી છે અમેરિકાની આ પરિસ્થિતિ અત્યારે માત્ર અમેરિકા માટે જ નહીં સમગ્ર વિશ્વના લોકાંતિક પંડિતો માટે ચિંતાનું કારણ બની ગઈ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.